________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. પિતાની કારકિર્દીમાં પૂર્વ તરફના વેપારને વિશેષ સવળતા કરી આપેલી હોવાથી બીજાં બે હજાર વર્ષ લગી એ વેપાર વધતો ચાલ્યો. આ લાંબા કાળમાં સઘળાં સેમેટિક રાજ્ય હિંદુસ્તાન સાથે ઘણું નિકટ સંબંધમાં આવ્યાં હતાં. એ સંબંધને લીધે તે સમયની ધર્મની સમજમાં અનેક ફેરફાર થયા હતા. હિંદુસ્તાનની દેવનાગરી લિપિના અક્ષરે અને કેટલીક યુપીઅન ભાષાના અક્ષરે મૂળ મિસર અક્ષરનું માત્ર રૂપાંતર હેય એમ કેટલાક ધખોળ ચલાવનારા માને છે. મિસર દેશમાંના અક્ષરે ફિનિશિયન વેપારીઓ યુરેપમાં અને આરબ લેકે હિંદુસ્તાનમાં લઈ ગયા એવું કહેવાય છે. ટુંકમાં ધર્માચાર, અક્ષરલિપિ અને નાણાની બાબતમાં પ્રાચીન એશિઆ તથા અર્વાચીન યુરેપ માત્ર સરખાં જ નહીં પણ એકજ હતાં (બર્ડવુડ). પાકશાસ્ત્ર જેવી સાધારણ બાબતમાં પણ કેસરને ઉપયોગ કર્નવલના કિનારાથી બ્રહ્મદેશ લગી પૂર્વ કાળથી સઘળે સામાન્ય હતે. ઉપર કહેલા પદાર્થોનાં નામ ગ્રીક ઈતિહાસકાર એરીઅનના ગ્રંથમાંથી પણ મળી આવે છે. એકંદર રીતે જોતાં આ વેપાર ઘણું પ્રાચીન કાળથી ચાલતો આવેલે હેવાથી હમણાની માફક તે વખતનાં રાજ્યો તેને લીધેજ ધનાઢ્ય થયાં હતાં, અને તેઓ વચ્ચે ચાલેલી લડાઈઓ પણ આ વેપારને માટેજ હતી, એમ સહેલથી માની શકાશે. સિકંદર બાદશાહે આ વેપારને માટેજ અલેકઝા આ વસાવ્યું હતું; અને એજ કારણને લીધે આરબ લેકેએ સને 675 માં બસરા, અને સને ૭૬ર માં બગદાદ શહેર વસાવ્યાં હતાં. ગ્રીક, કાળુંજીનિયન, મન, બાઈઝેન્ટાઈન એટલે પૂર્વ રેમન અને આરબ એ સઘળાં રાજ્ય ભૂમધ્ય સમુદ્રમાં એક પછી એક સર્વોપરી થયાં હતાં તેનું મુખ્ય કારણ હિંદુસ્તાનને વેપારજ લેખી શકાય. * ઈ. સ. પૂ. 1000 થી ઇ. સ. 1000 લગીમાં પશ્ચિમ એશિઆ ખંડમાં જે અનેક રાજ્યો મિસર, સિરિઆ, પેલેસ્ટાઈન, એશિઆ માઇનર, અરબસ્તાન, ઈરાન ઇત્યાદિ ઠેકાણે પ્રસિદ્ધિમાં આવ્યાં તે સઘળાં સેમેટિક રાજ્યની સામાન્ય સંજ્ઞાથી ઓળખાય છે,