________________
કાલલોક-સર્ગ ૨૮ शालिप्रभृतयो धान्य श्रेणयो नम्रमौलयः । फलोद्रेकेऽपि विनया-द्व्यंजयंति सतां स्थितिं ॥४२॥ क्रीडंति फुल्लांभोजेषु सरस्सु स्वच्छवारिषु । राजहंसा राजहंसा इव दर्पणवेश्मसु ॥४३॥ શનૈઃ શનૈઃ સંતિ શાન્નિક્ષેત્રાંતમૂgિ | प्रसरगोपिकागीत-दत्तकर्णाः प्रवासिनः ॥४४॥ उच्चैरुपदिशंतीव मंचस्थाः क्षेत्ररक्षकाः । परोपकारं धान्येषु धुतमौलिषु विस्मयात् ॥४५॥ रक्षितेष्वपि जाग्रद्भि-दृषद्व्यग्रकरैर्नरैः । परक्षेत्रेष्वापतंति पक्षिणः कामुका इव ॥४६॥ एवं नानाविधो लोके ऋतुभेदोऽपि विश्रुतः ।
निर्हेतुको भवन् कालं स्वमाक्षिपति कारणं ॥४७॥ तथाहि - चूताद्याः शेषहेतूनां सत्त्वेऽपि फलवंचिताः ।
कालद्रव्यमपेक्षते नानाशक्तिसमन्वितम् ॥४८॥ ફળ અધિક હોવા છતાં પણ ડાંગર વિગેરે ધાન્યના મસ્તક નીચા નમી જાય છે, તેથી તેઓ એમ જણાવે છે કે નમ્રતા અને વિનયપૂર્વક જ સપુરુષની સ્થિતિ હોય છે.૪૨.
જેમ અરીસાભવનમાં ચક્રવર્તી રાજાઓ ક્રીડા કરે છે, તેમ વિકસ્વર કમળવાળા અને સ્વચ્છ પાણીવાળા સરોવરમાં રાજહંસ પક્ષીઓ ક્રીડા કરે છે.૪૩.
શાલિના ક્ષેત્રને છેડે ગવાતા ગોપિકાઓના ગીત સાંભળવામાં લીન એવા પથિકજનો ધીમે ધીમે ચાલે છે.૪૪.
માંચા ઉપર રહેલા ક્ષેત્રના રક્ષકો મસ્તકને ધુણાવતા એવા ધાન્યોને વિષે વિસ્મય પામીને જાણે પરોપકારનો ઉપદેશ આપે છે. ૪૫.
સાવધાન અને હાથમાં ગોફણ રાખીને રહેલા પુરુષો, ક્ષેત્રનું ચારે તરફથી રક્ષણ કરે છે તોપણ તેમાં (પરઘરમાં) કામુક પુરુષોની જેમ પક્ષિઓ આવે જ છે.૪૬.
આ રીતે વિવિધ પ્રકારનો ઋતુ ભેદ જગતમાં પ્રસિદ્ધ છે, તે હેતુ વિના હોઈ શકે નહીં, તેથી કાળ જ તેનું કારણ છે એમ તે જણાવે છે. ૪૭.
તે આ પ્રમાણે આમ્ર વિગેરે વૃક્ષો બીજાં સર્વ કારણો હોવા છતાં પણ (તરતમાં) ફળ રહિત હોય છે, તેથી તે વિવિધ શક્તિવાળા કાળદ્રવ્યની અપેક્ષા રાખે છે.૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org