________________
૨૩૩
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-પર-પ૩
“छिन्नाच्छिन्नवनपत्रप्रसूनफलविक्रयः । વળાનાં રત્નનાન્વેષાવૃત્તિબ્ધ વનનીવિવી ?” [ચોરાશાસ્ત્ર રૂ/૨૦૨] રૃતિ |
अस्यां च वनस्पतेस्तदाश्रितत्रसादेश्च घातसम्भव इति दोषः २ । ટીકાર્ય :
તથા .. રોષઃ ૨ / અને વિપિન વન, તેનું કર્મ છિન્ન-અછિન્ન વન-પત્ર-પુષ્પ-ફલ, કંદમૂળ, તૃણ, કાષ્ઠ, કમ્બા=છાલ, વંશાદિનો વિક્રય વેચવું, કણદલનું પેષણ અનાજનું પીસવું, અને વનકચ્છાદિનું કરણ છેઃવનમાં જલ સિંચનાદિનું કરણ છે. અર્થાત્ વનસ્થલી કરવાની ક્રિયા છે. જે કારણથી કહેવાયું છે –
“છિન્ન-અછિન્ન વનનાં પત્રો, પ્રસૂન ફણગા ફૂટેલાં, ફલ તેનો વિક્રય કણોના દલનથી ફાડિયાં કરવાથી, અને અનાજના કણોને પીસવાથી વૃત્તિ =આજીવિકા, તે વનજીવિકા છે." II૧ (યોગશાસ્ત્ર-૩/૧૦૨)
અને આમાં=નજીવિકામાં, વનસ્પતિના જીવોના અને વનસ્પતિને આશ્રિત ત્રસાદિ જીવોના ઘાતનો સંભવ છે એથી દોષ છે. રા. ભાવાર્થ :(૨) વિપિન કર્મ :
શ્રાવક જેમ અગ્નિકાયની વિરાધનાથી આજીવિકા થાય તેવા વ્યાપારોનો ત્યાગ કરે છે તેમ વનસ્પતિના જીવોની વિરાધના થાય તેવા વ્યાપારોનો ત્યાગ કરે છે. તેથી સ્વયં વનસ્પતિનું છેદન કરે નહીં કે કોઈના દ્વારા છેદન કરાયેલી વનસ્પતિ હોય તેવી વનસ્પતિને વેચીને આજીવિકા કરે નહિ; કેમ કે તે પ્રકારની પ્રવૃત્તિમાં વનસ્પતિકાયના જીવોની વિરાધના થાય છે. અને વનસ્પતિને આશ્રિત ત્રસાદિ જીવોની પણ વિરાધના થાય છે. વળી, અનાજને દળવું, પસવું વગેરેમાં પણ અનાજના જીવોની વિરાધના થાય છે. તેથી તેવાં કૃત્યોથી આજીવિકા કરે નહિ. વળી, વનસ્પતિની વૃદ્ધિ અર્થે જલસિંચનાદિ કરીને તેના દ્વારા પણ આજીવિકા કરે નહિ. આથી જ દયાળુ શ્રાવક પોતાના ઘરનાં કૃત્યોમાં પણ નિરર્થક વનસ્પતિ આદિ જીવોની હિંસા ન થાય અને વનસ્પતિના જીવોને આશ્રિત ત્રસાદિ જીવોની હિંસા ન થાય તે પ્રકારે ઉચિત યતના કરે છે અને ભોજનને આશ્રયીને હિંસાના પરિહાર અર્થે સચિત્તનો ત્યાગ કરનાર શ્રાવક ધનઅર્જનાદિ અર્થે વનસ્પતિકાય અને વનસ્પતિના જીવોને આશ્રિત અન્ય જીવોની હિંસા થાય તેવા આરંભ-સમારંભ કરે નહીં અને કોઈક સંયોગથી એવાં કૃત્યો કરે તો શ્રાવકને કર્માદાનની પ્રાપ્તિ થાય. ટીકા :'अनः' शकटं तत्कर्म च शकटशकटाङ्गघटनखेटनविक्रयादि । यदाह - "शकटानां तदङ्गानां, घटनं खेटनं तथा । विक्रयश्चेति शकटजीविका परिकीर्तिता ।।१।।" [योगशास्त्रे ३/१०३]