________________
૨૩
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૧૯
દિ જે કારણથી અધ્યાય-૮, સૂત્ર-રમાં કહેવાશે – “સકષાયપણું હોવાથી=જીવનું સકષાયપણું હોવાથી, જીવ કર્મયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે.”
ત્તિ શબ્દ કથનની સમાપ્તિ માટે છે. પ/૧૯ ભાવાર્થ:
સૂત્ર-૧૭ની અવતરણિકામાં કહેલ કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનું લક્ષણ શું છે? તેથી સૂત્ર-૧૭માં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો ઉપકાર બતાવીને તેમનું લક્ષણ બતાવ્યું. ત્યારપછી, સૂત્ર-૧૮માં આકાશનો ઉપકાર બતાવીને આકાશનું લક્ષણ બતાવ્યું.
હવે પ્રસ્તુત સૂત્રમાં પુદ્ગલોનો જીવને કેવા પ્રકારનો ઉપકાર છે ? તે બતાવીને પુદ્ગલોનું લક્ષણ બતાવે છે –
શરીર, વાણી, મન અને પ્રાણઅપાન એ જીવ ઉપર પુદ્ગલોનો ઉપકાર છે જીવને તે પુદ્ગલો પોતાના શરીરાદિરૂપે પ્રાપ્ત થાય છે એ પુદ્ગલોનું કાર્ય છે. આ પ્રકારનું પુદ્ગલનું લક્ષણ સર્વ પુદ્ગલમાં પ્રાપ્ત થાય નહિ પરંતુ આ લક્ષણથી લક્ષ્ય એવા પુદ્ગલનું જ્ઞાન થાય છે, તેથી પુદ્ગલનું લક્ષણ છે.
પાંચ પ્રકારનાં શરીર અધ્યાય-રમાં કહેવાયાં છે તેથી ભાષ્યકારશ્રી તેનું કથન અહીં કરતા નથી. પ્રાણઅપાન આઠમા અધ્યાયમાં નામકર્મના કથનમાં વ્યાખ્યાન કરવાના છે માટે તેનું પણ અહીં કથન કરતા નથી. બેઇન્દ્રિયથી માંડીને પંચેંદ્રિય સુધીના જીવોને જિલૈંદ્રિયનો સંયોગ હોવાથી તેઓ વાણીના પુદ્ગલોને ગ્રહણ કરે છે તેથી તેઓ ઉપર વાણીની પ્રાપ્તિરૂપ પુદ્ગલોનો ઉપકાર છે, અન્ય જીવો ઉપર નહીં. સંક્ષીપંચેંદ્રિય જીવો મનપણારૂપે મનોવર્ગણાના પુદ્ગલને ગ્રહણ કરે છે તે તેના ઉપર પુદ્ગલોનો ઉપકાર છે, અન્ય જીવો મનને ગ્રહણ કરતા નથી.
આ રીતે પુગલોનો સંસારી જીવોને કઈ રીતે ઉપકાર છે ? તે બતાવ્યું. ત્યાં પ્રશ્ન થાય કે, સંસારી જીવો શરીરાદિ પુદ્ગલોને કેમ ગ્રહણ કરે છે ? તેથી ભાષ્યકારશ્રી કહે છે –
અધ્યાય-૮, સૂત્ર-રમાં કહેવાશે કે સંસારી જીવો કષાયવાળા હોવાથી કર્મયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે અને કર્મયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરેલા હોવાના કારણે તેના ઉદયના બળથી શરીરાદિ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે.
અહીં પ્રશ્ન થાય છે કે યોગથી પણ કર્મ ગ્રહણ થાય છે છતાં કષાયને કારણે જીવ કર્મ પુદ્ગલ ગ્રહણ કરે છે એમ કેમ કહ્યું? તેનો આશય એ છે કે કષાયવાળા જીવ જે કર્મયોગ્ય પુદ્ગલને ગ્રહણ કરે છે એ કર્મના ઉદયથી શરીરાદિ યોગ્ય પુદ્ગલની પ્રાપ્તિ થાય છે. જ્યારે માત્ર યોગના બળે ગ્રહણ કરાયેલા કર્મના ઉદયને કારણે શરીરાદિ યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ નથી. તેથી યોગવાળો જીવ કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે તે પ્રકારની વિવક્ષા કરાઈ નથી. પ/૧લા