________________
૨૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩અધ્યાય-૫ / સૂત્ર-૧૮, ૧૯ અહીં પ્રશ્ન થાય છે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયાદિને આકાશ કઈ રીતે અવગાહન આપે છે? તેથી કહે છે –
આકાશ પોતાના અંદર પ્રવેશથી ધર્માસ્તિકાયને અને અધર્માસ્તિકાયને અવગાહન આપે છે તથા પુદ્ગલોને અને જીવોને પૂર્વનાં સ્થાનમાં વિભાગપૂર્વક નવા સ્થાન સાથે સંયોગ દ્વારા અવગાહના આપે છે.
પ/૧૮ સૂત્રઃ
शरीरवाङ्मनःप्राणापानाः पुद्गलानाम् ।।५/१९।। સૂત્રાર્થ :
શરીર, વાણી, મન અને પ્રાણ-અપાન પુદ્ગલોનો ઉપકાર છે. પ/૧૯ll ભાષ્ય :
पञ्चविधानि शरीराण्यौदारिकादीनि वाङ्मनः प्राणापानाविति पुद्गलानामुपकारः । तत्र शरीराणि यथोक्तानि (अ० २, सू० ३७) प्राणापानौ च नामकर्मणि व्याख्यातौ (अ०८, सू० १२), द्वीन्द्रियादयो जिह्वेन्द्रियसंयोगाद् भाषात्वेन गृह्णन्ति नान्ये, संज्ञिनश्च मनस्त्वेन गृह्णन्ति, नान्य इति, વસ્થતે દિ – ‘સવષાયત્વાક્નીવ: કર્મળો યોજ્યાનું પુત્રીના (૮, સૂ૦ ૨) રૂતિ વાપ/ ભાષ્યાર્થ :
પષ્યવિધાનિ ..... તિ | પાંચ પ્રકારનાં ઔદારિક આદિ શરીરો, વાણી, મન અને પ્રાણ-અપાન એ પુદ્ગલોનો ઉપકાર છે જીવને આ સર્વ કાર્યોની પ્રાપ્તિ કરાવે તે પુદ્ગલોનો ઉપકાર છે. પૂર્વમાં કહ્યું કે પાંચ પ્રકારના શરીરાદિ પુદ્ગલોનો ઉપકાર છે, ત્યાં ભાષ્યકારશ્રી કહે છે –
શરીર યથોક્ત છે અધ્યાય-૨ સૂત્ર-૩૭માં કહેવાયેલ તે અનુસાર છે. અને પ્રાણઅપાન અધ્યાય૮, સૂત્ર-૧રમાં નામકર્મના વર્ણનમાં વ્યાખ્યાન કરાયા છે.
આ રીતે શરીર અને પ્રાણઅપાન પછી હવે, વાણી, મન વિશે કહે છે – બેઈન્દ્રિય આદિ જીવો જિલૈંદ્રિયના સંયોગને કારણે ભાષાપણારૂપે ગ્રહણ કરે છે–વાણીને ગ્રહણ કરે છે, અન્ય ગ્રહણ કરતા નથી. અને સંશીજીવો મનસ્પણારૂપે મનોદ્રવ્યને ગ્રહણ કરે છે, અન્ય ગ્રહણ કરતા નથી.
ત્તિ શબ્દ પુદગલોના ઉપકારના વિષયભૂત શરીરાદિના વર્ણનની સમાપ્તિમાં છે. પૂર્વમાં કહ્યું કે પાંચ પ્રકારના શરીરાદિ પુદ્ગલોનો ઉપકાર છે. ત્યાં પ્રશ્ન થાય કે આત્મા શરીરાદિ પુદ્ગલોને કેમ ગ્રહણ કરે છે, જેથી પુદ્ગલોનો ઉપકાર પ્રાપ્ત થાય છે ? એથી કહે છે –