________________
તત્ત્વાર્થાધિગમસુત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સુત્ર-૪, ૫ સૂત્ર :
रूपिणः पुद्गलाः ।।५/४॥ સૂત્રાર્થ :
પગલો રૂપી છે. પ/૪ ભાષ્ય :
पुद्गला एव रूपिणो भवन्ति, रूपमेषामस्त्येषु वाऽस्तीति रूपिणः ।।५/४।। ભાષ્યાર્થ -
પુરાના ... રૂપ: 1 પુદગલ જ રૂપી હોય છે. રૂપ આમને છે અથવા આમનામાં રૂપ છે એ રૂપી. પ/૪ ભાવાર્થ -
પૂર્વમાં બતાવેલા ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યોમાં પુદ્ગલ જ રૂપી છે, અન્ય કોઈ રૂપી નથી. જોકે સંસારી જીવો પુદ્ગલની સાથે કથંચિત્ એકત્વભાવ પામેલા હોવાથી સર્વથા અરૂપી નથી, પરંતુ કથંચિત્ અરૂપી છે; છતાં પાંચ દ્રવ્યોનો ગ્રંથકારશ્રીએ જે રીતે વિભાગ કર્યો તે રીતે રૂપ પુલમાત્રમાં છે, અન્ય કોઈ દ્રવ્યમાં નથી. જીવદ્રવ્ય પણ અરૂપી જ છે, તેથી પુદ્ગલ સાથે કથંચિત્ એક થવા છતાં જીવમાં થનારા ક્રોધાદિ ભાવો સુખ-દુઃખના ભાવો પણ અરૂપી જ છે. ફક્ત દેહની સાથે અને કર્મપુદ્ગલોની સાથે જીવ કથંચિત એકત્વભાવને પામેલ છે. તેથી પુદ્ગલમાં વર્તતા રૂપનો જીવમાં ઉપચાર કરીને સંસારી જીવન કથંચિત્ રૂપી કહેવાય છે, પરમાર્થથી તો પુદ્ગલ જ રૂપી છે.
રૂપી શબ્દની વ્યુત્પત્તિ સ્પષ્ટ કરતાં કહે છે – જેઓને રૂપ છે તે રૂપી કહેવાય. પુદ્ગલને રૂપ છે માટે પુદ્ગલને રૂપી કહેવાય. અથવા જેઓમાં રૂપ છે, તે રૂપી કહેવાય. તેથી રૂપનું અધિકારણ પુદ્ગલ છે, તેમ સ્વીકારવામાં પણ વિરોધ નથી તે બતાવવા માટે પુદ્ગલોમાં રૂ૫ છે, તેમ કહેલ છે. પ/૪ સૂત્ર -
आ आकाशादेकद्रव्याणि ।।५/५।। સૂત્રાર્થ -
આકાશ સુધી ધર્માસ્તિકાયાદિના ક્રમથી વર્ણન કરાયેલાં દ્રવ્યોમાં આકાશ સુધી, એક દ્રવ્ય છે. પિતૃપા