________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૨
ભાષ્યાર્થ :
અહીં=ધર્માસ્તિકાયથી માંડીને જીવ સુધીનું લક્ષણ કર્યું ત્યાં, પ્રશ્ન કરે છે – હવે કાળનો ઉપકાર શું છે ? એ પ્રકારના પ્રશ્નમાં ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે
૨૦
-
ભાવાર્થ:
પૂર્વમાં ધર્માસ્તિકાયાદિ પદાર્થો બતાવ્યા પરંતુ કાળને દ્રવ્યરૂપે બતાવેલ નથી તેથી કાળનો શો ઉપકાર છે ? એ પ્રશ્ન થઈ શકે નહીં. પરંતુ ગ્રંથકારશ્રી સ્વયં આગળમાં “જ્ઞશ્વેત્યે” એ સૂત્રથી કાલને બતાવશે. તેથી ધર્માસ્તિકાયાદિ લક્ષણના કથનના ક્રમ અનુસાર અને કાલના પણ લક્ષણનો બોધ કરાવવા અર્થે ભાષ્યકારશ્રીએ શંકા કરેલ છે કે કાળનો શો ઉપકાર છે ? તેનો ઉત્તર સૂત્રમાં આપતાં કહે છે
સૂત્રઃ
वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य ।।५/२२ ।
સૂત્રાર્થ :
વર્તના, પરિણામ, ક્રિયા અને પરત્વ-અપરત્વ કાળનું લક્ષણ છે. II૫/૨૨
ભાષ્ય :
..
तद्यथा - सर्वभावानां वर्तना कालाश्रया वृत्तिः, वर्तना उत्पत्तिः स्थितिरथ गतिः प्रथमसमयाश्रये - त्यर्थः । परिणामो द्विविधः “ अनादिरादिमांश्च" (अ० ५, सू० ४२) तं परस्ताद् वक्ष्यामः । क्रिया गतिः, सा त्रिविधा - प्रयोगगतिः विस्त्रसागतिः मिश्रिकेति । परत्वापरत्वे त्रिविधे - प्रशंसाकृते क्षेत्रकृते कालकृते इति, तत्र प्रशंसाकृते परो धर्मः परं ज्ञानमपरोऽधर्मः अपरमज्ञानमिति, क्षेत्रकृते एकदिक्कालावस्थितयोर्विप्रकृष्टः परो भवति, सत्रिकृष्टोऽपरः, कालकृते द्विरष्टवर्षाद् वर्षशतिकः परो भवति, वर्षशतिकाद् द्विरष्टवर्षोऽपरो भवति । तदेवं प्रशंसाक्षेत्रकृते परत्वापरत्वे वर्जयित्वा वर्तनादीनि कालकृतानि कालस्योपकार इति । । ५/२२ ।।
ભાષ્યાર્થ :
-
તથા ***** કૃતિ ।। તે આ પ્રમાણે છે=કાળનો ઉપકાર વર્તનાદિ સૂત્રમાં કહ્યું તે આ પ્રમાણે છે સર્વ ભાવોની કાળઆશ્રય વૃત્તિ વર્તના છે.
વર્તના શું છે ? તે સ્પષ્ટ કરે છે -
પ્રથમ સમયના આશ્રયવાળી ઉત્પત્તિ સ્થિતિ અને ગતિ નાશ વર્તના છે એ પ્રકારનો અર્થ છે. પરિણામ બે પ્રકારના છે : “અનાદિમાન અને આદિમાન” (અધ્યાય-૫, સૂત્ર-૪૨ )તેને આગળમાં અમે કહીશું.