________________
૨૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩| અધ્યાય-૫ | સૂત્ર-૨૦, ૨૧ થાય કે અગ્નિમાં બળે તે સર્વ વિષાદિ પુદ્ગલનો મરણરૂપ ઉપકાર છે, વળી અપવર્તનીયઆયુષ્ય વિષાદિથી અપવર્તન થાય છે તે પુદ્ગલનો ઉપકાર છે.
અહીં પ્રશ્ન થાય કે સોપક્રમ આયુષ્યવાળા જીવોને પુદ્ગલથી આયુષ્યનું અપવર્તન થાય છે તેથી પુદ્ગલોનો તે ઉપકાર છે તેમ કહી શકાય, પરંતુ અનાવર્તનીયઆયુષ્યવાળા જીવોને પુદ્ગલોથી આયુષ્યનું અપવર્તન નહીં થતું હોવાથી તેઓને જીવિત અને મરણરૂપ ઉપકાર કઈ રીતે થઈ શકે ? તેથી ભાષ્યકારશ્રી કહે છે –
આયુષ્યકર્મની સ્થિતિનો ક્ષય થવાથી મરણ થાય છે અને આયુષ્યકર્મની સ્થિતિને કારણે જીવિતની પ્રાપ્તિ થાય છે તેથી જીવિત એ પણ પુદ્ગલનો ઉપકાર છે અને મરણ એ પણ પુદ્ગલનો ઉપકાર છે; કેમ કે કર્મ માત્ર જીવના પરિણામરૂપ નથી. ભાવકર્મ જીવના પરિણામરૂપ હોવા છતાં દ્રવ્યકર્મ પુદ્ગલરૂપ છે અને તે દ્રવ્યકર્મરૂપ આયુષ્યની સ્થિતિથી જીવિતની અને આયુષ્યના ક્ષયથી મરણની પ્રાપ્તિ છે માટે જીવિત અને મરણ પુદ્ગલનો ઉપકાર છે.
વળી સંસારી જીવ લોમાહાર, ઓજાહાર, અને કવલાહાર - આ ત્રણ પ્રકારના આહારો ગ્રહણ કરે છે અને તે ત્રણેય પ્રકારના આહારથી જીવને ઉપકારની પ્રાપ્તિ થાય છે. કઈ રીતે ઉપકારની પ્રાપ્તિ થાય છે ? તે સ્પષ્ટ કરતાં ભાષ્યકારશ્રી કહે છે –
તે ત્રણેય પ્રકારના આહારથી શરીરની સ્થિતિ, શરીરનો ઉપચય અને શરીરના બળની વૃદ્ધિ થાય છે અને જીવને આહાર પ્રીતિનું કારણ બને છે તેથી તે આહાર પુદ્ગલનો ઉપકાર છે. પ/૨૦II ભાષ્ય :
अत्राह - गृह्णीमस्तावद् धर्माधर्माकाशपुद्गल(लाः)जीवद्रव्याणामुपकुर्वन्तीति, अथ जीवानां ૩ ૩૫ર તિ ?, ગત્રોચ્યતે – ભાષ્યાર્થ:
અહીં ધર્માસ્તિકાયાદિનો ઉપકાર બતાવ્યો એમાં, પ્રશ્ન કરે છે – ધર્મ, અધર્મ, આકાશ અને પુદગલો જીવદ્રવ્યોને ઉપકાર કરે છે એ પ્રમાણે અમે ગ્રહણ કરીએ છીએ પૂર્વના કથનથી જાણીએ છીએ. હવે જીવોનો શો ઉપકાર છે? એ પ્રકારની શંકામાં ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે –
ધર્માદાશપુત્તિ..' - અહીં ‘ધર્માધર્માવાશપુતા:' પાઠ જોઈએ. સૂત્ર :
પરસ્પરોપગ્રહો નીવાનામ્ પાહ/રા સૂત્રાર્થ:પરસ્પર ઉપગ્રહ જીવોનું લક્ષણ છે. પ/૨ll