________________
૧૧
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૮, ૯, ૧૦ કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે ધર્માસ્તિકાયદ્રવ્ય અને અધર્માસ્તિકાયદ્રવ્ય અને એક જીવના પ્રદેશો અસંખ્યાત સમાન સંખ્યાવાળા છે. ફરક એટલો જ છે કે ધર્માસ્તિકાયદ્રવ્ય અને અધર્માસ્તિકાયદ્રવ્ય સદા સ્થિર એક સ્વભાવવાળું છે, તેથી તેમાં સંકોચ અને વિકાસ થતો નથી જ્યારે જીવદ્રવ્યના પ્રદેશો ધર્માસ્તિકાયદ્રવ્ય જેટલા જ હોવા છતાં કર્મને વશ જેવદ્રવ્ય શરીરપ્રમાણ કદવાળું બને છે. ત્યારે તેના ઘણા આત્મપ્રદેશો એક આકાશપ્રદેશ ઉપર થવાથી અસંખ્યાત પ્રદેશની અવગાહનાવાળું હોવા છતાં પણ તેના આત્મપ્રદેશો ધર્માસ્તિકાયની અવગણના કરતાં અસંખ્યાતમા ભાગની અવગાહનામાં આવી જાય છે. જીવ જ્યારે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે તેના આત્મપ્રદેશો અત્યંત અલ્પ અવગાહનાવાળા બને છે અને મહાકાય હાથીરૂપે બને છે ત્યારે મોટી અવગાહનાવાળા બને છે, અને કોઈ કેવલી કેવલીસમુદ્ધાત કરે ત્યારે તેમના આત્મપ્રદેશોની અવગાહના ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયની અવગાહનાતુલ્ય થાય છે. આમ છતાં દરેક જીવોના આત્મપ્રદેશો ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયની તુલ્ય સંખ્યાવાળા છે. પિતા સૂત્ર :
માવાસસ્થાનત્તા: ૧/૧ સૂત્રાર્થ :
આકાશને અનંત પ્રદેશો છે. IN/CIL ભાષ્ય :
लोकालोकाकाशस्यानन्ताः प्रदेशाः लोकाकाशस्य तु धर्माधर्मकजीवैस्तुल्याः ।।५/९।। ભાષ્યાર્ચ -
તો વાતો વાસ્થાનત્તા .. થર્મોથર્મનોવૈતુન્યા: લોક-અલોકરૂપ આકાશના અનંત પ્રદેશો છે. વળી લોકાકાશના ધર્મ, અધર્મ અને એક જીવતી સાથે તુલ્ય પ્રદેશો છે. પ/લો ભાવાર્થ :
આકાશના અનંત પ્રદેશો છે; કેમ કે આકાશનું લોકાકાશથી સર્વ દિશામાં અંત વગર સર્વત્ર અવસ્થાન છે, કેવલીને પણ આકાશનો અંત દેખાતો નથી, માટે લોક-અલોકરૂપ આકાશદ્રવ્યના અનંત પ્રદેશો છે. લોકાકાશના પ્રદેશો ધર્મ, અધર્મ અને એક જીવની સાથે તુલ્ય છે; કેમ કે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયદ્રવ્યના અવગાહનના બળથી આકાશના લોકાકાશ અને અલોકાકાશ એમ બે વિભાગ છે. પરમાર્થથી આકાશ એક અખંડ દ્રવ્ય છે. પ/લા
સૂત્ર :
सङ्ख्येयासङ्ख्येयाश्च पुद्गलानाम् ।।५/१०।।