________________
૩૧૨
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર / શ્લોક-પ૯ અનુકંપા કરતા હોય તેવા શ્રાવકને “મહાશ્રાવક' કહેવાય છે.
અહીં “મહાશ્રાવક' કહેવાથી અન્ય શ્રાવક કરતાં તે શ્રાવક વિશેષ છે તેમ ફલિત થાય છે; કેમ કે અવિરત સમ્યગ્દષ્ટિ અને એકાદિ અણુવ્રતધારીને પણ શ્રાવક કહેવાય છે. કેમ અવિરત સમ્યગ્દષ્ટિને શ્રાવક કહેવાય છે ? તેથી કહે છે –
જે સાધુની સામાચારી સાંભળે તે શ્રાવક કહેવાય.” એ પ્રકારની “શ્રાવક' શબ્દની વ્યુત્પત્તિ છે. જેને “સંબોધપ્રકરણ' ગ્રંથમાં કહે છે –
પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનવાળા ધર્માત્મા પ્રતિદિવસ યતિજન પાસેથી સાધુ સમાચાર સાંભળે તે શ્રાવક કહેવાય, તેથી એ ફલિત થાય કે પ્રતિદિવસ સાધુની સામાચારી સાંભળીને સમ્યક્તને સ્થિર કરવા માટે યત્ન કરતા નથી કે સાધુસામાચારીના પરમાર્થને જાણીને સમ્યક્ત પામ્યા નથી તેઓ નામથી શ્રાવક છે.
શ્રાવક' શબ્દની વ્યુત્પત્તિથી શ્રાવક નથી; કેમ કે પ્રતિદિન સાધુ-સામાચારીને સાંભળીને સંસારના ઉચ્છેદ માટે સ્વશક્તિ અનુસાર જે મહાત્મા ઉદ્યમ કરે છે તે મહાત્મા શ્રાવક કહેવાય છે, અન્ય નહિ. અને આવા શ્રાવકો સમ્યગ્દષ્ટિ હોઈ શકે અને એકાદિ અણુવ્રત ધારણ કરનારો હોઈ શકે. વળી, તેવા અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવકો સાધુ પાસે સામાચારી સાંભળીને સાધ્વાચારના પદાર્થના ચિંતનને કારણે સ્થિર શ્રદ્ધાળુતાનો આશ્રય કરે છે. અર્થાત્ આ પ્રકારના સાધ્વાચારનું પાલન જ અસંગભાવની પ્રાપ્તિ દ્વારા સંસારના ઉચ્છેદનું કારણ છે. તેવી સ્થિર શ્રદ્ધાને ધારણ કરે છે અને સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી હોવાથી સતત સુપાત્રોમાં ધનવ્યય કરીને સુસાધુ જેવી શક્તિનો સંચય કરવા યત્ન કરે છે; કેમ કે ઉત્તમ પાત્રોની ભક્તિથી ઉત્તમ ગુણવાળા થવાની શક્તિનો સંચય થાય છે. વળી, તેવા શ્રદ્ધાળુ અવિરત સમ્યગ્દષ્ટિ આદિ શ્રાવકો સુસાધુની ભક્તિથી હમણાં પણ શીધ્ર પાપકર્મોનો નાશ કરે છે; કેમ કે સુસાધુના ગુણોના સ્મરણપૂર્વક સુસાધુની ભક્તિ કરવાથી સુસાધુ તુલ્ય થવામાં બાધક એવાં ચારિત્રમોહનીય આદિ કર્મો સતત નાશ પામે છે. આ પ્રકારના સંબોધપ્રકરણના ઉદ્ધરણના બળથી એ ફલિત થાય કે જેમણે બાર વ્રતો ગ્રહણ કર્યા નથી તેવા સામાન્ય સમ્યગ્દષ્ટિ જીવો કે એકાદિ અણુવ્રતધારી જીવો શ્રાવક કહેવાય છે. અને ગ્રંથકારશ્રીએ પૂર્વમાં બાર વ્રતોનું વર્ણન કર્યું તે બાર વ્રતો જે શ્રાવક અતિચાર રહિત પાળે છે અર્થાત્ અતિચાર ન લાગે તેની પૂર્ણ કાળજી રાખે છે, સતત સાવધાન રહે છે જેથી અતિચારની પ્રાપ્તિ ન થાય, અનાભોગાદિથી સૂક્ષ્મ પણ અતિચાર થઈ જાય તો તે અતિચાર દૂર કરે છે, તેથી અતિચાર રહિત સર્વ વ્રતના પાલનને કરનારા અને સાતક્ષેત્રમાં ધનને વપન કરનારા પરમ દર્શનના પ્રભાવક અને દીન જીવોમાં અત્યંત કૃપાને ધારણ કરનારા મહાશ્રાવક કહેવાય છે. આપણા
પ્રથમ ખંડ પૂર્ણ.
અનુસંધાન ધર્મસંગ્રહ ભાગ-૪