________________
૨૮૬
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | બ્લોક-પ૯ ૩૪૮, પૂજા પંચાશક ૪/૪૪).
આ સ્વકારિત બિબોની પૂજાની વિધિ કહેવાઈ. અન્ય કારિત અને અકારિત એવી શાશ્વત પ્રતિમાની યથાયોગ્ય પૂજન-વંદનાદિવિધિ અનુષ્ઠય છે.
દિ જે કારણથી, ત્રણ પ્રકારની જિનપ્રતિમા છે. સ્વયં કે પરથી ચૈત્યોમાં કરાવાયેલી પ્રતિમા ભક્તિકારિતા છે. જે હમણાં પણ મનુષ્યાદિ વડે કરાવાય છે. મંગલકારિતા પ્રતિમા જે ઘરના દ્વારપત્રોમાં મંગલ માટે કરાય છે. વળી, શાશ્વત પ્રતિમા અકારિતા જ અધોલોક, તિર્યલોક, ઊર્ધ્વલોકમાં અવસ્થિત જિતભવનોમાં વર્તે છે. અને વીતરાગ સ્વરૂપના અધ્યારોપથી= વીતરાગ સ્વરૂપના આરોપણથી, જિનપ્રતિમાઓની પૂજાદિવિધિ ઉચિત છે. ભાવાર્થ
ગ્રંથકારશ્રીએ સામાન્ય ગૃહસ્થધર્મ બતાવ્યા પછી સમ્યક્વમૂલ બાર વત બતાવ્યાં. ત્યારપછી સમ્યક્ત અને તેના પાંચ-પાંચ અતિચારો બતાવ્યા તેથી સમ્યક્વમૂલ બાર વ્રત શ્રાવકનો વિશેષ ધર્મ છે. અને જે શ્રાવક પોતાની શક્તિનું સમાલોચન કરીને તે પ્રમાણે વ્રતો ગ્રહણ કરે છે જેથી અતિચાર રહિત વ્રતોનું પાલન થઈ શકે અને જે શ્રાવકો તે અતિચારથી રહિત વ્રતોનું પાલન કરે છે તે ગૃહસ્થનો વિશેષ ધર્મ છે. વળી, તે સિવાય અન્ય પણ ગૃહસ્થનો વિશેષ ધર્મ છે. જે બતાવવા અર્થે ગાથાના ઉત્તરાર્ધથી બતાવે છે જે પ્રકારે અતિચાર રહિત બાર વ્રતો શ્રાવકનો વિશેષથી ધર્મ છે તે પ્રકારે સાતક્ષેત્રમાં ધનનો વ્યય કરવો અને - દીન જીવોની અનુકંપા કરવી એ પણ શ્રાવકનો વિશેષ ધર્મ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે પૂર્વમાં બતાવેલ પાંત્રીશ ગુણવાળો ગૃહસ્થનો સામાન્યધર્મ છે. સમ્યત્વમૂલ બાર વતો વિશેષથી ગૃહસ્થ ધર્મ છે. તેમ શક્તિ અનુસાર સાત ક્ષેત્રમાં ધનનો વ્યય કરવો અને દીન જીવોની અનુકંપા કરવી તે પણ વિશેષથી ગૃહસ્થ ધર્મ છે. જે “દાનધર્મ સ્વરૂપ છે.
સાતક્ષેત્રમાં ધનનો વ્યય કરવો એ ગૃહસ્થધર્મ છે. એમ કહેવાથી જિજ્ઞાસા થાય કે સાતક્ષેત્ર કયાં છે ? તેથી ગ્રંથકારશ્રી સાતક્ષેત્ર બતાવે છે –
૧. જિનબિંબ ૨. જિનભવન ૩. જિનાગમ ૪. સાધુ ૫. સાધ્વી ૭. શ્રાવક ૭. શ્રાવિકા. તે ધન વ્યય કરવાનાં ઉત્તમ ક્ષેત્રો છે. જેમ ઉત્તમક્ષેત્રમાં વપન કરાયેલું બીજ વિશિષ્ટફળ આપે છે તેમ આ સાત ક્ષેત્રમાં કરાયેલ ધનવ્યય, મહાફળને આપે છે. કઈ રીતે મહાફળ આપે છે. તે સ્પષ્ટ કરે છે. સાતક્ષેત્રમાં પોતાની શક્તિ અનુસાર ભક્તિથી અને શ્રદ્ધાથી ધનને વપન કરવાથી મહાફળ પ્રાપ્ત થાય છે. આશય એ છે કે જિનબિંબ આદિ સાત ક્ષેત્રો ગુણસંપન્ન વસ્તુઓ છે. અને ગુણસંપન્ન વસ્તુઓ પ્રત્યે તેઓના ગુણને આશ્રયીને જેટલો અતિશયિત બહુમાનભાવ અને તે બહુમાનપૂર્વક ભક્તિના અતિશયથી ધનનો વ્યય કરવામાં આવે તે પ્રમાણે ગૃહસ્થને તે ગુણ નિષ્પત્તિના પ્રતિબંધક કર્મનો નાશ થાય છે. તેથી ઘણી નિર્જરા થાય છે અને ગુણસંપન્ન પાત્ર પ્રત્યે જે ગુણોનો રાગ છે. તેનાથી શ્રેષ્ઠ કોટિનું પુણ્ય બંધાય છે.