________________
૧૪૩
ધર્મસંગ્રહ ભાગ-૩/ દ્વિતીય અધિકાર | શ્લોક-૪૦ દેનારા શાસ્ત્રમાં સંભળાતા નથી અને વસ્ત્રાદિ દાનનું ફલ પણ સંભળાતું નથી માટે સાધુને વસ્ત્રાદિનું દાન આપવું ઉચિત નથી. તેનું નિવારણ કરવા અર્થે ગ્રંથકારશ્રી “ભગવતી'ના વચનથી સ્પષ્ટ બતાવે છે –
સાધુને સંયમવૃદ્ધિમાં કારણભૂત જેમ આહારાદિ છે તેમ વસ્ત્રપાત્રાદિ છે અને વસતી આદિ પણ છે. અને તે સર્વનું દાન કરવાથી શ્રાવકને મહા ફળ થાય છે; કેમ કે સાધુને સંયમવૃદ્ધિનું જે કંઈ કારણ હોય તેવી પ્રવૃત્તિ કરવાથી પોતાને સંયમની પ્રાપ્તિ સુલભ બને છે માટે સાધુને વસ્ત્રાદિનું પણ દાન કરવું જોઈએ. વળી, અતિથિસંવિભાગવતમાં વૃદ્ધ પુરુષોથી કહેવાતી સામાચારી આ પ્રમાણે છે. શ્રાવકે પૌષધને પાળીને નિયમથી સાધુને આહારાદિનું દાન કરીને પછી ભોજન કરવું જોઈએ. કઈ રીતે શ્રાવકે સાધુને ભોજન પૂર્વે દાન કરવું જોઈએ ? તેથી કહે છે – પૌષધ પાળ્યા પછી ઘરે જઈને જ્યારે ભોજનનો કાળ થાય ત્યારે સાધુ પ્રત્યેની ભક્તિનો અતિશય થાય તદર્થે વિભૂષા કરીને ઉપાશ્રયે જાય અને સાધુને વિનંતી કરે કે “મારી ભિક્ષા ગ્રહણ કરીને મને કૃતાર્થ કરો.”
સાધુને પણ તે પૌષધવ્રત કરનારા શ્રાવક પ્રત્યે શું ઉચિત વિધિ છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે –
શ્રાવકને ભોજનમાં અંતરાય ન થાય, સ્થાપનાદોષ ન થાય તે અર્થે એક સાધુ પાત્રાના પડલાનું પડિલેહણ કરે, બીજો સાધુ મુખાત્તક=ઝોળીનું પડિલેહણ કરે અને ત્રીજો સાધુ પાત્રાનું પડિલેહણ કરે જેથી ભિક્ષા માટે ગમનમાં વિલંબન ન થાય.
આ કથનથી એ પ્રાપ્ત થાય કે શ્રાવક વિવેકસંપન્ન છે અને અતિથિસંવિભાગવ્રતની મર્યાદાને જાણનાર છે. તે શ્રાવક અવશ્ય પોતાના અર્થે ઉપસ્થિત નિર્દોષ ભોજન જ સાધુને આપીને પોતાના વ્રતનું પાલન કરે તેમ છે તેથી તેવા શ્રાવકનો ભક્તિનો પરિણામ વૃદ્ધિ પામે અને તેને અધિક નિર્જરા પ્રાપ્ત થાય તદર્થે તેની વિનંતીને સ્મૃતિમાં રાખીને સાધુ અવશ્ય વહોરવા જાય. પરંતુ સાધુને જણાય કે આ શ્રાવક મુગ્ધ છે, વિવેક વગરના છે. તેથી દોષિત ભિક્ષાની સંભાવના હોય અને સાધુને અર્થે કરેલું હોય તો ન પણ જાય; કેમ કે સાધુની મર્યાદા છે કે પોતાના સંયમમાં મલિનતા ન થાય તે રીતે જ ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ પરંતુ શ્રાવક વિનંતી કરે છે માટે અવશ્ય ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ તેવી મર્યાદા નથી.
વળી, જો શ્રાવક પ્રથમ પોરિસીમાં ભિક્ષા માટે નિમંત્રણ કરે અર્થાત્ શ્રાવકને નવકારશી જ કરવાની હોય તેથી સવારના પહોરમાં શીધ્ર પારણું કરવા અર્થે સાધુને નિમંત્રણ કરવા આવે અને સાધુમાં પણ કોઈ તથાવિધ સંયોગને કારણે નવકારશી પચ્ચખાણ કરનારા હોય તો નવકારશીના સમયે તેની ભિક્ષા ગ્રહણ કરવા અર્થે સાધુ જાય અને જો કોઈ નવકારશી કરનાર સાધુ ન હોય તો તેની ભિક્ષા ગ્રહણ કરે નહિ. કેમ ભિક્ષા ગ્રહણ કરે નહીં ? તેથી કહે છે –
નવકારશીમાં કોઈ સાધુ વાપરનાર ન હોય તો સાધુને તે ભિક્ષા ગ્રહણ કરી સ્થાપન કરી રાખવી પડે તે સાધુ માટે દોષરૂપ છે. માટે સાધુ ગ્રહણ કરે નહીં અને જો તે શ્રાવક ભિક્ષા ગ્રહણ કરવા માટે ખૂબ