________________
૩૦
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫| સૂત્ર-૨૩, ૨૪ ‘તિ’ શબ્દ રસના પ્રકારોની સમાપ્તિ અર્થે છે. ગંધ બે પ્રકારનો છે – સુરભિ અને દુરભિ. વર્ણ પાંચ પ્રકારનો છે – કાળો, લીલો, લાલ, પીળો અને શુક્લ. ‘તિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પ/૨૩ ભાવાર્થ :
ભાષ્ય સાથે પ્રસ્તુત સૂત્રનો સંબંધ આ પ્રમાણે છે – પુદ્ગલો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા છે. એમ કહેવાથી પુદ્ગલો જીવરૂપ છે તે મતનો નિરાસ થાય છે; કેમ કે જીવ સ્પર્શ, રસ આદિ પરિણામવાળો નથી, પરંતુ અરૂપી છે. વળી કેટલાક પુદ્ગલોને સ્પર્શાદિ રહિત માને છે તે મતનો પણ પુદ્ગલો સ્પર્શદિવાળા છે એમ કહેવાથી નિરાસ થાય છે. પૂર્વમાં પુલોના શરીરાદિ ઉપકાર છે તેમ કહેવાથી પુદ્ગલો શરીરાદિ પરિણામવાળા છે તે પ્રાપ્ત થયું. તે પુદ્ગલો સ્પર્શ, રસ આદિવાળા છે તે પ્રકારના વિશેષવચનની વિવક્ષાથી પુદ્ગલનું સ્વરૂપ પ્રસ્તુત સૂત્રમાં બતાવેલ છે. પ/૨૩ ભાષ્ય :
किञ्चान्यत् - ભાષ્યાર્થ :વળી પુગલનું અન્ય સ્વરૂપ શું છે? એથી કહે છે –
સૂત્ર :
शब्दबन्धसौम्यस्थौल्यसंस्थानभेदतमश्छायातपोद्योतवन्तश्च ।।५/२४ ।। સૂત્રાર્થ -
શબ્દ, બંધ, સૌમ્ય, સ્થૌલ્ય, સંસ્થાન, મેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોતવાળા પગલો છે. પ/૨૪ll ભાષ્ય :
तत्र शब्दः षड्विधः-ततो विततो घनः शुषिरः सङ्घर्षो भाषा इति । बन्धस्त्रिविधः - प्रयोगबन्धो विस्रसाबन्धो मिश्रबन्ध इति, “स्निग्धरूक्षत्वाद् भवति" इति वक्ष्यते (अ० ५, सू० ३२) । सौभ्यं द्विविधम् - अन्त्यमापेक्षिकं च अन्त्यं परमाणुष्वेव, आपेक्षिकं च व्यणुकादिषु सङ्घातपरिणामापेक्षं भवति । तद्यथा - आमलकाद् बदरमिति । स्थौल्यमपि द्विविधम् - अन्त्यमापेक्षिकं च सङ्घातपरिणामापेक्षमेव भवति, तत्रान्त्यं सर्वलोकव्यापिनि महास्कन्थे भवति, आपेक्षिकं बदरादिभ्य आमलकादिष्विति । संस्थानमनेकविधम् - दीर्घहस्वाद्यनित्थन्त्वपर्यन्तम् । भेदः पञ्च