________________
૨૯૮
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-પ૯ * વીતરાગનાં વચનો છે અને વિતરાગનાં સર્વ વચનો વીતરાગતા પ્રત્યે જનારાં છે. માટે સામાયિક પદ માત્રથી અનંતા જીવો સિદ્ધપદને પામ્યા છે. તેથી નક્કી થાય છે કે જેઓ ઘણાં શાસ્ત્ર ભણવા માટે અસમર્થ છે તોપણ સામાયિકના સ્વરૂપને બતાવનાર કરેમિ ભંતે' સૂત્રના પરમાર્થને જાણવા માટે સમર્થ બન્યા. તેઓ જિનાગમના વચનના બળથી મોહનો નાશ કરી કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી શક્યા. માટે વીતરાગનાં દરેક વચનો વીતરાગ થવાનું કારણ હોવાથી અત્યંત પૂજ્ય છે. અને તેના વચનરૂપ જિનાગમની શ્રાવકે અત્યંત ભક્તિ કરવી જોઈએ. જેથી સુખપૂર્વક સંસારનો ઉચ્છેદ થાય.
જો કે મિથ્યાદૃષ્ટિજીવોને જિનવચન રુચતું નથી. તોપણ સ્વર્ગ અને મોક્ષમાર્ગનું પ્રકાશન કરવા માટે જિનવચનથી અન્ય વસ્તુ સમર્થ નથી માટે સમ્યગ્દષ્ટિ જીવે જિનવચન પ્રત્યે અત્યંત આદર કરવો જોઈએ; કેમ કે કલ્યાણને પામનારા જીવોને જિનવચન પ્રત્યે ભાવથી આદર હોય છે અને જેઓ ભારેકર્મી છે તેઓને અમૃત જેવું પણ જિનવચન અપ્રીતિકારી હોવાને કારણે વિષ જેવું ભાસે છે. વસ્તુતઃ જગતમાં જિનવચન ન હોય તો ધર્મ-અધર્મ વ્યવસ્થાશૂન્ય એવું આ જગત ભવરૂપી અંધકારના ખાડામાં પડીને ચારગતિના પરિભ્રમણને જ પ્રાપ્ત કરે. આ પ્રમાણે વિચારીને શ્રાવકે જિનવચન પ્રત્યે અત્યંત બહુમાન ધારણ કરવું જોઈએ અને શાસ્ત્ર અનુસાર જિનાગમની વૃદ્ધિ અર્થે ધનવ્યય કરીને પોતાની જિનાગમ પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય તે પ્રકારે યત્ન કરવો જોઈએ.
વળી, જેઓ મંદબુદ્ધિવાળા છે તેઓને વિચાર આવે કે જિનાગમ જે કંઈ કહે છે તે પ્રમાણભૂત છે તે કેવી રીતે નક્કી થાય ? તેથી કહે છે –
જેમ આયુર્વેદમાં કહ્યું છે કે વિરેચનની ઇચ્છાવાળો=પેટ સાફ કરવાની ઇચ્છાવાળો, હરડેનું ભક્ષણ કરે એ વચન સ્વઅનુભવ સિદ્ધ પ્રમાણ હોવાને કારણે તે વચનની જેમ આયુર્વેદનાં અન્ય સર્વ વચનો પણ પ્રમાણભૂત છે તેમ મંદબુદ્ધિવાળા જીવે નિર્ણય કરવો જોઈએ. તે રીતે જિનવચનમાં બતાવેલા અષ્ટાંગ નિમિત્ત આદિનાં વચનોના બળથી વિચારવું જોઈએ કે આ સર્વ વચનો અનુભવથી પ્રમાણસિદ્ધ છે. તેમ જિનાગમનાં અન્યવચનો પણ પ્રમાણભૂત છે. વસ્તુત: બુદ્ધિમાન પુરુષો સુવર્ણની કષ-છેદતાપ પરીક્ષા કરીને આ સુવર્ણ સાચું સુવર્ણ છે તેવો નિર્ણય કરી શકે છે તેમ કષ-છેદ-તાપથી જિનાગમની પરીક્ષા કરીને બુદ્ધિમાન પુરુષો જિનાગમની પ્રમાણતાનો નિર્ણય કરે છે. આથી જ સ્થાને સ્થાને શાસ્ત્રવચનની કષ-છેદતાપથી પરીક્ષા કઈ રીતે થઈ શકે તેનું વર્ણન પણ પૂર્વના મહાપુરુષના ગ્રંથોમાં વર્તમાનમાં ઉપલબ્ધ છે. તેથી તે વચનોના બળથી પણ જિનાગમની પ્રમાણભૂતતાનો નિર્ણય થઈ શકે છે. માટે જિનાગમ પ્રમાણભૂત છે તેમ સ્વીકારીને શ્રાવકે સ્વશક્તિ અનુસાર જિનાગમમાં ધનનો વ્યય કરવો જોઈએ. જેથી સત્શાસ્ત્રો પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય.
વળી, આ જિનવચન દુષ્માકાળને કારણે નષ્ટપ્રાયઃ છે એ પ્રમાણે માનીને ભગવાન નાગાર્જુન સ્કંદિલાચાર્ય વગેરે મહાત્માઓએ જિનવચનને પુસ્તકમાં આરૂઢ કરેલ છે. તેના પૂર્વે જિનવચન કંઠથી જ સુસાધુઓ ધારણ કરતા હતા. અને તેઓની પાસેથી અન્ય મહાત્માઓ ભણતા હતા. પરંતુ પુસ્તકમાં તેનું લેખન કરવામાં આવતું ન હતું. છતાં વર્તમાનકાળમાં જિનાગમ પુસ્તકમાં લખવાથી જ સુરક્ષિત થાય તેમ છે. તેથી