________________
૩૦૨
ધર્મસંગ્રહ ભાગ-૩/ દ્વિતીય અધિકાર | શ્લોક-૫૯ स्वस्त्रीभिश्च तासां परिचर्याविधानम्, स्वपुत्रिकाणां तत्संनिधौ धारणम्, व्रतोद्यतानां स्वपुत्र्यादीनां प्रत्यर्पणंच, तथा विस्मृतकरणीयानां तत्स्मारणम्, अन्यायप्रवृत्तिसम्भवे तन्निवारणम्, सकृदन्यायप्रवृत्ती शिक्षणम्, पुनः पुनः प्रवृत्तौ निष्ठुरभाषणादिना ताडनम्, उचितेन वस्तुनोपचारकरणं चेति ५ । ટીકાર્ચ -
તથા .... વેતિ છે ! અને રત્નત્રયીધારી સાધ્વીઓમાં સાધુની જેમ યથોચિત આહારાદિનું દાન સ્વધન-વાનરૂપ છે. “નનુ'થી શંકા કરે છે. સ્ત્રીઓનું વિસર્વાપણું હોવાથી અને દુશીલપણું આદિ હોવાથી મોક્ષમાં અનધિકાર છે. તેથી કઈ રીતે તેઓને દાન=સાધ્વીઓને દાન, સાધુ દાન તુલ્ય અપાય? તે શંકાનું નિવારણ કરતાં કહે છે.
સ્ત્રીઓનું વિસર્વપણું અસિદ્ધ છે; કેમ કે ગૃહવાસના પરિત્યાગથી યતિધર્મને સેવનારી મહાસત્ત્વશાળી બ્રાહતી વગેરે સાધ્વીઓના અસત્વપણાનો સંભવ નથી. જેને કહે છે –
જે બ્રાહ્મી-સુંદરી-રાજીમતી-ચંદના, ગણને ધારણ કરનારી અન્ય પણ દેવ-મનુષ્યથી પૂજાયેલી શીલસવ દ્વારા વિખ્યાત છે." (સ્ત્રીનિર્વાણ ગા. ૩૪)
એ રીતે અચપણ સીતાદિ સતીઓમાં શીલસંરક્ષણ, તેના મહિમાનું દર્શન-શીલના મહિમાનું દર્શન, રાજ્યલક્ષ્મી-પતિ-પુત્ર-ભાઈ વગેરેના ત્યાગપૂર્વક પરિવ્રજનાદિ સત્વચેષ્ટિત પ્રસિદ્ધ જ છે.
નથી શંકા કરે છે. મહાપાપવાળા મિથ્યાત્વની સહાયથી સ્ત્રીપણું પ્રાપ્ત કરાય છે. હિં=જે કારણથી, સમ્યગ્દષ્ટિ સ્ત્રીપણું ક્યારેય બાંધતો નથી. એથી કેવી રીતે સ્ત્રી શરીરવર્તી આત્માની મુક્તિ થાય ? એમ ન કહેવું. સમ્યત્ત્વના પ્રાપ્તિના કાળમાં જ અંતઃકોટાકોટિ સ્થિતિવાળાં સર્વ કર્મોનો સદ્ભાવ હોવાને કારણે મિથ્યાત્વમોહનીય આદિના ક્ષયાદિનો સંભવ છે. વળી, મિથ્યાત્વ સહિત પાપકર્મના સંભવત્વરૂપ કારણ સ્વરૂપ મોક્ષના કારણનું વૈકલ્ય તેઓમાં=સ્ત્રીઓમાં, કહેવું ઉચિત છે અને તે નથી. જે કારણથી કહેવાયું છે –
“આધિકા=સાધ્વીઓ, સકલ જિનવચનને જાણે છે. શ્રદ્ધા કરે છે અને આચરણ કરે છે. વળી, ગા=મોક્ષની પ્રાપ્તિમાં, એચઆમનેસાધ્વીઓને, અસંભવ નથી. અદષ્ટના વિરોધની પ્રાપ્તિ નથી=મોક્ષની પ્રાપ્તિના બાધક એવા અદષ્ટના વિરોધની પ્રાપ્તિ નથી.” (સ્ત્રીનિર્વાણ ૪).
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. તે કારણથી આ સિદ્ધ થયું. મુક્તિને સાધતારી સાધ્વીઓમાં સાધુની જેમ ધનવપત કરવું ઉચિત છે. અને આ અધિક છેઃસાધ્વીના વિષયમાં આ અધિક છે. જે સાધ્વીઓનું દુઃશીલોથી અને નાસ્તિકોથી રક્ષણ કરવું જોઈએ. અને પોતાના ઘરની નજીકમાં ચારે બાજુથી ગુપ્ત, ગુપ્ત દ્વારવાળી વસતીનું દાન કરવું જોઈએ. અને સ્વસ્ત્રીઓથી તેઓનો પરિચય કરાવવો જોઈએ. અને પોતાની પુત્રીઓને તેમની સંનિધિમાં ધારણ કરવી જોઈએ. અને વ્રતમાં તત્પર થયેલી પોતાની પુત્રીઓનું સમર્પણ કરવું જોઈએ અને વિસ્મૃત કૃત્યવાળી સાધ્વીઓને તેનું સ્મરણ