________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૧૭
ભાષ્યઃ
गतिमतां गतेः स्थितिमतां च स्थितेरुपग्रहो धर्माधर्मयोरुपकारो यथासङ्ख्यम् । उपग्रहो निमित्तमपेक्षाकारणं हेतुरित्यनर्थान्तरम् । उपकारः प्रयोजनं गुणोऽर्थ इत्यनर्थान्तरम् ।।५/१७ ।।
૨૦
ભાષ્યાર્થ ઃ
गतिमतां • કૃત્યનર્થાન્તરમ્ ।। ગતિમાન એવા જીવ અને પુદ્ગલદ્રવ્યોની ગતિનો અને સ્થિતિમાન= સ્થિતિને પામતા, જીવ અને પુદ્ગલની સ્થિતિનો ઉપગ્રહ ધર્મ-અધર્મનો યથાસંખ્ય ઉપકાર છે.
ઉપગ્રહનો અર્થ કરે છે -
ઉપગ્રહ, નિમિત્ત, અપેક્ષાકારણ, હેતુ એ અનર્થાંતર છે=એકાર્થવાચી છે.
ઉપકારનો અર્થ કરે છે -
ઉપકાર, પ્રયોજન, ગુણ અને અર્થ એ અનર્થાંતર છે=એકાર્થવાચી છે. II૫/૧૭।।
ભાવાર્થ:
',
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બે દ્રવ્ય લોકવ્યાપી સ્થિર પદાર્થ છે અને લોકમાં વર્તતા પુદ્ગલ અને જીવો ગતિ પણ કરે છે અને સ્થિર પણ થાય છે જ્યારે સ્થિર પરિણામવાળા જીવ અને પુદ્ગલ ગતિપરિણામવાળા થાય છે ત્યારે ધર્માસ્તિકાયનું અવલંબન લે છે. જ્યારે ગતિપરિણામની નિવૃત્તિ કરીને સ્થિતિપરિણામવાળા થાય છે ત્યારે અધર્માસ્તિકાયનું અવલંબન લે છે. તેથી ગતિપરિણામવાળું દ્રવ્ય પણ સ્થિર થવા માટે યત્ન કરતું હોય ત્યારે તેમાં કાંઈક કંપન અવસ્થા હોય તોપણ તે અધર્માસ્તિકાયનું અવલંબન લઈને સ્થિર થવા યત્ન કરે છે. આથી જ મહાત્માઓ આત્મભાવમાં સ્થિર થવા યત્ન કરે છે ત્યારે સંપૂર્ણ નિકંપ અવસ્થા નહિ હોવા છતાં અધર્માસ્તિકાયના અવલંબનથી સ્થિર થવાનો યત્ન છે, જ્યારે તે મહાત્મા ત્રણ ગુપ્તિપૂર્વક પણ ગમનને અનુકૂળ પરિણામવાળા હોય છે ત્યારે ધર્માસ્તિકાયના અવલંબનવાળા હોય છે, સૂક્ષ્મ પદાર્થનું ચિંતવન કરે છે ત્યારે પણ ધર્માસ્તિકાયના અવલંબનવાળા હોય છે અને સૂક્ષ્મ પદાર્થનો નિર્ણય કરીને તે સૂક્ષ્મ પદાર્થમાં સ્થિર થવા યત્ન કરે છે ત્યારે અધર્માસ્તિકાયનું અવલંબન લે છે.
સૂત્રમાં કહેલ ઉપગ્રહનો અર્થ કરે છે
ઉપગ્રહ એટલે નિમિત્ત, અપેક્ષાકારણ, અથવા હેતુ. આ બધા ઉપગ્રહના અર્થો છે.
એથી એ પ્રાપ્ત થાય કે ગતિમાં નિમિત્તકા૨ણ ધર્માસ્તિકાય છે અથવા અપેક્ષાકારણ ધર્માસ્તિકાય છે અર્થાત્ જીવ કે પુદ્ગલ પોતાના પરિણામથી ગતિ કરે છે તે ગતિ કરાવવામાં નિમિત્ત ધર્માસ્તિકાય બને છે, સાક્ષાત્ ગતિનો હેતુ નથી; પરંતુ નિમિત્તરૂપે જ ગતિનો હેતુ છે. આથી જીવ સ્વયં ગતિપરિણામવાળો થાય છે ત્યારે ધર્માસ્તિકાયનું અવલંબન લે છે. માટે ધર્માસ્તિકાય ગતિનું કારણ છે.