________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | બ્લોક-પપ
૨૫૯
જે શ્રાવક દ્વિવિધ-ત્રિવિધથી પચ્ચખાણ કરે છે તેમના વચન અને કાયાને આશ્રયીને સાવદ્યયોગ હું કરીશ નહીં અને કરાવીશ નહીં અને એ પ્રકારનાં ૬ પચ્ચખ્ખાણ કરે છે અને જે શ્રાવક તે છ પચ્ચખાણનું સ્મરણ કરે છે અને તે પ્રકારે પાળવાનો તેનો અધ્યવસાય છે અને કોઈક નિમિત્તે મનની સ્કૂલના થાય છે ત્યારે મનથી સાવદ્યયોગના પ્રત્યાખ્યાનના ભંગની પ્રાપ્તિ થાય તો પણ શેષ સાવઘયોગના પ્રત્યાખ્યાનનો સંભવ છે; કેમ કે સાવદ્યયોગના પચ્ચખ્ખાણમાં સ્વરૂપનું જ્ઞાન છે. શક્તિ અનુસાર સાવદ્યયોગના પચ્ચખાણનું રક્ષણ કરવા યત્ન કરે છે છતાં અનાદિના પ્રમાદના સ્વભાવને કારણે મનોયોગ માત્રમાં દુષ્પણિધાનની પ્રાપ્તિ થઈ કે કાયયોગ માત્રમાં પણ દુષ્મણિધાનની પ્રાપ્તિ થઈ તોપણ દ્વિવિધ-ત્રિવિધના પચ્ચખાણ પ્રત્યેનો બદ્ધરાગ હોવાથી તેને અનુરૂપ નિરવભાવને અનુકૂળ અંતરંગ પરિણામ વિદ્યમાન હોવાથી શેષ વિકલ્પથી સાવદ્યયોગનું પ્રત્યાખ્યાન વિદ્યમાન છે. અને મિથ્યાદુકૃત દેવાથી મનઃદુષ્મણિધાન માત્રની શુદ્ધિની પ્રાપ્તિ છે. માટે સામાયિકનો અત્યંત અભાવ નથી પરંતુ શેષ પાંચ વિકલ્પોથી સાવઘયોગનું પચ્ચકખાણ વિદ્યમાન છે. અને અનાભોગથી સામાયિકના અધ્યવસાયને છોડીને અન્યત્ર ગયેલા મનના વિકલ્પની શુદ્ધિ મિથ્યાદુતથી થવાથી સામાયિકના પરિણામનું પુનઃ પ્રતિસંધાન થાય છે. માટે મનદુષ્મણિધાનનો પરિહાર અશક્ય છે તેવા અવલંબનથી સામાયિક કરવું ઉચિત નથી તેમ કહેવું અસંગત છે; કેમ કે તેમ સ્વીકારવાથી માર્ગનો વિચ્છેદ થાય. વળી, સર્વવિરતિ સામાયિકમાં પણ ગુપ્તિના ભંગમાં મિથ્યાદુષ્કત પ્રાયશ્ચિત્ત કહેવાયું છે. તેથી દેશવિરતિ સામાયિકમાં પણ મનોગુપ્તિના ભંગમાં મિથ્યાદુકૃત પ્રાયશ્ચિત્ત જ સ્વીકારવું જોઈએ. તેથી અભ્યાસદશામાં રહેલા જે શ્રાવકો મન-વચન-કાયાના છ વિકલ્પોને લક્ષમાં કરીને સાવદ્યયોગના પરિવાર માટે ઉચિત યતના કરતા હોય અને કોઈક નિમિત્તે મનદુપ્પણિધાન થઈ જાય તેને સામે રાખીને સામાયિક કરવા કરતાં નહીં કરવું સારું એ પ્રકારે કહેવું ઉચિત નથી; કેમ કે સાતિચાર પણ અનુષ્ઠાન અભ્યાસથી જ ઘણા કાળે નિરતિચાર અનુષ્ઠાન થાય છે. આથી જ કહેવાયું છે કે યોગમાર્ગમાં કરાયેલો અભ્યાસ પ્રાયઃ ઘણા જન્મ સુધી અનુસરણ કરીને શુદ્ધ થાય છે. તેથી જે શ્રાવકો સંપૂર્ણ સાવદ્યયોગની નિવૃત્તિના અર્થી છે અને તેના ઉપાય રૂપે સામાયિક દરમ્યાન દુવિધ-ત્રિવિધનું પચ્ચખાણ કરીને સાવદ્યયોગની નિવૃત્તિ કરે છે અને તેમાં પ્રમાદને વશ ક્યારેક સ્કૂલના થતી હોય તો પણ વારંવાર તે પ્રમાદની નિંદા કરીને શુદ્ધ સામાયિક કરવા યત્ન કરે છે. તેઓ પણ તે શુદ્ધ સામાયિક કરવાના સંસ્કારના બળથી જન્માન્તરમાં ફરી-ફરી એવી સામગ્રી મળતાં શુદ્ધ સામાયિક કરવા માટે યત્ન કરશે અને ઘણા ભવો સુધી તેવો યત્ન થવાથી અભ્યાસના બળથી શુદ્ધ સામાયિકને પ્રાપ્ત કરશે. વળી, દુષ્કર કાર્ય અભ્યાસથી જ પૂર્ણ શુદ્ધ થાય છે. તેથી અભ્યાસદશામાં સામાયિકમાં થતી સ્કૂલનાને સામે રાખીને સામાયિકની પ્રવૃત્તિનો ત્યાગ કરવામાં આવે તો ક્યારેય શુદ્ધ સામાયિક પ્રાપ્ત થાય નહીં અને શુદ્ધ સામાયિકની પ્રાપ્તિ વગર ક્યારેય સંસારનો અંત થાય નહીં. માટે સંસારના ઉચ્છેદના અર્થીએ સામાયિકમાં દઢ રાગ ધારણ કરીને અનાભોગાદિથી પણ કાયદુપ્રણિધાનાદિ અતિચારો ન થાય એ પ્રકારે સદા યત્ન કરવો જોઈએ. છતાં નિમિત્તોને પામીને કોઈ અતિચાર થાય તો તે અતિચારોની શુદ્ધિ કરવા યત્ન કરવો જોઈએ પરંતુ સામાયિક ગ્રહણ કરવા પ્રત્યે ઉપેક્ષા ધારણ કરવી જોઈએ નહિ.