________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૨૩ ભાષાર્થ :
અહીં અત્યાર સુધી ધમસ્તિકાય-પુદ્ગલ આદિનું લક્ષણ કર્યું ત્યાં, કોઈ પ્રશ્ન કરે છે – તમારા વડે પુદ્ગલોનો શરીરાદિ ઉપકાર કહેવાયો. અને તંત્રાંતરીયો પુદગલ એ પ્રમાણે જીવાદિને કહે છે, વળી અન્ય સ્પશદિ રહિત કહે છે. તેથી આ કેવી રીતે છે?="પુદ્ગલો કેવા છે? જીવરૂપ છે સ્પર્ધાદિ રહિત છે કે અન્ય કોઈ પ્રકારના છે ? એ કેવી રીતે છે ?, એ શંકામાં ઉત્તર આપે છે – આ વગેરે=જીવોને પુદગલ કહેવું એ વગેરે, વિપ્રતિપતિના નિષેધ માટે અને વિશેષવચનની વિવક્ષાથી આ પુદ્ગલનું સ્વરૂપ, સૂત્રમાં બતાવવા કહેવાય છે – ભાવાર્થ -
ગ્રંથકારશ્રીએ સૂત્ર-૧૯માં પુદ્ગલોનો ઉપકાર બતાવ્યો, તેથી પુદ્ગલો શરીરાદિરૂપ છે એવી પ્રતીતિ થાય. અન્ય દર્શનકારોમાંથી બૌદ્ધદર્શનકાર જીવોને પુદ્ગલ કહે છે. વળી કોઈક પુદ્ગલોને રૂપ-રસાદિ રહિત માને છે તેથી જિજ્ઞાસા થાય કે ખરેખર પુદ્ગલ કેવા છે ? તેથી ગ્રંથકારશ્રી પુદ્ગલના વિષયમાં આ વિપરીત માન્યતાઓ બરાબર નથી, એ બતાવવા માટે અને પુદ્ગલનું વિશેષ સ્વરૂપ બતાવવાની ઇચ્છાથી કહે છે – સૂત્ર :
स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः ।।५/२३।। સૂત્રાર્થ -
સાર્શ, રસ, ગંધ, વર્ણવાળા પુદગલો છે. પ/ર૩. ભાષ્યઃ__स्पर्शः रसः गन्धः वर्ण इत्येवंलक्षणाः पुद्गला भवन्ति । तत्र स्पर्शोऽष्टविधः - कठिनो मृदुगुरुर्लघुः शीत उष्णः स्निग्धो रूक्ष इति, रसः पञ्चविधः-तिक्तः कटुः कषायोऽम्लो मधुर इति, गन्धो द्विविधः-सुरभिरसुरभिश्च, वर्णः पञ्चविधः-कृष्णो नीलो लोहितः पीतः शुक्ल इति T /રરૂપ ભાષ્યાર્થ:સ્પર્શ ......... કૃતિ | સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એવા સ્વરૂપવાળા પુદ્ગલો હોય છે. ત્યાં સ્પર્શ આઠ પ્રકારનો છે – કઠિન અને મૃદુ, ગુરુ અને લઘુ, શીત અને ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ. ત્તિ' શબ્દ સ્પર્શતા પ્રકારોની સમાપ્તિ અર્થે છે. રસ પાંચ પ્રકારનો છે – તિક્ત, કટુ, કષાય, અમ્લ અને મધુર.