________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૦
૨૫
જીવોને કેવી રીતે છે ? અર્થાત્ પુદ્ગલકૃત જીવિતનો ઉપગ્રહ કે મરણનો ઉપગ્રહ કેવી રીતે છે ? અર્થાત્ નથી, એ પ્રકારના પ્રશ્નનો ઉત્તર આપે છે
તેઓને પણ=અનપવર્તનીયઆયુષ્યવાળા જીવોને પણ, જીવિત અને મરણનો ઉપગ્રહ પુદ્ગલોનો ઉપકાર છે.
કેવી રીતે પુદ્ગલોનો ઉપકાર છે ? એ પ્રમાણે જો પ્રશ્નકા૨ શંકા કરે છે, તો ભાષ્યકારશ્રી તેને કહે છે
–
કર્મની સ્થિતિ-ક્ષય દ્વારા=આયુષ્યકર્મની સ્થિતિ દ્વારા નિરુપક્રમ આયુષ્યવાળાને જીવિતનો ઉપગ્રહ પુદ્ગલોનો ઉપકાર છે અને આયુષ્યકર્મના ક્ષય દ્વારા નિરુપક્રમ આયુષ્યવાળા જીવોને મરણ પુદ્ગલોનો ઉપકાર છે. દ્દેિ=જે કારણથી, કર્મ પુદ્ગલ છે=આયુષ્યકર્મ એ પુદ્ગલ છે, એથી સ્થિતિ-ક્ષય દ્વારા તેનો ઉપકાર છે એમ અન્વય છે.
અને ત્રણ પ્રકારનો આહાર સર્વ જીવોને ઉપકાર કરે છે=સોપક્રમ કે નિરુપક્રમ આયુષ્યવાળા સર્વ જીવોને ઉપકાર કરે છે.
કયાં કારણે ઉપકાર કરે છે ? તેથી કહે છે
-
=
આહાર
શરીરની સ્થિતિ, શરીરનો ઉપચય, શરીરનું બળ, શરીરની વૃદ્ધિ, અને પ્રીતિ માટે છે=જીવની પ્રીતિ માટે છે, એથી આહાર બધાને ઉપકાર કરે છે, એમ અન્વય છે.
‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે.
૫/૨૦
-
ભાવાર્થ:
જીવ ઉપર પુદ્ગલજન્ય જે જે ભાવો થાય છે તે સર્વ ભાવો પુદ્ગલનો ઉપકાર છે તેમ બતાવીને પુદ્ગલનું લક્ષણ બતાવે છે
જીવને પુદ્ગલજન્ય સુખ થાય છે એ પુદ્ગલનો જીવ ઉપર ઉપકાર છે. જીવને પુદ્ગલજન્ય દુઃખ થાય છે તે પુદ્ગલોનો ઉપકાર છે. જીવને તે તે ભવમાં જીવિતની પ્રાપ્તિ થાય છે તે પુદ્ગલોનો ઉપકાર છે. વળી આયુષ્યક્ષયથી જીવને મરણની પ્રાપ્તિ થાય છે તે પણ પુદ્ગલોનો ઉપકાર છે.
કઈ રીતે પુદ્ગલો જીવને સુખ આદિ આત્મક ઉપકાર કરે છે ? તે સ્પષ્ટ કરે છે
—
જીવને પ્રાપ્ત થયેલા શરીરને અનુકૂળ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દો જીવને ઇષ્ટ હોય છે અને તેવા ઇષ્ટ સ્પર્શોદિની જીવને પ્રાપ્તિ થાય છે તેનાથી જીવને સુખ થાય છે. તે સુખરૂપ ઉપકાર પુદ્ગલોનો છે. વળી જીવને પાપના ઉદયથી અનિષ્ટ સ્પર્શાદિ પ્રાપ્ત થાય છે, જેનાથી જીવને દુઃખ થાય છે તે પુદ્ગલકૃત દુઃખરૂપ ઉપકાર છે. વળી જીવ વિધિપૂર્વક સ્નાન, આચ્છાદન, અનુલેપન, ભોજનાદિ કરે તો તેનાથી તેનું આયુષ્યકર્મ ટકી રહે છે તેથી જીવને જે જીવિતની પ્રાપ્તિ થાય છે તે સ્નાનાદિ પુદ્ગલોકૃત ઉપકાર છે અને તેના આયુષ્યનું અપવર્તન થતું નથી તે પણ પુદ્ગલોનો ઉપકાર છે. વળી જીવ વિષભક્ષણ કરે, શસ્ત્રનો ઘાત