________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. 11 રીતે ઈગ્લેંડ અને હલંડ વેપારથી ધનવાન થયાં તેવી જ રીતે પ્રાચીન કાળમાં ફિનિશિયન રાજ્ય સધન થયું હતું. ફિનિશિયન ખલાસીઓ દરીઆ ઉપર મુસાફરી કરનારા તરીકે ઘણું પ્રખ્યાત થયા હતા, અને તેમને વિશેષ લાભકારક વેપાર હિંદુસ્તાન સાથેજ હતે. હિંદુસ્તાનમાં વેપારી માલ જળમાર્ગે ઈરાનના અખાત લગી આવતું, અને ત્યાંથી જમીન ઉપર થઈને પશ્ચિમે ભૂમધ્ય સમુદ્ર ઉપર જ. ફિનિશિયન લેકેની રાજધાની ટાયર ભૂમધ્ય સમુદ્ર ઉપર હતી; પણ નૈકાનયનવિદ્યામાં તેઓ ઘણું પછાત હેવાથી તેઓ પિતાનાં વહાણ લઈ હિંદુસ્તાન આવી શક્યા નહીં. રાતા સમુદ્રના ઉત્તર ભાગમાં બે નાનાં અખાત આવેલાં છે. એક ઝનું અને બીજું અકાબાનું. આ બન્ને અખાતની વચમાં ઈનિઅન નામના લેકેનું રાજ્ય હતું. એની પાસેથી ફિનિશિયન લેકેએ વેપારની વૃદ્ધિ માટે રાતા સમુદ્રના કિનારા ઉપર આવેલાં ચાર ઉત્તમ બંદરે જીતી લીધાં. આ બંદર મારફત તેઓ પિતાનો વ્યવહાર એક તરફ હિંદુસ્તાન સાથે અને બીજી તરફ આફ્રિકાના પૂર્વ અને દક્ષિણ કિનારા સાથે ચલાવતા. તથાપિ રાતા સમુદ્રથી ટાયર શહેર ઘણું દૂર હેવાથી એ સમુદ્રની પાસે પડે તેવું ભૂમધ્ય સમુદ્ર ઉપર આવેલું હિનકેલ્યુરા નામનું બંદર તેઓએ મેળવ્યું. એ ઠેકાણે હિંદુસ્તાનને સઘળો માલ તેઓ લાવતા, અને ત્યાંથી ટાયર લઈ જઈ યુરોપમાં જુદે જુદે ઠેકાણે મેકલતા. હિંદુસ્થાન સાથે વેપાર કરવાને આજ રસ્તે વિશેષ સવળ પડતું હતું, અને બીજા માર્ગ કરતાં અહીં ત્રાસ અને ખરચ ઓછાં પડતાં. આ માર્ગે ચાલેલા વેપારથી ફિનિશિયન લેકે એટલા ધનાઢય થયા કે ટાયરનો વેપારી એક નાનો રાજા હોય તેમ પૃથ્વી ઉપરના સઘળા લેકે તેને માન આપતા એમ - (બાઈબલમાં?) કહેવાય છે. સિકંદર બાદશાહે ટાયર જમીનદોસ્ત કરી સિડેનને કબજે લીધો ત્યારે ફિનિશિયન લેકે સદંતર નાશ પામ્યા. 5, યાહુદી લોકોનો વેપાર-જ્ય અથવા યહુદી લેકેનું રાજ્ય ફિનિશિયન લેકેને મુલકની જોડાજોડ હતું અને ટાયરની સંપત્તિ જોઈ તેઓએ પણ વેપારને માર્ગ સ્વીકાર્યો હતે. ડેવીડ અને સોમન