________________
૧૮
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪ “સઘ=જંતુના નાશના કાળમાં જ. 'સંમૂચ્છિત'sઉત્પન્ન, અનંતા નિગોદરૂપ જે જીવ=તેઓનું સંતાન ફરી ફરી થવા રૂપ પ્રવાહ તેનાથી દૂષિત છે" એ પ્રમાણે તેની વૃત્તિ છે= યોગશાસ્ત્ર ગ્રંથ'ના ઉદ્ધરણની ટીકા છે. (પત્ર. ૪૪૫)
અને માંસભક્ષકનું ઘાતકપણું જ છે. જે કારણથી કહેવાયું છે – “હણનારો, માંસનો વેચનારો, માંસને સંસ્કાર કરનારો, અને માંસનો ભક્ષક, માંસનો ખરીદનારો, માંસની અનુમોદના કરનારા અને માંસને આપનાર ઘાતક જ છે. જે કારણથી મનુએ કહ્યું છે." જા (યેગશાસ્ત્ર-૩/૨૦)
અને અન્યના પરિહારથી ભક્ષકનું જ વધકપણું છે. જે આ પ્રમાણે – “જેઓ પોતાના માંસની પુષ્ટિ માટે અન્યનું માંસ ખાય છે તેઓ જ ઘાતક છે. જે કારણથી ભક્ષક વગર વધક નથી=માંસ ખાનાર ન હોય તો વધ કરનાર ન હોય.” III (યોગશાસ્ત્ર-૩/૨૩). ભાવાર્થ :
શ્રાવક ભોગોપભોગ વ્રતનું પરિમાણ કરે ત્યારે વર્જનીય એવા બાવીશ અભક્ષ્ય છે તેનું સ્વરૂપ બતાવે છે. તેમાં સકલ શિષ્યલોકોને નિન્દ એવી ચાર મહાવિગઈઓ બતાવે છે –
જે મદ્ય, માંસ, મધુ અને માખણરૂપ છે અને તે ચારે વિગઈમાં તવર્ણવાળા અનેક જીવો ઉત્પન્ન થાય છે માટે વર્જ્ય છે. તેથી એ પ્રાપ્ત થાય કે મધમાં, માંસમાં, મદ્યમાં અને માખણમાં તેઓના વર્ણવાળા જીવો સતત ઉત્પન્ન થાય છે અને મરે છે. માટે શ્રાવકે મદ્યાદિ ચાર મહાવિગઈઓનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ.
મદ્ય શું છે ? તે સ્પષ્ટ કરે છે –
મદ્ય કાષ્ઠથી નિષ્પન્ન અને પિષ્ટથી નિષ્પન્ન છે. તેથી કેટલોક દારૂ અમુક પ્રકારના કાષ્ઠથી ઉત્પન્ન થાય અને કેટલાક દારૂ અમુક પ્રકારના દ્રવ્યના મિશ્રણથી ઉત્પન્ન થાય છે. વળી દારૂ શ્રાવકને શા માટે ત્યાજ્ય છે તેમાં હેત કહે છે. દારૂ ઘણા દોષોનું આશ્રયસ્થાન છે અને મહાઅનર્થનો હેતુ છે. માટે શ્રાવકે મદ્ય=મદિરા-દારૂનો ત્યાગ કરવો જોઈએ.
ક્યા કયા બહુ દોષો થાય છે ? તે બતાવે છે – દારૂ ઘણા મોહનો હેતુ છે. જીવમાં જે સામાન્યથી મોહનો પરિણામ વર્તે છે તે દારૂ પીવાથી અતિશયિત થાય છે.
વળી, દારૂ ઘણા કલહનો હેતુ છે. સામાન્ય રીતે સંસારમાં કલહ થવાનો પ્રસંગ પ્રાપ્ત થતો હોય છે પરંતુ દારૂ પીનારા જીવો પોતાના ઉપરનો કાબૂ ખોઈ નાખે છે ત્યારે ઘણો કલહ કરે છે માટે દારૂ ત્યાજ્ય છે. . વળી, દારૂ ઘણી નિદ્રાનો હેતુ છે. સામાન્ રીતે સંસારી જીવોને નિદ્રા દોષ છે. પરંતુ દારૂ પીનારને ઘણી નિદ્રા આવે છે. ઘણી નિદ્રારૂપ દોષનો હેતુ દારૂ છે માટે દારૂ ત્યાજ્ય છે.
વળી દારૂ મહાપરિભવનો હેતુ છે. સામાન્ય રીતે જીવો પોતાના સ્વાર્થથી બીજાનો પરિભવ કરતા હોય