________________
૩૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૫, ૨૬ નથી અને જ્યારે અન્ય પરમાણુ સાથે એકત્વભાવ થાય છે ત્યારે તે પરમાણુઓ સ્કંધરૂપે બને છે. આથી જે આકાશપ્રદેશ ઉપર વિવક્ષિત પરમાણુ રહેલો હોય તેની આજુબાજુ ચાર દિશાના અને ઊર્ધ્વ અને અધો એમ છ દિશાના રહેલા પરમાણુ સાથે કે અન્ય સ્કંધો સાથે સ્પર્શરૂપ સંબંધ તે તે પરમાણુમાં વર્તતો હોય છે તોપણ એકત્વભાવ નહીં હોવાથી તે પરમાણુ અબદ્ધ અવસ્થાવાળા છે અને પરમાણુ સિવાય કચણુકથી માંડીને અનંત પરમાણુઓના સ્કંધો છે તેઓ પોતાના સ્કંધના અવયવભૂત એવા પરમાણુઓ સાથે એકત્વભાવથી સંબદ્ધ થયેલા છે. તેથી તેઓને સ્કંધો કહેવાય છે. પ/૨પા
ભાષ્ય :
મત્રોદ – વાર્થ પુનરત વૈવિષ્ય મવતીતિ ? | સત્રોગ્યતે – ન્હાતાવત્ – ભાષ્યાર્થ:
ત્રાદિ ..... ન્યાત્તાત્ – અહીં-પુદ્ગલના બે ભેદો કહ્યા એમાં, પ્રશ્ન કરે છે=આ ઐવિધ્યસૂત્ર૨૫માં બતાવ્યું એ કૈવિધ્ય, કેવી રીતે થાય છે?
ત્તિ શબ્દ પ્રસ્તની સમાપ્તિ માટે છે. આમાં-પૂર્વમાં કરાયેલ પ્રશ્નમાં, ઉત્તર આપે છે. સ્કંધો (કઈ રીતે થાય છે ? તે સૂત્રમાં બતાવે છે –). સૂત્રઃ
सङ्घातभेदेभ्य उत्पद्यन्ते ।।५/२६।। સૂત્રાર્થ :
સંઘાત-ભેદથી ઉત્પન્ન થાય છે સંઘાતથી અને ભેદથી સ્કંધો ઉત્પન્ન થાય છે. પ/રકા ભાષ્ય :
सङ्घाताद् भेदात् सङ्घातभेदादित्येभ्यस्त्रिभ्यः कारणेभ्यः स्कन्धा उत्पद्यन्ते द्विप्रदेशादयः । तद्यथा - द्वयोः परमाण्वोः सङ्घाताद् द्विप्रदेशः, द्विप्रदेशस्याणोश्च सङ्घातात् त्रिप्रदेशः, एवं सङ्ख्येयानामसङ्ख्येयानामनन्तानामनन्तानन्तानां च प्रदेशानां सङ्घातात् तावत्प्रदेशाः, एषामेव भेदाद् द्विप्रदेशपर्यन्ताः, एत एव च सङ्घातभेदाभ्यामेकसामयिकाभ्यां द्विप्रदेशादयः स्कन्धा उत्पद्यन्ते, अन्यस्य सङ्घातेनान्यतो भेदेनेति ।।५/२६।। ભાષ્યાર્થ :
સાતાદ્. મેનેતિ | સંઘાતથી, ભેદથી અને સંઘાતભેદથી એ રીતે આ ત્રણ કારણોથી દ્વિપ્રદેશાદિ સ્કંધો ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે – બે પરમાણુઓના સંઘાતથી દ્વિપ્રદેશ બને છે.