________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૧૬, ૧૭
અહીં, શંકા કરે છે – જો જીવપ્રદેશનો સંકોચ અને વિકાસ થતો હોય તો જીવ ચૌદ રાજલોક પ્રમાણ આત્મપ્રદેશોવાળો હોવા છતાં જેમ અસંખ્યયભાગાદિમાં અવગાહન કરે છે તેમ એક પ્રદેશ, બે પ્રદેશાદિમાં કેમ અવગાહન કરતો નથી ? તેનો ઉત્તર આપતાં કહે છે –
સંસારી જીવનું સયોગપણું છે=ઔદારિક આદિ શરીરરૂપ યોગથી સહિતપણું છે, અને ઔદારિક આદિ શરીરમાંથી કોઈપણ શરીર અસંખ્યાત પ્રદેશથી અલ્પ ક્ષેત્રમાં રહી શકે તેમ નથી. તેથી સંસારી જીવોની અવગાહના અતિ અલ્પ પ્રમાણમાં હોય તોપણ અસંખ્યાત આકાશપ્રદેશ પ્રમાણ જ પ્રાપ્ત થાય છે.
અહીં પ્રશ્ન થાય કે ઔદારિક આદિ શરીરના સંબંધને કારણે સંસારી જીવોની એકાદિ પ્રદેશમાં અવગાહના ન થાય પરંતુ શરીર રહિત સિદ્ધના જીવોની અવગાહના એકાદિ પ્રદેશમાં કેમ થતી નથી ? તેથી કહે છે –
સિદ્ધના જીવો ચરમશરીરથી ત્રીજા ભાગ હીન અવગાહી છે તેથી તેઓની પણ અવગાહના એકાદિ પ્રદેશમાં થતી નથી. જોકે જીવ કેવલી મુદ્દાત વખતે પ્રયત્નથી જેમ લોકવ્યાપી આત્મપ્રદેશોને કરી શકે છે તેમ શરીર રહિત સિદ્ધના જીવો અનંતવીર્યવાળા હોવાથી સંકોચ કરે તો એકાદિ પ્રદેશમાં આત્માની અવગાહનાનો સંભવ હોવા છતાં સર્વથા ઇચ્છારહિત અને નિષ્ક્રિય પરિણામવાળા સિદ્ધના જીવો ક્યારેય કોઈ પ્રયત્ન કરતા નથી તેથી કોઈ જીવની એક આદિ પ્રદેશમાં અવગાહના નથી. પ/૧૬ાા
ભાષ્ય :
अत्राह - उक्तं भवता धर्मादीनस्तिकायान् परस्ताल्लक्षणतो वक्ष्याम (अ० ५, सू० १) इति, तत् किमेषां लक्षणमिति ? अत्रोच्यते -
ભાષ્યાર્થ :
અહીં=ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની અવગાહના બતાવી ત્યાં, પ્રશ્ન કરે છે – તમારા વડે સૂત્ર-૧માં કહેવાયેલું કે ધમસ્તિકાયાદિને આગળમાં લક્ષણથી અમે કહીશું. તેથી આમનું ધમસ્તિકાયાદિનું, શું લક્ષણ છે?
ત્તિ શબ્દ પ્રશ્નની સમાપ્તિમાં છે. તે પ્રશ્નનો ગ્રંથકારશ્રી જવાબ આપે છે – સૂત્ર -
गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः ।।५/१७।। સૂત્રાર્થ -
ગતિનો ઉપગ્રહ ધર્મનો ઉપકાર છે, સ્થિતિનો ઉપગ્રહ અધર્મનો ઉપકાર છે. I૫/૧૭TI