________________
લ્પ
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૩૮ છે અને તે વખતે પ્રતિજ્ઞા કરે છે કે આ વસ્ત્રાદિની ગાંઠને હું છોડીશ નહીં ત્યાં સુધી રાત્રે સૂવા માટે સ્વીકારાયેલા ઉપભોગ-પરિભોગની સામગ્રીને છોડીને અન્ય કોઈ વસ્તુનો ઉપભોગ કરીશ નહીં અને ઘરની મધ્યમાં દિશાઓના ગમનને છોડીને હું ક્યાંય બહાર જઈશ નહીં અને રાત્રિના મચ્છર જૂ આદિ અનાભોગથી મરી જાય તેને છોડીને કોઈ પ્રાણીનો વધુ હું કરીશ નહિ. તેમજ કોઈપણ પ્રકારનો મૃષાવાદ, કોઈ પ્રકારનું અદત્તાદાન, મૈથુન અને મારો જે વિદ્યમાન પરિગ્રહ છે અને દિવસનો મને જે કોઈ લાભ થયો છે તે સર્વ વિષયોમાં હું કોઈ પ્રવૃત્તિ કરીશ નહીં અને અનર્થદંડનો પણ હું ત્યાગ કરું છું. મનનો સંકોચ કરવો દુષ્કર છે તેથી વચન અને કાયાથી હું કોઈ કાર્ય કરીશ નહીં અને કરાવીશ નહિ. આ પ્રકારે સર્વવિરતિના પરિણામના પ્રતિસંધાનપૂર્વક તેની શક્તિ સંચય અર્થે શ્રાવક પ્રતિદિન ક્ષેત્રનો સંકોચ કરે છે અને વિશેષથી રાત્રે ગ્રંથિ સહિત પચ્ચખ્ખાણ કરે છે જેના કારણે તેના શરીરમાં રહેલા બાહ્ય પદાર્થના મમત્વરૂપ ઝેર અત્યંત અલ્પ થાય છે. જેમ આખા શરીરમાં વ્યાપ્ત થયેલું ઝેર માંત્રિક, મંત્ર દ્વારા દેશના સ્થાને લાવે છે, તેમ આત્મામાં ઘણા પદાર્થો પ્રત્યેના મમત્વરૂપ ઝેરને શ્રાવક ગ્રંથિ સહિત પચ્ચખાણ દ્વારા સંકોચ કરીને સર્વવિરતિના નજીકની ભૂમિકાવાળા પરિણામને પ્રાપ્ત કરે છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે શ્રાવકે ગ્રંથિ સહિત પચ્ચખ્ખાણ કર્યું હોય ત્યારે કોઈ ત્રસ કે સ્થાવર જીવોની હિંસા ન થાય તે રીતે વચન અને કાયાથી શ્રાવકે હિંસાનો ત્યાગ કરવો જોઈએ. તેથી શ્રાવક કોઈ સચિત્ત વસ્તુને અડે નહિ, કાચા પાણી આદિનો પણ આરંભ કરે નહીં અને વચનથી પણ તેવું કાર્ય કરવાનું કોઈને કહે નહિ. વળી, ધર્મધ્યાનનું કારણ હોય તેવા વચનપ્રયોગને છોડીને અન્ય કોઈ આરંભ-સમારંભનો વચનપ્રયોગ પણ કરે નહીં અને અનાભોગથી સૂક્ષ્મ પણ મૃષાવાદની પ્રાપ્તિ ન થાય તે અર્થે અત્યંત, પ્રયોજન ન હોય તો કોઈ વચનપ્રયોગ કરે નહીં અને કોઈને કંઈ કહેવાનું પ્રયોજન થાય તો નિરવદ્ય ભાષા જ બોલે. વળી, અદત્તાદાનના પરિવાર માટે પણ સૂક્ષ્મ યતના કરે જેથી કોઈ જીવઅદત્તની પોતાને પ્રાપ્તિ ન થાય. કામના વિકારોનો અત્યંત નિરોધ કરે. પોતાનો ધનનો કે દિવસમાં કરેલા લાભનો વિચાર કરે નહિ. તેના વિશે કોઈ વચનપ્રયોગ ન કરે. વળી, કોઈ હાસ્યાદિ વચન દ્વારા કોઈ અનર્થદંડની પ્રાપ્તિ ન થાય તે પ્રકારે ચિત્તનો સંકોચ કરે અને આ પ્રમાણે સંકોચ કરેલો હોવાથી ઊંઘમાં પણ તે પ્રકારનો સંકોચ વિદ્યમાન હોવાથી સંવરભાવ વધે છે; કેમ કે વચન અને કાયાથી હું આ સર્વ આરંભ કરીશ નહીં તે પ્રકારનો સંકલ્પ પ્રતિજ્ઞાના બળથી ચિત્તમાં અવસ્થિત છે. તેથી રાત્રિમાં જાગે તોપણ સહસા ગમનની પ્રવૃત્તિ કે તેવા આરંભની પ્રવૃત્તિ શ્રાવક કરતો નથી. અનિવાર્ય જણાય તો ગાંઠને છોડીને યતનાપૂર્વક કરે છે. આ રીતે, આરંભ-સમારંભનો અત્યંત સંકોચ કરવાથી સતત વ્રતના પરિણામના બળથી સદ્ગતિની પ્રાપ્તિ સુલભ બને છે. આરંભકૃત કર્મબંધ અલ્પ થાય છે. ચિત્ત સદા સર્વવિરતિના પરમાર્થને જાણીને સર્વવિરતિની શક્તિ સંચય અર્થે પ્રયત્નશીલ બને છે અને કદાચ રાત્રે જાગી જાય તોપણ પ્રાયઃ શ્રાવક ધર્મજાઝિકા કરી આત્માને તત્ત્વથી ભાવિત કરે છે. આ રીતે, છઠ્ઠા વ્રતના સંકોચ અર્થે બતાવેલું દેશાવગાસિકવ્રત અન્ય પણ સર્વ વ્રતોના સંકોચ સાથે જોડાયેલું છે. તે ઉપલક્ષણથી જાણવું; કેમ કે તેમ ન સ્વીકારીએ તો છી વ્રતના સંકોચરૂપ જેમ સ્વતંત્ર દેશાવગાસિક વ્રત છે તેમ પ્રાણાતિપાતાદિવ્રતના સંકોચરૂપ અન્ય વ્રતોની પણ પ્રાપ્તિ