Book Title: Dharm Sangraha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 314
________________ ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | બ્લોક-પ૯ ૨૯૫ जिनागमपाठकानां भक्तितः सन्माननं च । यदाह“पठति पाठयते पठतामसौ, वसनभोजनपुस्तकवस्तुभिः । प्रतिदिनं कुरुते य उपग्रहं, स इह सर्वविदेव भवेन्नरः ।।१।।" लिखितानां च पुस्तकानां संविग्नगीतार्थेभ्यो बहुमानपूर्वकं व्याख्यापनम्, व्याख्यापनार्थं दानं, व्याख्यायमानानां च प्रतिदिनं पूजापूर्वकं श्रवणं चेति ३ । ટીકાર્ય : નિનામક્ષેત્રે .... શ્રવનું વેતિ રૂ . જિનાગમના ક્ષેત્રમાં સ્વધનનો વ્યય, તે “યથાથી બતાવે છે. કુશાસ્ત્રથી જનિત સંસ્કારરૂપ વિષના સમુચ્છેદન માટે મંત્રાયમાણ એવો જિતાગમ ધર્માધર્મ-કૃત્યાકૃત્યભક્ષ્યાભસ્ય-પેયાપેય-ગમ્યાગમ્ય-સાર-અસાર આદિ વિવેચનનો હેતુ છે અને અંધકારમાં દીવાની જેમ, સમુદ્રમાં દ્વીપની જેમ, મરુભૂમિમાં કલ્પતરુની જેમ સંસારમાં દુરાપ છે=દુઃખે કરીને પ્રાપ્ત થાય તેમ છે. જિન આદિ પણ આના પ્રામાણ્યથી જ નિશ્ચિત થાય છે=જિનાગમતા પ્રમાણથી જ નિશ્ચિત થાય છે. જે કારણથી શ્રી હેમસૂરિએ સ્તુતિ કરેલ છે. - “જેમના સમ્યક્તના બળથી તમારા જેવાઓનો પરમ આપ્તભાવ અમે જાણીએ છીએ, કુવાસનાના પાશના વિનાશને કરનારા તે જિનશાસનને નમસ્કાર હો.” (અયોગવ્યવચ્છેદદ્વત્રિશિકા ૨૧). અને જિનાગમતા બહુમાળી વડે દેવ-ગુરુ-ધર્મ આદિ પણ બહુમત થાય છે–દેવ-ગુરુ-ધર્મ આદિ પ્રત્યે પણ બહુમાન થાય છે. વળી, કેવલજ્ઞાનથી પણ જિતાગમ જ પ્રામાણ્યથી અધિક છે. જેને કહે છે – “ઓઘથી શ્રત ઉપયુક્ત શ્રુતજ્ઞાની જો કે અશુદ્ધને ગ્રહણ કરે છે તેને કેવલી પણ વાપરે છે. ઈતરથા જો અશુદ્ધ ભિક્ષા છે એમ જાણીને કેવલી ન વાપરે તો શ્રુત અપ્રમાણ થાય.” (પિંડનિર્યુક્તિ ગાથા ૫૨૪) અને એકપણ જિતાગમનું વચન યોગ્યજીવોના ભવના વિનાશનો હેતુ છે. જેને કહે છે – “અને જે જિનવચનથી એક પણ પદ નિર્વાહક થાય છે=મોક્ષનું કારણ થાય છે અને સામાયિક માત્ર પંદથી સિદ્ધ થયેલા અનંતા સંભળાય છે.” (તસ્વાર્થ સંબંધકારિકા ૨૭) - અને જો કે રોગીઓને પથ્ય અન્નની જેમ મિથ્યાદષ્ટિઓને જિનવચન રુચતું નથી. તોપણ સ્વર્ગ અને મોક્ષમાર્ગના પ્રકાશનમાં સમર્થ અન્ય નથી, એથી સમ્યગૃષ્ટિઓએ તેની આદરથી શ્રદ્ધા કરવી જોઈએ=જિનાગમને આદરથી સ્વીકારવું જોઈએ. જે કારણથી કલ્યાણભાગી જ જીવો જિતવચનને ભાવથી ભાવન કરે છે. વળી, ઈતર જીવોને કર્ણમાં શૂલની પીડાનું કારિતપણું હોવાને કારણે અમૃત પણ વિષરૂપ થાય છે. અને જો આ જિનવચત ન હોય તો ધર્મ-અધર્મ વ્યવસ્થાશૂન્ય જગત ભવાંધકારમાં પડત. અને જે પ્રમાણે – “વિરેચનની કામનાવાળો હરીતકીનું ભક્ષણ કરે=હરડેનું ભક્ષણ કરે.”

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332