________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૪૨
૧૬૫ તે બેની નીચે જીવ પદાર્થની નીચે સ્વ-પરનો ભેદ કર્યો તે બેની નીચે, નિત્ય - અલિત્યના ભેદનો ઉપવ્યાસ કરવો. તેની પણ નીચે કાળ-ઈશ્વર-આત્મા-નિયતિ-સ્વભાવ રૂ૫ ૫ ભેદો સ્થાપન કરવા. અને વળી આ પ્રકારે વિકલ્પો કરવા જોઈએ. સ્વતઃ જીવ છે કાલથી નિત્ય છે એ પ્રકારનો એક વિકલ્પ છે. અને વિકલ્પનો અર્થ આ પ્રમાણે છે. ખરેખર આ આત્મા સ્વસ્વરૂપે વિદ્યમાન છે અને કાલથી નિત્ય છે એ પ્રમાણે કાલવાદીનો મત છે. ઉક્ત જ અભિલાપથી બીજો વિકલ્પ ઈશ્વરકારીનો છે. ત્રીજો વિકલ્પ આત્મવાદીનો છે. પુરુષ જ આ સર્વ છે.' (ઋગ્વદ ૧૦-૯૦-૨) ઈત્યાદિ. નિયતવાદીનો ચોથો વિકલ્પ છે. સ્વભાવવાદીનો પાંચમો વિકલ્પ છે. આ રીતે સ્વત એ પ્રમાણે નહીં છોડતા પ્રાપ્ત થયેલા પાંચ વિકલ્પો છે. પરતઃ એમાં વડે પણ પાંચ જ વિકલ્પો પ્રાપ્ત થાય છે. અને નિત્યત્વના અપરિત્યાગથી આ દશ વિકલ્પો પ્રાપ્ત થાય છે. એ રીતે અનિત્યતાથી પણ ૧૦ જ વિકલ્પો થાય છે. એક સ્થાનમાં જીવ પદાર્થથી ૨૦ વિકલ્પ પ્રાપ્ત થાય. અજીવાદિ પણ આઠમાં આ રીતે જ દરેક પદમાં ૨૦ વિકલ્પો પ્રાપ્ત થાય. આથી વીસમી નવગુણા એવા વીશ=એકસો એંશી ક્રિયાવાદીના ભેદો છે. (૨૦x૮=૧૮૦)
ક્રિયાવાદી (૨૦x૮ = ૧૮૦ ભેદ) જીવ - અજીવ - આશ્રવ - બંધ - સંવર - નિર્જરા - પુણ્ય - અપુણ્ય - મોક્ષ ૯ પદાર્થો છે.
સ્વતઃ
પરત:
નિત્ય
અનિત્ય
-~-નિત્ય
અનિત્ય
I
T1
કાલ ઈશ્વર આત્મા નિયતિ સ્વભાવ કાલ ઈશ્વર આત્મા નિયતિ સ્વભાવ
આમ સ્વતઃ નિત્યના ૫ ભેદ – સ્વર્તઃ અનિત્યના ૫ ભેદ જીવના સ્વત ૧૦ ભેદ થયા તે જ રીતે જીવના પરત =૧૦ ભેદ થાય. જીવ સ્વત-૧૦ ભેદ – જીવ પરતઃ ૧૦ ભેદ=જીવના કુલ ૨૦ ભેદ થયા. તે જ રીતે બીજા અજીવાદિ દરેક પદાર્થના ૨૦ ભેદ થયા. ૯ પદાર્થના ૯x૨૦=૧૮૦ ભેદ કુલ થયા.
તિ' શબ્દ ક્રિયાવાદીના સમાપ્તિ અર્થે છે. ભાવાર્થ
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે અન્ય દર્શનવાળા સાથે પરિચય કરવો જોઈએ નહીં તેથી હવે અન્ય દર્શનવાળા પાખંડીના સામાન્યથી ૩૬૩ ભેદો છે. તેને ગ્રંથકારશ્રી બતાવે છે –
જોકે તે ભેદો શ્રાવકધર્મના વર્ણનમાં સાક્ષાત્ ઉપયોગી નથી તોપણ અન્ય ગ્રંથોમાં તેનું વર્ણન હોવાથી અને પાખંડીઓ કેટલા પ્રકારના છે તેનો લેશથી બોધ કરાવવા માટે અહીં ગ્રંથકારશ્રી બતાવે છે.