________________
૩૯
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૬ દ્વિપ્રદેશ અને અણુવા સંઘાતથી ત્રિપ્રદેશ થાય છે. તે રીતે સંખ્યય, અસંખ્યય, અનંત અને અનંતાઅનંત પ્રદેશોના સંઘાતથી તેટલા પ્રદેશવાળા સ્કંધો થાય છે. આમના જ=સ્કંધોના જ, ભેદથી દ્વિપ્રદેશ પર્યત સ્કંધો થાય છે. આ જ=આ જ સ્કંધો, એક સમયમાં થનારા સંઘાતભેદ દ્વારા દ્વિપ્રદેશ આદિ સ્કંધો ઉત્પન્ન
થાય છે. '
કઈ રીતે સંઘાતભેદ દ્વારા થાય છે ? તે સ્પષ્ટ કરે છે –
અન્યના સંઘાતથી અને અન્યથી ભેદ દ્વારા=જે ભાગથી સંઘાત થાય છે તેના અન્ય ભાગથી ભેદ દ્વારા, દ્વિપ્રદેશાદિ ધો ઉત્પન્ન થાય છે. પ/૨૬ ભાવાર્થ :
સ્કંધો સામાન્ય રીતે ત્રણ પ્રકારે બને છે. કેવલ સંઘાતથી સ્કંધો બને છે, કેવલ ભેદથી સ્કંધો બને છે અને સંઘાત અને ભેદ બંનેથી કંધો ઉત્પન્ન થાય છે.
કેવા સ્કંધો ઉત્પન્ન થાય છે ? તેથી કહે છે – ઢિપ્રદેશાદિ સ્કંધો ઉત્પન્ન થાય છે. તેને જ ભાષ્યકારશ્રી તદ્યથા'થી સ્પષ્ટ કરતાં કહે છે –
બે પરમાણુઓ એક આકાશમાં રહેલા હોય છતાં પરસ્પર એકત્વભાવને પામેલા ન હોય અને તે બે પરમાણુઓમાં કોઈક નિમિત્તે એકત્વપરિણામ થાય તો તે દ્ધિપ્રદેશનો અંધ બને છે. વળી બે પરમાણુઓ નજીકના આકાશપ્રદેશ ઉપર રહેલા હોય પરંતુ ભિન્ન આકાશમાં રહેલા હોવા છતાં તેમાં એત્વરૂપ સંઘાતનો પરિણામ થાય તો દ્વિપ્રદેશનો સ્કંધ બને છે. વળી ગતિશીલ પરમાણુઓ પણ ભિન્ન આકાશમાં રહેલા હોવા છતાં ગતિના પરિણામથી એકત્ર ભેગા થઈને તે જ સ્થળમાં ભેગા થઈને દ્વિપ્રદેશાદિ અંધ બને છે. એ રીતે બે પ્રદેશવાળા સ્કંધ અને અણુના સંઘાતથી ત્રણ પ્રદેશવાળો સ્કંધ બને છે. અથવા ત્રણ પરમાણુઓના સંઘાતથી પણ ત્રણ પ્રદેશવાળો સ્કંધ બને છે એ રીતે સંખ્યાત-અસંખ્યાત અનંત અને અનંતાનંત પ્રદેશોના સંઘાતથી તેટલા પ્રદેશવાળા સ્કંધો બને છે. આ સ્કંધો ક્યારેક પૂર્વના સમયમાં પરમાણુરૂપે પણ રહેલા હોય છે, હિપ્રદેશ-ત્રિપ્રદેશાદિ અંધારૂપ રહેલા હોય છતાં ઉત્તરના સમયમાં પરસ્પર એકત્વભાવરૂપ સંઘાતના પરિણામથી સ્કંધરૂપ બને છે. આનાથી એ પ્રાપ્ત થાય કે અનંતાનંત પરમાણુઓનો સ્કંધ પણ માત્ર સંઘાતથી પણ થાય છે.
વળી ત્રિપ્રદેશાદિ સ્કંધોથી માંડીને અનંતાનંત પ્રદેશોના સ્કંધોના ભેદથી ઢિપ્રદેશી પર્યત સ્કંધો બને છે. તેથી એ પ્રાપ્ત થાય કે ત્રણ પ્રદેશવાળો કોઈ અંધ હોય તેમાંથી એક પરમાણુનો ભેદ થાય તો દ્વિપ્રદેશનો અંધ બને છે તે રીતે યાવતું અનંત પરમાણુનો કે અનંતાનંત પરમાણુનો સ્કંધ હોય તેમાં સંઘાતનો પરિણામ ન થાય અને માત્ર ભેદનો પરિણામ થાય તો તે ભેદના પરિણામથી ઢિપ્રદેશાદિના અવાંતર એક બે આદિ અનેક સ્કંધો ભેદથી પ્રાપ્ત થાય છે.