________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૧૪
ભાષ્યાર્થ:
अप्रदेश ...... ચ ।। અપ્રદેશ એવા પરમાણુ, સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશોના સ્કંધોરૂપ પુદ્ગલોનો એકાદિ આકાશપ્રદેશોમાં ભાજ્ય અવગાહ છે=વિકલ્પથી અવગાહ છે.
ભાજ્ય શબ્દના પર્યાયવાચી બતાવતાં કહે છે
ભાજ્ય, વિભાજ્ય, વિકલ્પ્ય એ અનર્થાંતર છે=એકાર્થવાચી છે.
પુદ્ગલોનું અવગાહન કઈ રીતે ભાજ્ય છે ? તે “તદ્યા”થી સ્પષ્ટ કરે છે –
પરમાણુનું એક જ પ્રદેશમાં અવગાહન છે. ક્ર્મણુકનું એક પ્રદેશમાં અને બે પ્રદેશમાં અવગાહન છે=કોઈક ચણુકનું એક પ્રદેશમાં અવગાહન છે, વળી કોઈક ક્ર્મણુકનું બે પ્રદેશમાં અવગાહન છે, ઋણુકનું એક પ્રદેશમાં, બે પ્રદેશમાં અથવા ત્રણ પ્રદેશમાં અવગાહન છે, એ રીતે ચતુરણુક આદિનું જાણવું. સંધ્યેયપ્રદેશવાળા, અસંખ્યેયપ્રદેશવાળા સ્કંધોનું એકાદિ પ્રદેશોમાં, સંધ્યેય પ્રદેશમાં, અસંખ્યેય પ્રદેશમાં અવગાહન જાણવું અને અનંત પ્રદેશના સ્કંધની એકાદિ પ્રદેશમાં, સંખ્યાત આકાશપ્રદેશમાં અને અસંખ્યાત આકાશપ્રદેશમાં અવગાહના જાણવી. ।।૫/૧૪/
ભાવાર્થ:
પુદ્ગલદ્રવ્યોમાં પરમાણુ અપ્રદેશવાળા છે અને તે પરમાણુ નિયમા એક આકાશપ્રદેશની અવગાહનામાં રહે છે. ચણુક એક આકાશપ્રદેશ પર પણ રહે છે અને બે આકાશપ્રદેશ ઉપર પણ રહે છે પરંતુ ક્યારેય ત્રણ-ચાર આકાશપ્રદેશ પર દ્વણુક રહેતો નથી. ઋણુક એક આકાશપ્રદેશ પર રહે છે, બે આકાશપ્રદેશ પર પણ રહે છે અને ત્રણ આકાશપ્રદેશ ઉપર પણ રહે છે પરંતુ ચાર આદિ આકાશપ્રદેશ ઉપર ક્યારેય રહેતો નથી. આ નિયમ અનુસાર ચાર અણુથી માંડીને અનંત પ્રદેશવાળા સ્કંધની મર્યાદા છે. ફક્ત અનંત પ્રદેશનો સ્કંધ એક આકાશપ્રદેશ ઉપર રહે છે, બે આકાશપ્રદેશ ઉપર પણ રહે છે યાવદ્ અસંખ્યાત આકાશપ્રદેશ ઉપર પણ રહે છે.
૧૫
આ અસંખ્યાત આકાશપ્રદેશ પણ લોકાકાશના અસંખ્યાત ભાગ પ્રમાણ જ હોય છે. ફક્ત અચિત્તમહાકંધ જે કેવલીના સમુદ્દાત જેવા સમુદ્દાતકાળમાં સર્વલોકવ્યાપી અસંખ્યાત આકાશપ્રદેશ પ્રમાણ બને છે તે સિવાય તે અચિત્તમહાસ્કંધ પણ લોકાકાશના અસંખ્યાત ભાગ પ્રમાણ જ આકાશપ્રદેશ ઉપર રહે છે.
સૂત્રમાં ભાજ્ય શબ્દ છે તેનો અર્થ કરતાં ભાષ્યકારશ્રી કહે છે ભાજ્ય, વિભાજ્ય અને વિકલ્પ્ય એકાર્થવાચી છે.
-
તેથી એ પ્રાપ્ત થાય કે પુદ્ગલના અવગાહનાના અનેક વિકલ્પો છે અને તે જ ભાષ્યકારશ્રીએ સ્પષ્ટ કર્યા કે અનંત પરમાણુનો સ્કંધ એક આકાશમાં પણ રહી શકે, બે આકાશપ્રદેશમાં રહી શકે અને અસંખ્યાત આકાશપ્રદેશમાં રહી શકે એમ અનેક વિકલ્પો છે, તેને બતાવનાર ભાજ્ય શબ્દ છે. 114/9811