________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર / શ્લોક-૩૯
૧૧૫ ઉસ્થિત=ઊભો થયેલો બોલે છે. “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પોસહં સંદિસામિ"=ણે ભગવત્, ઈચ્છાપૂર્વક આજ્ઞા આપો." શેની આજ્ઞા? તેથી કહે છે. “પૌષધને હું ગ્રહણ કરું.” બીજા ખમાસમણથી કહે છે. પોસહ ઠામિ="હું પૌષધમાં સ્થિર થાઉં છું.” આ પ્રમાણે બોલીને નવકારપૂર્વક પૌષધ ઉચ્ચરાવે છે.
પૌષધ ઉચ્ચરાવવાનું સૂત્ર સ્પષ્ટ કરે છે. “હે ભદંત ! હું પૌષધને કરું છું. આહારપૌષધ સર્વથી અથવા દેશથી, શરીરસત્કારપૌષધ સર્વથી, બ્રહ્મચર્યપૌષધ સર્વથી, અવ્યાપાર-પૌષધ સર્વથી કરું છું. ચાર પ્રકારના પૌષધમાં સ્થિર થાઉં છું. જ્યાં સુધી અહોરાત્ર છે ત્યાં સુધી હું પર્યાપાસના કરું છું ચાર પ્રકારના પૌષધને એવું છું. કઈ રીતે પર્યાપાસના કરું છું ? તેથી કહે છે – દુવિધ-ત્રિવિધથી પર્થપાસના કરું છું. કઈ રીતે દુવિધ-ત્રિવિધથી પર્યુપાસના કરું છું? તેથી કહે છે – મતથી, વચનથી અને કાયાથી હું કરીશ નહીં અને કરાવીશ નહિ મન-વચન-કાયાથી પૂર્વના ચાર પ્રકારના પૌષધ ગ્રહણ કર્યા છે. તેની મર્યાદાથી વિપરીત હું કરીશ નહીં અને કરાવીશ નહિ. આ રીતે પ્રતિજ્ઞા કર્યા પછી પૂર્વના અપૌષધભાવના પરિહાર માટે કહે છે –
ભગવન્! તેનું પૂર્વના અપોષધભાવતું, હું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું, ગહ કરું છું અને તેવા આત્માને વોસિરાવું છું.
આ રીતે પૌષધવ્રત ઉચ્ચરાવતી વખતે કર્યું એ રીતે, મુહપત્તિના પ્રેક્ષણપૂર્વક બે ખમાસમણાથી સામાયિકને કરીને-સામાયિક ગ્રહણ કરીને, જો વર્ષાઋતુ હોય તો કઠાસણગ=કાષ્ઠના આસનને અને શેષ આઠ માસમાં પાઉંછણનેeગરમ આસનને કટાસણને, સંદિસાવીને કટાસણ ઉપર બેસીને, ખમાસમણ દુગથી સજઝાય કરે. ત્યારપછી પૂર્વમાં પ્રતિક્રમણ કરીને ખમાસમણ દુગથી બહુવેલ સંદિસાવીને ખમાસમણપૂર્વક પડિલેહણ કરું છું એ પ્રમાણે બોલીને મુહપત્તિને, પાઉંછણને અને ચરવળાને જોઈને પડિલેહણ કરીને, શ્રાવિકા પણ ફરી મુહપત્તિ, પાઉંછણને, ઉત્તરિયા, કંચુકને અને સાડીને જોઈને=પડિલેહણ કરીને ખમાસમણ આપીને બોલે છે. “ઈચ્છકારિ ભગવન્! પડિલેહણા પડિલેહડાવશોજી=હે ભગવન્! ઈચ્છાપૂર્વક આદેશ આપો. હું પડિલેહણાનું પડિલેહણ કરું. ત્યારપછી આજ્ઞાના સ્વીકારરૂપ “ઇચ્છે' એ પ્રમાણે કહીને સ્થાપનાચાર્યનું પ્રક્ષણ કરીને, સ્થાપન કરીને, ખમાસમણપૂર્વક ઉપાધિમુહપત્તિને જોઈને ખમાસમણ દુગથી ઉપધિ સંદિસાવીને વસ્ત્ર, કંબલાદિનું પડિલેહણ કરે. ત્યારપછી પૌષધશાળાને યાતનાથી પ્રમાર્જીને કાજાનું ઉદ્ધરણ કરીને=કાજો કાઢીને, પરઠવીને ઇરિયાવહિયાનું પ્રતિક્રમણ કરીને ગમણાગમણે આલોવીને ખમાસમણાપૂર્વક માંડલીમાં રહેલા સાધુની જેમ સ્વાધ્યાય કરે છે.