________________
૩૧૧
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-પ૯ પ્રકારના ગુણથી યુક્ત મહાશ્રાવક કહેવાય છે. જે કારણથી “યોગશાસ્ત્રમાં કહેવાયું છે –
આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, વ્રતમાં રહેલ ભક્તિથી સાતક્ષેત્રમાં ધનને વાપરતો અને અતિદીનમાં દયાથી ધનને વાપરતો ‘મહાશ્રાવક' કહેવાય છે.” (યોગશાસ્ત્ર ૩/૧૧૯)
અને મહત્ પદ વિશેષણ= મહાશ્રાવક શબ્દમાં રહેલ ‘મહતું પદ વિશેષણ, અન્યથી અતિશાયીપણું હોવાથી છે. જે કારણથી શ્રાવકપણું, અવિરત એવા સમ્યગ્દષ્ટિનું અને એકાદિ અણુવ્રતધારીનું કૃતિ' એ પ્રકારની વ્યુત્પત્તિથી કહેવાય છે. જેને કહે છે –
સંપ્રાપ્ત દર્શનવાળા પ્રતિદિવસ યતિજનથી પરમ સામાચારીને-સાધુ સામાચારીને, જે ખરેખર સાંભળે છે તેને શ્રાવક કહેવાય છે.” IIળા (સંબોધ પ્રકરણ ૫/૧, શ્રાવકપ્રજ્ઞપ્તિ ૨)
પદાર્થના ચિતનથી શ્રદ્ધાળુતાનો આશ્રય કરે છે. પાત્રોમાં સતત ધન વપન કરે છે. સુસાધુના સેવનથી હમણાં પણ શીધ્ર અપુણ્યનો નાશ કરે છે–પાપોનો નાશ કરે છે. તેને શ્રાવક કહે છે. જરા
અને આ પ્રકારની વ્યુત્પત્તિથી સામાન્યનું પણ=સમ્યગ્દષ્ટિનું પણ, શ્રાવકપણું પ્રસિદ્ધ છે. વળી, વિવક્ષિત નિરતિચાર સકલવ્રતધારી સાતક્ષેત્રમાં ધનનું વપન કરવાથી પરમ દર્શન પ્રભાવકતાને ધારણ કરનારા અને દીવોમાં અત્યંત કૃપાપર “મહાશ્રાવક કહેવાય છે. એથી પ્રસંગથી સર્યું. પલા
એ પ્રમાણે પ્રથમ ખંડ પૂર્ણ થયો.'
ભાવાર્થ :
વિવેકસંપન્ન શ્રાવક જેમ બાર વ્રતના પાલનથી સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે તેમ સાતક્ષેત્રમાં ધનના વપનથી પણ સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. એટલું જ નહિ પણ દીન અનુકંપાથી પણ સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે; કેમ કે જેમ તીર્થકર સંયમગ્રહણકાલમાં પાત્રાપાત્રનો વિભાગ કર્યા વગર યોગ્યજીવોને બીજાધાન થશે તે પ્રકારની કરુણાથી સાંવત્સરિક દાન આપે છે તેમ શ્રાવક પણ ભગવાનની ભક્તિના સર્વ પ્રસંગોમાં દીન-દુઃખી આદિ જીવોમાં ભગવાનની ભક્તિ આદિ નિમિત્તોને જોઈને બીજાધાન થશે એ પ્રકારની ભાવકરુણાપૂર્વક દ્રવ્ય અનુકંપા કરે છે. તેથી ઘણા યોગ્ય જીવોને બીજાધાનની પ્રાપ્તિ પણ થાય છે. માટે જેમ સાતક્ષેત્રમાં ધનનો વ્યય કરીને ગુણોની વૃદ્ધિ દ્વારા શ્રાવક સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે માટે બાર વ્રતની જેમ સાતક્ષેત્રમાં ધનવાન વિશેષથી ગૃહસ્થધર્મ છે તેમ દીનાદિ જીવોમાં પણ બીજાધાનની પ્રાપ્તિ દ્વારા તે જીવોને સન્માર્ગની પ્રાપ્તિનું કારણ બને તે રીતે શ્રાવક અનુકંપા કરે છે. તેથી તે અનુકંપામાં ધનના વ્યય દ્વારા શ્રાવક સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે; કેમ કે અન્ય જીવોને ભગવાનનું શાસન પ્રાપ્ત થાય તે પ્રકારના ઉત્તમ આશયથી કરાયેલ અનુકંપાદાન પણ સર્વવિરતિનું કારણ બને છે. આથી જ ભગવાને પણ દીક્ષા ગ્રહણકાલમાં ભાવઅનુકંપાથી સાંવત્સરિક દાન આપેલું. અને આવા ગુણવાળા શ્રાવકને “મહાશ્રાવક' કહેવાય છે. અર્થાત્ પોતાની શક્તિ અનુસાર બાર વ્રત ગ્રહણ કર્યા હોય, પોતાની શક્તિ અનુસાર સાતક્ષેત્રમાં વિવેકપૂર્વક ધનનો વ્યય કરતા હોય અને વિવેકપૂર્વકની દીનની