________________
૧૦
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સુત્ર-૧૦, ૧૧
સૂત્રાર્થ :
અને પુદ્ગલના સંખ્યય, અસંખ્યય પ્રદેશો છે. પ/૧૦II ભાષ્ય :
सङ्ख्येया असङ्ख्येया अनन्ताश्च पुद्गलानां प्रदेशा भवन्ति - अनन्ता इति वर्तते ।।५/१०।। ભાષ્યાર્ચ -
કરવા ... વ ા સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો પુગલોના છે. અનંતા એ પ્રમાણે પૂર્વના સૂત્રમાંથી અનુવર્તન પામે છે. પ/૧૦ગા. ભાવાર્થ :
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય જીવ અને આકાશના પ્રદેશો બતાવ્યા પછી અવશેષ એવા પુદ્ગલાસ્તિકાયના જે સ્કંધો છે તેના કેટલા પ્રદેશો છે ? તે બતાવતાં ભાષ્યકારશ્રી કહે છે –
પુદ્ગલોના સ્કંધોના સંખ્યાત પ્રદેશો હોય છે, અસંખ્યાત પ્રદેશો હોય છે અને અનંતા પ્રદેશો પણ હોય છે. તેથી એ પ્રાપ્ત થાય કે અનંત પ્રદેશના સ્કંધો પણ પરિમિત આકાશપ્રદેશ ઉપર રહે છે ત્યારે જીવની જેમ સંકોચ પામે છે તેથી એક આકાશપ્રદેશ ઉપર પણ અનંત પરમાણુના સ્કંધની પ્રાપ્તિ થઈ શકે છે. પ/૧૦માં સૂત્ર :
નાનો ભાઇ/ સૂત્રાર્થ:
અણુને પ્રદેશો નથી. પ/૧૧|| ભાષ્ય :
अणोः प्रदेशा न भवन्ति अनादिरमध्योऽप्रदेशो हि परमाणुः ।।५/११।। ભાષ્યાર્થ :
ગળો .... પરમાણુ ! પરમાણુને પ્રદેશો હોતા નથી. “દિ'=જે કારણથી, અનાદિ છેeતેનો આ પ્રારંભ છે એ પ્રકારના આરંભવાળો નથી, (અ) અમધ્ય=આ તેનો મધ્યભાગ છે એ પ્રકારનો નથી, તે કારણથી પરમાણુ અપ્રદેશ છે. પ/૧૧ ભાવાર્થ
પુદ્ગલોમાં સંખ્ય, અસંખ્ય અને અનંતા પ્રદેશો હોય છે તેમ કહ્યા પછી અણુને પ્રદેશો નથી તેમ સ્થાપન કર્યું. ત્યાં જિજ્ઞાસા થાય કે અણુને પ્રદેશો નથી તેનાથી શું પ્રાપ્ત થાય ? તેથી ભાષ્યકારશ્રી કહે છે –
આ આદિ છે, આ મધ્ય છે, એ પ્રકારનો જેને વિભાગ નથી એવો પરમાણુ અપ્રદેશવાળો છે.