________________
૧૩
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૧૧, ૧૨
તેથી એ પ્રાપ્ત થાય કે સ્કંધોને આ આદિ છે આ મધ્ય છે એ પ્રકારની અવશ્ય પ્રાપ્તિ હોય છે. આથી જ અનંત પરમાણુના સ્કંધ એક આકાશમાં અવસ્થિત હોય ત્યારે ક્ષેત્રને સામે રાખીને આ તેનો આદિનો ભાગ છે આ તેનો અંતનો ભાગ છે તેવા વિભાગ થઈ શકે નહીં. તોપણ તે સ્કંધના પરમાણુઓ જ્યારે વિસ્તાર પામે ત્યારે જે પરમાણુ આદિના ભાગમાં છે, જે પરમાણુ મધ્યના ભાગમાં છે અને જે પરમાણુ અંતના ભાગમાં છે તે પ્રકારે જ રહેલા તે પરમાણુનો સ્કંધ સંકોચાયેલો હોવાથી એક આકાશપ્રદેશમાં રહેલો હોવા છતાં બુદ્ધિથી તેના આ પરમાણુ આદિમાં છે, આ મધ્યમાં છે, આ અંતમાં છે તેવો વિભાગ થઈ શકે છે જ્યારે પરમાણુમાં તેવો વિભાગ થતો નથી, તેથી પરમાણુ અપ્રદેશવાળા છે.
વળી, ચણકમાં આદિ અને અંતની પ્રાપ્તિ છે, પરંતુ મધ્યની પ્રાપ્તિ નથી, છતાં કચણુક સપ્રદેશવાળો છે તેનું ઉપલક્ષણથી ગ્રહણ કરવું. ત્રણકાદિ સ્કંધો અવશ્યપણે આદિ અને મધ્યવાળા છે, જ્યારે પરમાણુ આદિવાળો પણ નથી અને મધ્યવાળો નથી, તેથી તે અપ્રદેશવાળો છે. પ/૧૧ાા અવતરણિકા :
ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, પગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને આકાશાસ્તિકાય એમ પાંચ દ્રવ્યો છે, એમ પૂર્વમાં બતાવ્યું ત્યારબાદ તેના પ્રદેશો કેટલા છે ? તે બતાવ્યા. હવે, તે દ્રવ્યોમાંથી અવગાહન કરનારાં ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્યો ક્યાં અવગાહીને રહેલાં છે ? તે બતાવવા અર્થે કહે છે –
સૂત્ર :
નોજાવાશેડવા પાપ/૧૨ાા સૂત્રાર્થ -
લોકાકાશમાં અવગાહ છે. પ/1શા ભાષ્ય :
अवगाहिनामवगाहो लोकाकाशे भवति ।।५/१२।। ભાષ્યાર્થ:
અવાદિના... મતિ | અવગાહિઓનો=અવગાહી એવાં ધમસ્તિકાયાદિ ચાર દ્રવ્યોનો, અવગાહ લોકાકાશમાં છે. I૫/૧૨ા ભાવાર્થ :
આકાશદ્રવ્ય સર્વત્ર છે. કોઈ એવું સ્થાન નથી જ્યાં આકાશદ્રવ્ય ન હોય. આકાશદ્રવ્યનો સ્વભાવ અવગાહનનો છે, છતાં તે આકાશદ્રવ્યમાં જે સ્થાને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ દ્રવ્યો તથાસ્વભાવે રહેલાં છે તે સ્થાન લોકાકાશ શબ્દથી વાચ્ય છે અર્થાત્ આકાશનો તે દેશ લોકાકાશ આત્મક છે. આ