________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૧, ૨૨
ભાષ્યઃ
परस्परस्य हिताहितोपदेशाभ्यामुपग्रहो जीवानामिति । ५ / २१ ।।
ભાષ્યાર્થ :
પરસ્પરસ્ય ..... લક્ષણ છે.
‘કૃત્તિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૫/૨૧।
ભાવાર્થ:
નીવાનામિતિ ।। હિત અને અહિતના ઉપદેશ દ્વારા પરસ્પરનો ઉપગ્રહ જીવોનું
૨૭
ગ્રંથકારશ્રીએ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના લક્ષણ કરવાનો પ્રારંભ કરેલ છે. લક્ષણ બે પ્રકારનાં હોય છે. તેમાં (૧) અમુક લક્ષણ લક્ષ્યમાત્ર સાથે વ્યાપક હોય છે, દા. ત. જીવનું ઉપયોગ લક્ષણ સર્વ જીવોમાં અવશ્ય પ્રાપ્ત થાય છે અને (૨) અમુક લક્ષણ લક્ષ્ય સાથે નિયત વ્યાપ્તિવાળું હોય છે અર્થાત્ સર્વ લક્ષ્યમાં અવશ્ય પ્રાપ્ત થાય તેવો નિયમ નથી, પરંતુ અલક્ષ્યમાં તે લક્ષણ ન જતું હોય તેવું લક્ષણ બીજા પ્રકારનું છે, આ લક્ષણ દ્વારા લક્ષ્યનો બોધ થાય છે. તેથી પરસ્પર હિત અને અહિતના ઉપદેશ દ્વારા પરસ્પર ઉપગ્રહ તે જીવોનું બીજા પ્રકારનું લક્ષણ છે, જેના દ્વારા આ જીવ છે એ પ્રકા૨નો નિર્ણય થઈ શકે છે.
અહીં વિશેષ એ છે કે પુગલો પણ પરસ્પર સ્કંધો બનાવવામાં ઉપકારક થાય છે છતાં પુદ્ગલનું લક્ષણ કરતી વખતે તેને ગ્રહણ કરેલ નથી; કેમ કે પુદ્ગલના પરસ્પર ઉપકા૨ને પુદ્ગલના લક્ષણરૂપે ગ્રહણ ક૨વામાં આવે તો તે લક્ષણ જીવમાં અતિવ્યાપ્ત થતું હોવાના કારણે પુદ્ગલના સ્વરૂપનો બોધક બને નહીં. જેમ પુદ્ગલો પરસ્પર સ્કંધો થવામાં ઉપકારક છે તેમ જીવો પણ પરસ્પર એકબીજાને અનેક રીતે ઉપકારક બને છે તેથી પુદ્ગલોમાં તેને ગ્રહણ કર્યા વગર પુદ્ગલકૃત જે શરીરાદિની પ્રાપ્તિ જીવને થાય છે તેને જ ગ્રહણ કરીને પુદ્ગલનું લક્ષણ કહેલ છે. અથવા પુદ્ગલકૃત જીવને જે સુખ-દુઃખ કે જીવિત-મરણની પ્રાપ્તિ થાય છે તેને ગ્રહણ કરીને પુદ્ગલનું લક્ષણ કહેલ છે, જેથી તે પુદ્ગલનું લક્ષણ પુદ્ગલથી અતિરિક્ત જીવમાં પ્રાપ્ત થાય નહીં.
-
વળી પરસ્પર ઉપગ્રહ જીવોનું લક્ષણ ક૨વામાં આવે તો તે લક્ષણ પુદ્ગલમાં અતિવ્યાપ્ત થાય તેના નિવારણ અર્થે ભાષ્યકારશ્રીએ કહ્યું કે હિતાહિતના ઉપદેશ દ્વારા પરસ્પરનો ઉપગ્રહ જીવોનું લક્ષણ છે. તેથી તે લક્ષણ પુદ્ગલમાં અતિવ્યાપ્ત થતું નથી; કેમ કે પુદ્ગલ પરસ્પરને હિતનો કે અહિતનો ઉપદેશ આપતું નથી. ૫/૨૧॥
ભાષ્ય -
अत्राह अथ कालस्योपकारः क इति ? । अत्रोच्यते
-