________________
૪૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૨૯ ભાષ્ય:- (પ્રસ્તુત સૂત્ર માટે સિદ્ધસેન ગણિની ટીકાનુસાર ભાષ્ય)
उत्पादव्ययाभ्यां ध्रौव्येण च युक्तं सतो लक्षणम्, यदुत्पद्यते, यद् व्येति, यच्च ध्रुवं तत् सत्; अतोऽन्यदसदिति । ભાષ્યાર્થ:
૩દ્વિવ્યાખ્યાં ...... ગતોડનાવિતિ | ઉત્પાદથી, વ્યયથી અને ધ્રૌવ્યથી યુક્ત અર્થાત્ યુક્તતા સતુનું લક્ષણ છે. જે ઉત્પન્ન થાય છે, જે વ્યય પામે છે અને જે ધ્રુવ છે તે વસ્તુ સત્ છે. આનાથી અન્ય આ ત્રણ ભાવોથી અત્ય, અસત્ છે.
‘તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ભાવાર્થ :
જગતવર્તી ધર્માદિ જે કોઈ દ્રવ્યો છે તે સર્વ કોઈક ભાવરૂપે પ્રતિ ક્ષણ ઉત્પન્ન થાય છે અને કોઈક ભાવરૂપે વ્યય પામે છે, તેથી ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયથી યુક્ત છે. વળી તે દ્રવ્યો તે તે દ્રવ્યરૂપે ધ્રુવ છે તેથી ધ્રુવપણાથી યુક્ત છે. અર્થાત્ જે વસ્તુમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રણ ભાવો હોય તે વસ્તુ વિદ્યમાન કહેવાય.
ભાષ્યકારશ્રીએ ઉત્પાદથી, વ્યયથી અને ધ્રૌવ્યથી યુક્ત સત્ કહેવાને બદલે સનું લક્ષણ છે એમ કહ્યું ત્યાં ભાવપ્રધાન નિર્દેશ હોવાથી ઉત્પાદથી, વ્યયથી અને ધ્રૌવ્યથી યુક્તપણું ગ્રહણ કરવું; કેમ કે સત્ વસ્તુમાં એવું યુક્તપણું છે તે સતુનું લક્ષણ છે.
આ પદાર્થને સ્પષ્ટ કરવા અર્થે ભાષ્યકારશ્રી કહે છે – જે વસ્તુ ઉત્પન્ન થાય છે, જે વસ્તુ વ્યય પામે છે અને જે વસ્તુ ધ્રુવ છે અર્થાત્ આ ત્રણેય સ્વરૂપ જે વસ્તુ છે તે સતું છે. આ ત્રણેયથી રહિત જે અન્ય છે તે અસત્ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જગતમાં રહેલ દરેક વસ્તુ ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્ય પરિણામવાળી છે. વળી ભાષ્યમાં ઉત્પાદ-વ્યયનો અને ધ્રૌવ્યનો જુદો સમાસ કર્યો, એથી એ પ્રાપ્ત થાય કે વસ્તુ દ્રવ્યથી ધ્રૌવ્યરૂપ છે અને પર્યાયથી ઉત્પાદ-વ્યયરૂપ છે. ભાષ્ય:- (હરિભદ્રસૂરિની ટીકાનુસાર ભાષ્ય)
उत्पादव्ययौ ध्रौव्यं च सतो लक्षणम्, यदिह मनुष्यत्वादिना पर्यायेण व्ययत आत्मनो देवत्वादिना पर्यायेणोत्पादः, एकान्तध्रौव्ये आत्मनि तत्तथैकस्वभावतयाऽवस्थाभेदानुपपत्तेः, एवं च संसारापवर्गभेदाभावः, कल्पितत्वेऽस्य निःस्वभावतयाऽनुपलब्धिप्रसङ्गात्, कल्पितः, सस्वभावत्वे (तस्य) त्वेकान्तध्रौव्याभावस्तस्यैव तथाभवनादिति, तत्तत्स्वभावतया विरोधाभावात्तथोपलब्धिसिद्धेः, तद्भ्रान्तत्वे प्रमाणाभावः, योगिज्ञानप्रमाणाभ्युपगमे त्वभ्रान्तस्तदवस्थाभेदः, इत्थं चैतत्, अन्यथा न