________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૫૯ શીલસંતોષપ્રધાન, સધવા કે વિધવા, જિનશાસનમાં અનુરક્ત મનવાળી સાધર્મિકપણારૂપે માનનીય છે.
‘નનુ’થી શંકા કરે છે. સ્ત્રીઓને શીલ-શાલિપણું ક્યાંથી હોય ? અથવા રત્નત્રયીયુક્તપણું ક્યાંથી હોય ? =િજે કારણથી, સ્ત્રીઓ લોકમાં અને લોકોત્તર શાસનમાં અને અનુભવથી દોષના ભાજનપણા રૂપે પ્રસિદ્ધ છે. ખરેખર આ=સ્ત્રીઓ, ભૂમિ વગરની વિષકંદલીઓ છે. વાદળા વગર થયેલી વાશની છે=વીજળી જેવી છે, સંજ્ઞા વગરની વ્યાધિ છે. નામ વગરનો રોગ છે. અકારણ મૃત્યુ છે. કંદરા વગરની વાઘણો છે. પ્રત્યક્ષ રાક્ષસીઓ છે. અને અસત્યવચનનું, સાહસનું, બંધુના સ્નેહના વિઘાતનું, સંતાપના હેતુત્વનું અને નિર્વિવેકત્વનું પરમ કારણ છે. એથી દૂરથી પરિહાર્ય છે=દૂરથી પરિહાર કરવા યોગ્ય છે. તે કારણથી કેવી રીતે દાન-સન્માન-વાત્સલ્યનું વિધાન તેઓમાં યુક્તિયુક્ત કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહિ. આ પ્રકારની શંકાનો ઉત્તર આપતાં કહે છે.
૩૦૮
સ્ત્રીઓનું જે દોષબહુલપણું છે એ અનેકાંત છે=પુરુષોમાં પણ આ=દોષબહુલપણું, સમાન છે. તેઓ પણ=પુરુષો પણ, ક્રૂર આશયવાળા દોષબહુલ=બહુદોષવાળા, નાસ્તિકો, કૃતઘ્ન, સ્વામીદ્રોહી= સ્વામીના દ્રોહને કરનારા અને દેવ-ગુરુને ઠગનારા દેખાય છે. અને તેઓના દર્શનથી=દોષવાળા પુરુષોના દર્શનથી, મહાપુરુષોની અવજ્ઞા કરવી ઉચિત નથી. (તેમ સ્ત્રીઓમાં દોષબહુલપણું દેખાવાથી ગુણસંપન્ન સ્ત્રીઓની અવજ્ઞા કરવી ઉચિત નથી.) =િજે કારણથી, તીર્થંકરાદિની માતા સ્ત્રીપણું હોવા છતાં પણ તે તે ગુણનું અત્યંત યોગીપણું હોવાને કારણે સુરેન્દ્રો વડે પણ પૂજાય છે. મુનિઓ વડે પણ સ્તુતિ કરાય છે. લૌકિકો પણ કહે છે
તે કારણથી યુવતીઓને નિરતિશય ગરિમાવાળી વિદ્વાનો કહે છે. ક્યા કારણથી કહે છે ? તે કહે છે - “તે કોઈ પણ ગર્ભને વહન કરે છે જે જગતના પણ ગુરુ થાય છે.” ।।૧।
કેટલીક સ્ત્રીઓ સ્વશીલ પ્રભાવથી અગ્નિને જલની જેમ, વિષધરને રજ્જુની જેમ, સરોવરને સ્થલની જેમ, વિષને અમૃતની જેમ કરે છે. સુલસા વગેરે શ્રાવિકાઓ તીર્થંકર વડે પણ પ્રશસ્યગુણવાળી= પ્રશંસા કરવા યોગ્ય ગુણવાળી, ઇન્દ્ર વડે પણ સ્વર્ગભૂમિઓમાં ફરી ફરી બહુમત ચારિત્રવાળી કહેવાય છે. પ્રબલ મિથ્યાત્વવાળા પુરુષો વડે પણ અક્ષોભ્ય સમ્યક્ત્વ સંપદાવાળી કેટલીક ચરમદેહવાળી, કેટલીક બે-ત્રણ ભવની અંદર મોક્ષમાં જવાને યોગ્ય શાસ્ત્રમાં સંભળાય છે. તે કારણથી આમને= શ્રાવિકાઓને, માતાની જેમ, ભગિનીની જેમ, સ્વપુત્રીઓની જેમ વાત્સલ્યને જ કરવું જોઈએ. એથી પ્રસંગથી સર્યું.
ભાવાર્થ:
-
૭. શ્રાવિકા ક્ષેત્ર :
શ્રાવિકારૂપ ઉત્તમક્ષેત્રમાં શ્રાવકે ધનવ્યય કરવો જોઈએ. કઈ રીતે ધનવ્યય કરવો જોઈએ ? તે બતાવતાં કહે છે –