________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૧૭, ૧૮ વળી, સૂત્રમાં ઉપકારનો અર્થ કર્યો કે ઉપકાર, પ્રયોજન, ગુણ અથવા અર્થ એ અનર્થાતર છે.
એથી એ પ્રાપ્ત થાય કે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય જે નિમિત્ત બને છે તે જ ગતિ અને સ્થિતિમાં ઉપકાર છે અથવા ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયનું પ્રયોજન છે અથવા ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયનો ગુણ છે અથવા ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયનો અર્થ છે એટલે કે કાર્ય છે. પ/૧૭ના અવતરણિકા :
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું લક્ષણ સૂત્ર-૧૭માં કર્યું. હવે, આકાશનું લક્ષણ બતાવે છે – સૂત્ર :
સાવાશ0ાવદર તા:/૨૮ાા સૂત્રાર્થ :
આકાશનો ઉપકાર અવગાહ છે. પ/૧૮ll ભાષ્ય :
अवगाहिनां धर्माधर्मपुद्गलजीवानामवगाह आकाशस्योपकारः, धर्माधर्मयोरन्तःप्रवेशसम्भवेन पुद्गलजीवानां संयोगविभागैश्चेति ।।५/१८ ।। ભાષ્યાર્થ :
વાદિનાં .. સંવિમાનક્વેતિ | અવગાહી એવા ધર્મ, અધર્મ, પુદ્ગલ અને જીવોનો અવગાહ આકાશનો ઉપકાર છે. ધર્મ-અધર્મના અંત:પ્રવેશના સંભવથી અવગાહ છે અને પુદ્ગલ-જીવોના સંયોગ-વિભાગથી અવગાહ છે.
ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પ/૧૮ ભાવાર્થ :
આકાશનો અવગાહ આત્મક ઉપકાર છે. તેથી અવગાહી એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલ અને જીવોને અવગાહન આપે એ આકાશનો ઉપકાર છે. તેથી એ ફલિત થાય કે ધર્માસ્તિકાયાદિ ચારેય દ્રવ્યોને આકાશ જ અવગાહન આપે છે.
ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય પરસ્પર એકબીજામાં વૃત્તિ છે તો પણ કોઈને અવગાહન આપતું નથી. ધર્માસ્તિકાયાદિ ચાર અરૂપી દ્રવ્યો પુદ્ગલમાં વૃત્તિ છે તોપણ પુદ્ગલ ધર્માસ્તિકાયાદિને અવગાહન આપતું નથી. સર્વ દ્રવ્યને આકાશ જ અવગાહ આપે છે.
તેથી એ ફલિત થાય છે કે ધર્માસ્તિકાયમાં અધર્માસ્તિકાયની વૃત્તિ છે પરંતુ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયને રહેવાનું સ્થાન આપતું નથી જ્યારે આકાશ સર્વ દ્રવ્યોને પોતાનામાં રહેવાનું સ્થાન આપે છે.