Book Title: Dharm Sangraha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 324
________________ ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | બ્લોક-૫૯ ૩૦૫ હોવાથી શ્રાવક માટે કર્તવ્ય છે. અને સાધ્વીઓના સંયમના રક્ષણ અર્થે ઉચિત વસ્તુઓ દ્વારા ભક્તિરૂપ ઉપચાર કરવો જોઈએ. જે સાધ્વીરૂપ ક્ષેત્રમાં ધનવ્યયરૂપ છે. ટીકા : श्रावकेषु स्वधनवपनं यथा साधर्मिकत्वेन तेषां सङ्गमो महते पुण्याय, किं पुनस्तदनुरूपा प्रतिपत्तिः ? सा च स्वपुत्रपुत्र्यादिजन्मोत्सवविवाहादिप्रकरणे निमन्त्रणम्, विशिष्टभोजनताम्बूलवस्त्राभरणादिदानम्, आपनिमग्नानां च स्वधनव्ययेनाप्यभ्युद्धरणम्, अन्तरायदोषाच्च विभवक्षये पुनः पूर्वभूमिकाप्रापणम्, धर्मे च विषीदतां तेन तेन प्रकारेण धर्मे स्थैर्यारोपणम्, प्रमाद्यतां च स्मारणवारणचोदनप्रतिचोदनादिकरणम्, पञ्चविधस्वाध्याये यथायोग्यं विनियोजनम्, विशिष्टधर्मानुष्ठानकरणार्थं च साधारणपोषधशालाकरणमिति ६ । ટીકાર્ય : શ્રાવપુરપબિતિ ૬ શ્રાવકે શ્રાવકોમાં સ્વધનનો વ્યય કરવો જોઈએ. જે પ્રમાણે સાધર્મિકપણારૂપે તેઓનો સંગમ મોટા પુષ્ય માટે છે. વળી તેઓને અનુરૂપ પ્રતિપત્તિનું શું કહેવું ?=તેઓની ભૂમિકા અનુરૂપ ઉચિત આદરનું શું કહેવું? અર્થાત્ તેઓની પ્રતિપત્તિ વિશેષથી મહાપુણ્ય માટે છે અને તે= શ્રાવકને અનુરૂપ પ્રતિપત્તિ, પોતાના પુત્ર-પુત્રાદિના જન્મોત્સવ, વિવાહ આદિ પ્રકરણમાં નિમંત્રણરૂપ છે. વિશિષ્ટ ભોજન-તાંબૂલ-વસ્ત્રાભરણાદિનું દાન કરવું જોઈએ અને આપત્તિમાં રહેલાઓને=કોઈક આર્થિક સ્થિતિ પ્રતિકૂળ થયેલી હોય તેવા શ્રાવકોને, સ્વધનના વ્યયથી પણ ઉદ્ધરણ કરવા જોઈએ. અર્થાત્ આર્થિકસ્થિતિમાં સ્થિર કરવા જોઈએ. અને અંતરાયદોષને કારણે વૈભવનો ક્ષય થયે છતે ફરી પૂર્વભૂમિકામાં શ્રાવકને પ્રાપ્ત કરવા જોઈએ ફરી પૂર્વ જેવા વૈભવવાળા કરવા જોઈએ અને ધર્મમાં સીદાતા એવા શ્રાવકોને તે તે પ્રકારે ધર્મમાં સ્વૈર્યનું આરોપણ કરવું જોઈએ=ઉચિત ઉપાયથી તેઓને ધર્મમાં સ્થિર કરવા જોઈએ અને પ્રમાદ કરતા એવા શ્રાવકોને સ્મારણ-વારણ-ચોદન-પ્રતિચોદન આદિ કરવું જોઈએ. પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં યથાયોગ્ય વિનિયોજન કરવું જોઈએ=શ્રાવકોને પ્રવૃત્ત કરવા જોઈએ. અને વિશિષ્ટ ધર્માનુષ્ઠાન કરવા માટે સાધારણ પૌષધશાળા કરવી જોઈએ. ભાવાર્થ :૬. શ્રાવક ક્ષેત્ર - સાત ક્ષેત્ર અંતર્ગત શ્રાવકો પણ ઉત્તમ પાત્ર છે. તેથી તેઓમાં કરાયેલો ધનવ્યય ગુણવૃદ્ધિનું કારણ બને છે. કઈ રીતે શ્રાવકોમાં ધનવ્યય કરવો જોઈએ ? તે બતાવતાં કહે છે – ભગવાનના શાસન પ્રત્યેની સ્થિર શ્રદ્ધાવાળા ધર્મપરાયણ એવા શ્રાવકોનો સંગમ મોટા પુણ્યના ઉદયથી થાય છે. તેથી તેઓની ભૂમિકાનુસાર તેઓનો આદર-સત્કાર કરવો તે વિશેષ પ્રકારના પુણ્ય માટે થાય છે

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332