________________
૩૦૪
ધર્મસંગ્રહ ભાગ-૩/ દ્વિતીય અધિકાર | શ્લોક-પ૯ વળી નથી પૂર્વપક્ષી શંકા કરે છે કે સ્ત્રીપણું મહાપાપવાળા મિથ્યાત્વની સહાયથી જ પ્રાપ્ત થાય છે; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવ ક્યારેય સ્ત્રીપણું બાંધતો નથી. તે પ્રમાણે શાસ્ત્રવચન છે માટે પાપના ઉદયથી બંધાયેલા સ્ત્રીપણાવાળા જીવની મુક્તિ કઈ રીતે થઈ શકે ? માટે સ્ત્રીઓમાં સંયમનો સંભવ નથી. એ. પ્રકારની શંકામાં ઉત્તર આપતાં કહે છે –
સ્ત્રીઓએ જે સ્ત્રીપણાનું કર્મ બાંધ્યું તે વખતે મિથ્યાત્વનો ઉદય હતો તોપણ સ્ત્રીપણામાં જ્યારે સમ્યક્ત પ્રાપ્ત કરે છે ત્યારે અંતઃકોટાકોટિસ્થિતિવાળાં કર્મ હોવાને કારણે મિથ્યાત્વ આદિ દુષ્ટકર્મનો ક્ષય થાય છે. તેથી સ્ત્રીઓને ચારિત્રનો સંભવ છે. વળી, અન્ય પણ યુક્તિ આપે છે કે મિથ્યાત્વ સહિત પાપકર્મ સંભવત્વરૂપ કારણ એવું મોક્ષના કારણનું વૈકલ્યપણું તેઓમાં છે તેમ કહી શકાય નહિ; કેમ કે તેઓએ મિથ્યાત્વથી સ્ત્રીપણું બાંધેલું તોપણ વર્તમાનમાં મોક્ષના કારણનું વૈકલ્પ નથી. કેમ સ્ત્રીઓમાં મોક્ષના કારણનું વૈકલ્ય નથી ? તેમાં શાસ્ત્રવચનની સાક્ષી આપે છે. સાધ્વીઓ સ્વભૂમિકાનુસાર સકલ જિનવચનને જાણનાર હોય છે. ભગવાનનાં સર્વ વચનોની સ્થિર રુચિ કરનારી હોય છે અને સ્વશક્તિ અનુસાર ચારિત્રની સકલ આચરણા કરનાર હોય છે. માટે સ્ત્રીઓમાં રત્નત્રયીનો અસંભવ નથી. તેથી મોક્ષની પ્રવૃત્તિમાં બાધ કરે તેવા અદૃષ્ટરૂપ કર્મના વિરોધની પ્રાપ્તિ નથી. તેથી શાસ્ત્રવચનથી નક્કી થાય છે કે નપુંસકને જેમ ચારિત્ર પ્રાપ્ત થતું નથી તેમ સ્ત્રીને પણ ચારિત્ર પ્રાપ્ત થતું નથી તેમ નથી. પરંતુ સ્ત્રીઓને ચારિત્રની પ્રાપ્તિનો સંભવ છે માટે ઉત્તમ શીલવાળી સાધ્વીઓને યથોચિત આહારાદિ દાન દ્વારા શ્રાવકે , ભક્તિ કરવી જોઈએ. વળી, સાધુ કરતાં પણ સાધ્વી વિષયક શું અધિક કર્તવ્ય છે ? તે બતાવે છે –
દુઃશીલવાળાથી અને નાસ્તિકોથી શ્રાવકે સાધ્વીઓનું રક્ષણ કરવું જોઈએ. પોતાના ઘરની પાસે ચારેબાજુથી ગુપ્ત અને ગુપ્તદ્વારવાળી વસતીનું દાન કરવું જોઈએ. જેથી દુરાચારી સાધ્વીઓના શીલનો નાશ કરી શકે નહિ. વળી, શ્રાવકોએ સાધ્વી સાથે પોતાની સ્ત્રીઓનો પરિચય કરાવવો જોઈએ. જેથી એવા ઉત્તમ ગુણોવાળી સાધ્વીના પરિચયથી પોતાની સ્ત્રીઓમાં પણ ઉત્તમ પ્રકૃતિની પ્રાપ્તિ થાય અને પોતાની પુત્રીઓને પણ તેઓની પાસે રાખવી જોઈએ. જેથી ઉત્તમ શીલસંપન્ન સાધ્વીઓના ગુણો પોતાની પુત્રીઓમાં આવે અને ઉત્તમ સાધ્વીઓના પરિચયથી તત્ત્વને જાણીને સંયમ લેવા પોતાની પુત્રી તત્પર થાય અને તે કન્યો સંયમ પ્રાપ્ત કરે તેવી યોગ્યતાવાળી હોય તો પોતાની પુત્રી આદિનું પણ સાધ્વીઓને સમર્પણ કરવું જોઈએ. આ સર્વ કૃત્ય સાધ્વીરૂપ ક્ષેત્રમાં દાનસ્વરૂપ છે. વળી, કર્મના દોષથી કોઈ સાધ્વી પોતાના ઉચિત કૃત્યનું વિસ્મરણ કરતી હોય તો વિવેકપૂર્વક શ્રાવકે તેઓને ઉચિત કૃત્યનું સ્મરણ કરાવવું જોઈએ. અને સ્ત્રીપણાને કારણે ક્વચિત્ તુચ્છ સ્વભાવ વ્યક્ત થાય અને તેના કારણે અન્યાયની પ્રવૃત્તિનો સંભવ થાય અર્થાત્ પરસ્પર સહવર્તી સાધ્વીઓ સાથે અનુચિત પ્રવૃત્તિનો કોઈ સાધ્વીમાં સંભવ હોય તો વિવેકી શ્રાવકે તેનું નિવારણ કરવું જોઈએ. વળી, કોઈક સાધ્વીએ એક વખત અનુચિત પ્રવૃત્તિ કરી હોય તો શ્રાવકે વિવેકપૂર્વક શિક્ષણ આપવું જોઈએ છતાં કર્મદોષવશ કોઈ સાધ્વી તેવી અનુચિત પ્રવૃત્તિ વારંવાર કરે તો વિવેકસંપન્ન શ્રાવક પોતાની ભૂમિકાનુસાર નિષ્ફર ભાષણાદિથી તાડન કરે તે પણ શુભ આશયરૂપ ઉચિત પ્રવૃત્તિ