________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધી. સફાળા નામના ભાગ લગી જતાં, અને છ ની સોનું, રૂપું અને બીજે માલ લઈ પાછાં ફરતાં. આ હકીકતમાં યહુદી લેકેને હિંદુસ્તાન સાથે પ્રત્યક્ષ વ્યવહાર હતો કે નહીં એ દેખાતું નથી. વેપારને લીધે સેલેમન રાજાએ જેરૂસલમ શહેર અનેક ઉત્કૃષ્ટ ચીજે વડે સુશોભિત કર્યું. બાઈ બલમાંના સોલોમનના સ્તોત્રમાં વેપારી માલની જે યાદી આપેલી છે તેમાંની કેટલીક વસ્તુઓ હિંદુસ્તાનમાંથી જ ગઈ હશે એ ચેકસ છે. તેના સિંહાસન ઉપર જડેલે હાથીદાંત, તેનું સુંદર જવાહીર, સેનાની ત્રણ ટાલ, મસાલા, તેને બાગમાંનાં વાંદરા અને મોર, અને દેવળના સુખડના દરવાજા એ સઘળાં હિંદુસ્તાનથી આવેલાં હતાં. મિસરના રાજા કેરેની છોકરીનાં લગ્ન સોલેમન સાથે થયાં તે સમયના “વિવાહ-મંગળ-તેત્ર” માં પણ વેપારનું મહત્વ પૂર્ણપણે વર્ણવેલું છે. સેલેમન માટે મિસરમાંથી ઘડા અને વો આવ્યાં હતાં. આ પછી યહુદી લેકનું રાજ્ય જલદીથી લય પામ્યું. ઈ. સ. પૃ. 976 માં સોલોમન મરણ પામતાં તેના રાજ્યના વિભાગ પડી ગયા, અને ત્યાર પછીનાં એક હજાર વર્ષમાં મિસર, એસિરિઆ, બેબીલેનીઆ, પર્શિઆ, ગ્રીસ અને રોમનાં રાજ્યો એક પછી એક સિરિઆમાં પ્રબળ થયાં. જે રાજ્ય પ્રબળ થતું તે બીજાને જીતી લઈ પોતાની સત્તા વધારતું; એ પછી એ રાજ્યના નાશમાંથી બીજુંજ રાજ્ય ઉદય પામતું. તે સમયના આ ઉદય અને અસ્તનું કારણ વેપારજ હતું, એ નિર્વિવાદ છે. 6, સિકંદર બાદશાહનું વેપારી ધોરણ –ગ્રીસ દેશના બાદશાહ સિકંદરે ઈ. સ. પૂ. 327 માં હિંદુસ્તાન ઉપર સ્વારી કરી. આ બાદશાહ પૂર્વ તરફના વેપારનું મહત્વ ઘણી સારી રીતે સમજતો હોવાથી સર્વ જમીન તેમજ સમુદ્ર ઉપર પિતાનું રાજ્ય લંબાવવાની તેને મહત્યાકાંક્ષા થઈ હતી. ફિનિશિયન લેકે ચેડાંક જહાજની મદદથી સર્વ શત્રુઓ સામે ટકર છલી પિતાનો બચાવ કરે છે, તેમજ હિંદુસ્તાનને જળમાર્ગે ચાલતે સઘળો વેપાર પિતાના તાબામાં લઈ સંપત્તિવાન થયા છે, એ જોઈ સિકંદર બાદશાહે તેઓની સત્તા છીનવી લેવા અથાગ મહેનત કરી. મિસર