________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩/ અધ્યાય-૫ / સૂત્ર-૬, ૭ ભાવાર્થ :
સૂત્ર-૧માં અજીવકાયો બતાવ્યાં અને સૂત્ર-રમાં અજીવકાયો દ્રવ્ય છે અને અજીવદ્રવ્યથી અતિરિક્ત જીવ પણ દ્રવ્ય છે તેમ બતાવ્યું. તેથી ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યોની પ્રાપ્તિ થઈ અને તે દ્રવ્યો કેવા સ્વરૂપવાળાં છે ? તેનું અત્યાર સુધી સ્વરૂપ બતાવ્યું. હવે સૂત્ર-૧ના ભાષ્યમાં કહેલ કે અજીવકાર્યમાં કાયસંજ્ઞા પ્રદેશ અને અવયવના બહુત્વ માટે આપેલ છે. તેથી શંકા થાય કે ધર્માદિ દ્રવ્યોના પ્રદેશ અને અવયવોનો ક્યો નિયમ છે ? તે નિયમના ઉત્તરરૂપે ભાષ્યકારશ્રી કહે છે –
પરમાણુને છોડીને ધર્માસ્તિકાયાદિ પાંચેય દ્રવ્યોને પ્રદેશો છે. વળી સ્કંધોને જેમ પ્રદેશો છે તેમ અવયવો પણ છે; કેમ કે સ્કંધો સંઘાત અને ભેદથી ઉત્પન્ન થાય છે. તેથી નક્કી થાય છે કે ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યો અનેક અવયવોના સંઘાતરૂપ નથી માટે તેઓના અવયવો નથી પરંતુ માત્ર પ્રદેશો છે.
પરમાણુને છોડીને બાકીનાં દ્રવ્યોને પ્રદેશો છે અને સ્કંધોને અવયવો છે. તે બતાવવા માટે ભાષ્યકારશ્રી યુક્તિ આપતાં કહે છે –
અણુઓ અને સ્કંધો છે” એ પ્રમાણે આગળમાં કહેવાશે. તેથી નક્કી થાય છે કે અણુઓને પ્રદેશ નથી. “સંઘાત અને ભેદથી સ્કંધો ઉત્પન્ન થાય છે” તેથી નક્કી થાય છે કે સ્કંધોને જેમ પ્રદેશો છે તેમ અવયવો પણ છે. આથી જ તે અવયવોના સંઘાતથી સ્કંધો બનેલા છે અને ભેદ દ્વારા તે સ્કંધના અવયવો છૂટા પડે છે.
જ્યારે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના વિભાગથી અવયવો છૂટા પડતા નથી કે અવયવોના સમૂહથી ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો બનતાં નથી માટે તે સર્વ દ્રવ્યને અવયવો નથી. આ પ્રકારે સમાધાન કર્યા પછી ત્યાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં કોને કેટલા પ્રદેશો છે ? તે આગળના સૂત્રથી બતાવે છે. પ/કા ભાષ્ય :
તત્ર -
ભાષ્યાર્થ:
ત્યાં કોને કેટલા પ્રદેશો છે ? તે પ્રસ્તુત સૂત્રમાં બતાવે છે –
સૂત્ર -
असङ्ख्येयाः प्रदेशा धर्माधर्मयोः ।।५/७।। સૂત્રાર્થ :
ધર્મ અધર્મના અસંખ્યાત પ્રદેશો છે. પ/ગા ભાષ્ય :प्रदेशो नामापेक्षिकः सर्वसूक्ष्मस्तु परमाणोरवगाह इति ।।५/७॥