________________
ધર્મસંગ્રહ ભાગ-| દ્વિતીય અધિકાર / શ્લોક-૫૯
૨૮૫ જિતાગમ ૪. સાધુ ૫. સાધ્વી ૬. શ્રાવક ૭. શ્રાવિકા સ્વરૂપ સપ્તક્ષેત્રી છે. તેમાં સાત ક્ષેત્રમાં, શ્રાવકનો અધિકાર હોવાથી ન્યાયથી ગ્રહણ કરાયેલા વિતનો=ધનનો વાપ=વ્યયકરણ શ્રાવક કરે છે અને તે વિશેષથી ગૃહસ્થ ધર્મ છે એ પ્રમાણે યોજન કરવું. આ પ્રમાણે આગળમાં પણ સ્વયં ઊહ કરવો–દીનની અનુકંપાના વિષયમાં સ્વયં ઊહ કરવો. ક્ષેત્રમાં બીજનું વાન ઉચિત છે એ પ્રમાણે કહેવાયું છે. વાપEવપત, પણ ક્ષેત્રમાં ઉચિત છે. અક્ષેત્રમાં નહીં એથી સાત ક્ષેત્રમાં એ પ્રમાણે કહેવાયું. અને ક્ષેત્રપણું સાતનું રૂઢ જ છે અને સાત ક્ષેત્રમાં વપન યથાઉચિત દ્રવ્યનું ભક્તિથી અને શ્રદ્ધાથી છે.
તે આ પ્રમાણે – વિશિષ્ટલક્ષણથી લક્ષિત પ્રસાદનીય વજ, ઈન્દ્રનીલ, અંજન, ચંદ્રકાન્ત, સૂર્યકાન્ત, રિષ્ટ, કર્કેતન, વિદ્રમ, સુવર્ણ, રૂપ્ય, ચંદન, ઉપલ=પથ્થર, માટી આદિ સાર દ્રવ્ય વડે જિનબિંબનું વિદ્યાપનઃનિર્માણ જિનબિંબરૂપ ક્ષેત્રમાં ધન વપત છે. જેને કહે છે –
“અહીં=સંસારમાં, જે=જે શ્રાવકો, સ્વધનને અનુરૂપ જિનસંબંધી સુંદર માટી-અમલ શિલાતલ-રૂપ્ય-લાકડુંસુવર્ણ-રત્ન-મણિ-ચંદનના સુંદર બિબને કરે છે તે શ્રાવકો મનુષ્યોમાં અને દેવોમાં મહાસુખને પ્રાપ્ત કરે છે.” NI૧il (). અને
પ્રાસાદિકા=મનને પ્રસાદ કરનારી, લક્ષણયુક્ત સમસ્ત અલંકારવાની પ્રતિમા જે પ્રમાણે મનને પ્રહલાદ કરે છે તે પ્રમાણે નિર્જરા જાણવી." (સંબોધ પ્રકરણ-૧/૩૨૨)
અને નિર્માણ કરાયેલા જિનબિંબનું શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠાપન, આઠ પ્રકારે રચના=આઠ પ્રકારની પૂજા, યાત્રાનું કરવું, વિશિષ્ટ આભારણનું ભૂષણ =વિશિષ્ટ અલંકારથી ભૂષિત કરવું, વિચિત્ર વસ્તુઓથી પરિધાપન એ જિનબિલમાં ધનનું વપત છે. જેને કહે છે –
“નીકળતી બહુ પરિમલવાળી સુગંધી વસ્તુઓથી, માલ્યથી=માળાઓથી અક્ષત વડે ચોખા વડે, ધૂપ-દીપ વડે, સંન્યાયવાળા ઘણા ભેદો વડે ચરૂથી ઉપહિત એવા પાકપૂત વડે અને ફલો વડે, પાણીથી ભરેલાં સંપૂર્ણ પાત્રો વડે, જિનપતિની આઠ ભેદવાળી રચના કરનારા ગૃહસ્થો પરમપદના સુખસમૂહને શીધ્ર પ્રાપ્ત કરે છે.” [૧]
અને જિનબિંબોની પૂજાદિકરણમાં કોઈ ફળની પ્રાપ્તિ નથી એ પ્રમાણે ન કહેવું. ચિંતામણિ આદિની જેમ તેઓથી પણ જિનબિંબોથી પણ ફલપ્રાપ્તિનો અવિરોધ છે. જે વીતરાગ સ્તોત્રમાં શ્રી હેમસૂરિ વડે કહેવાયું છે –
“અપ્રસન્ન એવા વીતરાગથી કેવી રીતે ફલ પ્રાપ્ય છે? એ અસંગત છે. ચિંતામણિ આદિ વિચેતનો પણ શું ફળતા નથી ?” રાા (વીતરાગ સ્તોત્ર ૧૯/૩)
અને “પૂજ્યોના ઉપકારના અભાવમાં પણ પૂજા કરનારને ઉપકાર થાય છે. જે પ્રમાણે મંત્રાદિનું સ્મરણમાં, જલાદિના સેવનમાં ઉપકાર થાય છે, તે પ્રમાણે અહીં પણ પૂજ્યોની પૂજામાં પણ, ઉપકાર થાય છે.” ૧u (શ્રાવક પ્રજ્ઞપ્તિ