________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫સુગ-૨પ ભાષ્યાર્થ :૩ ૨. પતિ છે અને કહેવાયું છે –
તે અણુ, અન્ય કારણ જ છે. સૂક્ષ્મ છે, નિત્ય છે. તે પરમાણુ એક રસ, એક ગંધ, એક વર્ણ, બે સ્પર્શવાળો અને કાર્યલિંગવાળો છે. I૧" ().
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
ત્યાં=બે પ્રકારના પુગલોમાં, અણુઓ અબદ્ધ છે-એક ક્ષેત્રમાં રહેલા હોય, નજીકના ક્ષેત્રમાં રહેલા હોય તોપણ કથંચિત્ એકત્વભાવથી અબદ્ધ છે, વળી સ્કંધો બદ્ધ જ છે=સ્કંધમાં વર્તતા પરમાણુઓ સાથે પરસ્પર એકત્વભાવરૂપે બદ્ધ છે.
ત્તિ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પ/૨પા ભાવાર્થ
પુદ્ગલના બે ભેદો સૂત્રમાં બતાવ્યા પછી પૂર્વાચાર્યો અણુનું લક્ષણ કરે છે. તે ભાષ્યકારશ્રી પ્રથમ બતાવે છે. તેના માટે ડ થી પૂર્વાચાર્યનો સાક્ષીપાઠ બતાવે છે, તે આ પ્રમાણે છે – પરમાણુ અંત્યકારણ જ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઘટનું કારણ તેના અવયવો છે. તેના અવયવોનું કારણ તેના અવયવો છે. એમ કરતાં કરતાં ચણકના કારણરૂપે પરમાણુની પ્રાપ્તિ થાય. જગતમાં જે કોઈ કાર્ય દેખાય છે તેનું અંતિમ કારણ પરમાણુ છે. વળી તે પરમાણુ સૂક્ષ્મ છે; કેમ કે પુદ્ગલમાં પરમાણુથી અધિક સૂક્ષ્મ કોઈ નથી. વળી પરમાણુ દ્રવ્યરૂપે નિત્ય છે, જોકે પરમાણુમાં રૂપ-રસાદિનું પરાવર્તન થાય છે. વળી પરમાણુ ક્યારેક સ્કંધરૂપે બને છે તો ક્યારેક સ્કંધથી પૃથફ થાય છે, તે સ્વરૂપે અનિત્ય છે તોપણ પરમાણુદ્રવ્યરૂપે પરમાણુ નિત્ય છે. વળી એક પરમાણુમાં એક રસ, એક ગંધ, એક વર્ણ હોય છે અને બે સ્પર્શ હોય છે. કેવલજ્ઞાની અને પરમાવધિજ્ઞાનવાળા મહાત્મા પરમાણુને સાક્ષાત્ જોઈ શકે છે. તેમના સિવાય અન્ય સર્વ જીવોને પરમાણુ સાક્ષાત્ દેખાતો નથી, તેમને કાર્યના લિંગ દ્વારા કાર્યના અંતિમ અવયવ સ્વરૂપે પરમાણુની ઉપસ્થિતિ થાય છે.
આ રીતે ભાષ્યકારશ્રીએ પૂર્વાચાર્યના સાક્ષીપાઠની સાક્ષી આપીને પરમાણુનું સ્વરૂપ બતાવ્યું. હવે સૂત્રમાં બતાવેલ અણુઓ અને સ્કંધ કેવા સ્વરૂપવાળા છે ? એ સ્પષ્ટ કરવાથું કહે છે –
પુદ્ગલો સંક્ષિપ્તથી પરમાણુરૂપે અને સ્કંધરૂપે હોય છે તેમાં પરમાણુરૂપે રહેલા યુગલો કથંચિત્ એક આકાશપ્રદેશ ઉપર અનેક સંખ્યામાં વર્તતા હોય તોપણ પરસ્પર એકત્વભાવરૂપે સંબંધને પામેલા હોતા નથી તેથી તેઓનો એક ક્ષેત્રકૃત સંબંધ હોય છે, પરંતુ પરસ્પર એકત્વભાવરૂપ સંબંધ નથી. વળી, તે પરમાણુ તેના નજીકના ક્ષેત્રમાં રહેલા પરમાણુ સાથે સંસર્ગના સંબંધવાળા હોય છે તો પણ એકત્વભાવરૂપ સંબંધ