________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૧૬ પ્રદેશનો સંહારનો અને વિસર્ગનો સંભવ હોતે છતે અસંખ્યેયભાગાદિમાં જીવનું અવગાહન કેમ છે ? એક પ્રદેશાદિમાં કેમ નથી ?
‘કૃતિ’ શબ્દ શંકાની સમાપ્તિમાં છે.
૧૮
આમાં=પૂર્વમાં કરેલી શંકામાં, ઉત્તર અપાય છે – સંસારીનું સયોગપણું હોવાથી=યોગરૂપ શરીરથી સહિતપણું હોવાથી, એક આદિ આકાશપ્રદેશમાં અવગાહન નથી અને સિદ્ધોનું ચરમ શરીર ત્રિભાગહીન અવગાહીપણું હોવાથી એક પ્રદેશાદિમાં અવગાહન નથી. II૫/૧૬॥
ભાવાર્થ:
પ્રદીપ જેમ નાના ગૃહમાં હોય તો નાના ગૃહને પ્રકાશિત કરે છે, મોટા ગૃહમાં હોય તો મોટા ગૃહને પ્રકાશિત કરે છે અથવા તેના ઉપર કોઈ વસ્તુ ઢાંકી હોય તે નાની હોય તો નાની વસ્તુ પ્રમાણ પ્રકાશ ફેલાય છે અને મોટી વસ્તુ ઢાંકી હોય તો તેના વિસ્તાર પ્રમાણ પ્રકાશ ફેલાય રીતે જીવના પ્રદેશોનો સંકોચરૂપ સંહાર અને વિકાસરૂપ વિસર્ગ ઇષ્ટ છે. તેથી જીવ સર્વ લોકાકાશમાં વ્યાપી નથી, પરંતુ લોકાકાશના અસંખ્યાત ભાગમાં કે સંખ્યાત ભાગમાં કે સર્વલોકમાં અવગાહ કરે છે. આ રીતે પ્રદેશોના સંહાર અને વિસર્ગ દ્વારા જીવ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને પોતાનાથી અન્ય એવા જીવોના પ્રદેશના સમુદાયરૂપ પાંચ પ્રકારના શ૨ી૨ સ્કંધોને વ્યાપ્ત થાય છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે ધર્માસ્તિકાયદ્રવ્ય પણ પ્રદેશના સમુદાયરૂપ શરીરનો એક સ્કંધ છે. અધર્માસ્તિકાયદ્રવ્ય પણ પ્રદેશના સમુદાયરૂપ એક સ્કંધ છે અને લોકાકાશવર્તી આકાશપ્રદેશોના સમુદાયરૂપ એક શરીર સ્કંધ અને પોતાનો આત્મા જ્યાં વર્તે છે ત્યાં વર્તતા અન્ય જીવોના પ્રદેશોનો સમુદાય એ રૂપ શરી૨ સ્કંધ છે અને પોતે જ્યાં વર્તે છે ત્યાં રહેલા પુદ્ગલના પ્રદેશના સમુદાયરૂપ એક શરી૨ સ્કંધ છે. આ પાંચેય શરી૨ સ્કંધની સાથે પ્રદેશના સંહાર અને વિસર્ગ દ્વારા જીવ ક્યારેક મોટા પ્રમાણના શરીર સાથે વ્યાપ્ત થાય છે, ક્યારેક અણુ પ્રમાણ=નાના શરીર સાથે વ્યાપ્ત થાય છે.
આ રીતે, પ્રદેશ અને સંહાર દ્વારા પાંચ પ્રકારના શરીર સ્કંધ સાથે જીવ વ્યાપ્ત થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે આ પાંચેય દ્રવ્યોની પરસ્પર વૃત્તિનો વિરોધ થશે તેના સમાધાનરૂપે ભાષ્યકારશ્રી કહે છે
—
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવ અમૂર્ત દ્રવ્ય હોવાથી તેઓની પરસ્પર વૃત્તિ વિરોધી નથી અને પુદ્ગલો મૂર્ત હોવાથી મૂર્ત એવા પુદ્ગલોમાં ધર્માસ્તિકાયાદિ એવા ચાર અમૂર્ત દ્રવ્યની વૃત્તિ વિરોધી નથી. તેથી એ પ્રાપ્ત થાય કે પુદ્ગલો ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં રહેતાં નથી પરંતુ અમૂર્ત એવા ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્યો પુદ્ગલમાં રહે છે. અવગાહ માત્ર આકાશ જ આપે છે, અન્ય કોઈ દ્રવ્ય અવગાહ આપતાં નથી. વૃત્તિ અવગાહથી વિલક્ષણ ધર્મ છે. જેમ જીવને પોતાના સ્વભાવમાં વૃત્તિ છે તે અવગાહરૂપ નથી, ઘટમાં પાણી ૨હે છે તે અવગાહરૂપ નથી પરંતુ વૃત્તિરૂપ છે તેમ અમૂર્ત એવા ધર્માસ્તિકાયાદિ ચારેય દ્રવ્યો પરસ્પર એકબીજામાં વૃત્તિ પામે છે અને પુદ્ગલમાં અમૂર્ત એવાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો વૃત્તિ પામે છે.