________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૧૬
સૂત્રાર્થ :
પ્રદેશના સંહાર અને વિસર્ગ દ્વારા=જીવના પ્રદેશોના સંકોચ અને વિકાસ દ્વારા, જીવની અસંખ્યાત ભાગાદિમાં અવગાહના છે, પ્રદીપની જેમ. II૫/૧૬
ભાષ્યઃ
जीवस्य हि प्रदेशानां संहारविसर्गाविष्टौ प्रदीपस्येव । तद्यथा तैलवर्त्यग्न्युपादानप्रवृद्धः प्रदीपो महतीमपि कूटागारशालां प्रकाशयति, अण्वीमपि, माणिकावृतो माणिकां, द्रोणावृतो द्रोणं, आढकावृतश्चाढकं, प्रस्थावृतः प्रस्थं, पाण्यावृतः पाणिमिति । एवमेव प्रदेशानां संहारविसर्गाभ्यां जीवो महान्तमणुं वा पञ्चविधं शरीरस्कन्धं धर्माधर्माकाशपुद्गलजीवप्रदेशसमुदायं व्याप्नोतीति, अवगाहत इत्यर्थः । धर्माधर्माकाशजीवानां परस्परेण पुद्गलेषु च वृत्तिर्न विरुद्ध्यते, अमूर्तत्वात् । अत्राह-सति प्रदेशसंहारविसर्गसम्भवे कस्मादसङ्ख्येयभागादिषु जीवानामवगाहो भवति नैकप्रदेशादिष्विति ?, अत्रोच्यते सयोगत्वात् संसारिणां चरमशरीरत्रिभागहीनावगाहित्वाच्च सिद्धानामिति
।।/૬।।
૧૭
-
-
ભાષ્યાર્થ :
.....
जीवस्य • સિદ્ધાનામિતિ ।। જીવના પ્રદેશોનો સંહાર અને વિસર્ગ પ્રદીપની જેમ ઇષ્ટ છે. તે આ પ્રમાણે તેલવર્તી વાટની સાથે અગ્નિના ગ્રહણથી પ્રવૃદ્ધ થયેલો એવો જે પ્રદીપ મોટી પણ કૂટાગારશાળાને પ્રકાશન કરે છે અને નાની પણ કૂટાગારશાળાને પ્રકાશિત કરે છે. માણિકાથી આવૃત માણિકાને પ્રકાશિત કરે છે, દ્રોણથી આવૃત દ્રોણને પ્રકાશિત કરે છે, આઢકથી આવૃત આઢકને પ્રકાશિત કરે છે, પ્રસ્થથી આવૃત પ્રસ્થને પ્રકાશિત કરે છે અને પાણિથી આવૃત=હાથથી આવૃત, પાણિને પ્રકાશિત કરે છે.
‘કૃતિ’ શબ્દ ‘તદ્યથા’થી શરૂ કરેલા કથનની સમાપ્તિમાં છે.
એ રીતે જ=જે રીતે પ્રદીપના પ્રકાશના અવયવોનો સંહાર અને વિસર્ગ છે એ રીતે જ, પ્રદેશોના સંહાર અને વિસર્ગથી=જીવપ્રદેશોના સંહાર અને વિસર્ગથી, જીવ ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ અને જીવપ્રદેશના સમુદાયરૂપ મહાન અથવા અલ્પ પાંચ પ્રકારના શરીર સ્કંધને વ્યાપ્ત થાય છે અર્થાત્ અવગાહન કરે છે.
ધર્મ, અધર્મ, આકાશ અને જીવોની પરસ્પર વૃત્તિ વિરુદ્ધ નથી અને પુદ્ગલોમાં ધર્માદિ ચારેયની વૃત્તિ વિરુદ્ધ નથી; કેમ કે ધર્માદિ ચારેયનું અમૂર્તપણું છે.
અહીં શંકા કરે છે=સૂત્રમાં કહેલ કે પ્રદેશ સંહાર-વિસર્ગ દ્વારા જીવની અસંખ્યય ભાગમાં અવગાહના છે એ કથનમાં શંકા કરે છે -