________________
', ૨૯૭
ધર્મસંગ્રહ ભાગ-૩/ દ્વિતીય અધિકાર | શ્લોક-પ૯ પ્રત્યે ભક્તિની વૃદ્ધિ થાય તો જન્મજન્માંતરમાં તે જિનાગમ સુલભ થાય તેવું પુણ્ય અર્જન કરે છે. વળી, શ્રાવક વિચારે છે કે જિન, સુસાધુ આદિ પણ જિનાગમના બળથી જ જાણી શકાય છે; કેમ કે જેને જિનાગમનું જ્ઞાન નથી તેને જિનપ્રતિમા જોવા છતાં પણ જિનના સ્વરૂપનો બોધ થઈ શકતો નથી. અને સુસાધુને જોવા છતાં પણ સુસાધુની ઉત્તમતાનો બોધ થઈ શકતો નથી. તેથી જિનાગમના બળથી જ તીર્થંકરનું સ્વરૂપ જણાય છે, સુસાધુનું સ્વરૂપ જણાય છે. માટે અત્યંત કલ્યાણના કારણરૂપ તીર્થંકરનું અને સુસાધુનું જ્ઞાન કરાવનાર જિનાગમ છે માટે જિનાગમની ભક્તિ કરવી જોઈએ. અહીં “જિનાગમ” શબ્દથી આગમ માત્રનું ગ્રહણ નથી. પરંતુ આગમને અવલંબીને પૂર્વના મહાપુરુષો દ્વારા લખાયેલા ગ્રંથોનું પણ ગ્રહણ છે. અને વર્તમાનના દુષમકાળમાં આગમથી સાક્ષાત્ યથાર્થ પદાર્થની પ્રાપ્તિ મંદબુદ્ધિવાળા જીવોને દુર્લભ છે. તેથી જિનાગમમાંથી જ તત્ત્વને ગ્રહણ કરીને રચાયેલા પૂર્વના મહાપુરુષોના ગ્રંથો જે યોગ્ય જીવોને ઉપકારના કારણ છે તેવા ગ્રંથોને લખાવવાના વગેરે કૃત્યો દ્વારા શ્રાવક ભગવાનના વચનનો જ જગતમાં વિસ્તાર કરે છે. જેથી સ્વ-પરના કલ્યાણની પ્રાપ્તિ થાય છે. જિનાગમથી જ જિનાદિનો બોધ થાય છે તેમાં સાક્ષીપાઠ આપે છે. જેમાં પૂજ્ય હેમસૂરિ મ.સા.એ કહ્યું છે કે તમારા આપેલા સમ્યક્તના બળથી અમે તમારા પરમ આપ્તભાવને જાણી શકીએ છીએ. તેથી ફલિત થાય કે ભગવાને જે વચનો આપ્યાં તે વચનરૂપ જિનાગમના બળથી સમ્યક્તની પ્રાપ્તિ થાય છે અને તેના બળથી જ ભગવાન આપ્તપુરુષ છે તેવો નિર્ણય થાય છે. માટે તેવા ઉત્તમ જિનાગમને સ્તુતિકાર નમસ્કાર કરે છે. તેથી ફલિત થાય કે ભગવાનના સ્વરૂપને જાણવા માટે જિનપ્રતિમા પણ પ્રબળ કારણ બનતી નથી. પરંતુ જિનાગમથી જ ભગવાનનું પારમાર્થિક સ્વરૂપ જણાય છે. જેના બળથી જિનપ્રતિમા પ્રત્યે પૂજ્યબુદ્ધિ થાય છે. તેથી શ્રાવકના માટે જિનાગમ અતિ ભક્તિનું સ્થાન છે. વળી, જેઓને જિનાગમ પ્રત્યે બહુમાન છે તેઓને દેવગુરુ-ધર્મ સર્વ પ્રત્યે બહુમાન થાય છે; કેમ કે જિનાગમમાં તે સર્વનું પારમાર્થિક સ્વરૂપ વર્ણન કરાયું છે અને જિનાગમના વચનના બળથી તે સર્વ પ્રત્યે પણ તેને બહુમાન થાય છે. માટે જિનાગમના બહુમાનમાં દેવગુરુ-આદિનું બહુમાન પણ અંતર્ભાવ પામે છે.
વળી, કેવલજ્ઞાન કરતાં પણ જિનાગમનું પ્રામાણ્ય વિશેષ પ્રકારનું છે માટે પણ શ્રાવકે જિનાગમ પ્રત્યે બહુમાન કરવું જોઈએ. કેમ કેવલજ્ઞાન કરતાં જિનાગમનું પ્રામાણ્ય અધિક છે ? તેમાં સાક્ષી આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
કોઈક સાધુ સામાન્ય રીતે શ્રુતના ઉપયોગપૂર્વક શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરે અને છvસ્થ હોવાને કારણે ભિક્ષાના દોષનું જ્ઞાન તે મહાત્માને ન થયું હોય તોપણ શ્રુતના ઉપયોગથી શુદ્ધ ભિક્ષા હોય તો કેવલી પણ અશુદ્ધભિક્ષાને શુદ્ધભિક્ષા તરીકે સ્વીકારે છે; કેમ કે કેવલી કેવલજ્ઞાનથી તે ભિક્ષા અશુદ્ધ છે તેમ જાણીને વાપરે નહિ તો ચુત અપ્રમાણ છે તેમ ફલિત થાય. તેથી શ્રુતથી શુદ્ધભિક્ષા પ્રમાણભૂત છે તેમ સ્વીકારવાથી કેવલી પણ તે ભિક્ષાને શુદ્ધ જ સ્વીકારે છે. તેથી કેવલજ્ઞાન કરતાં પણ શ્રતનું પ્રમાણપણું અધિક છે માટે શ્રાવકે જિનાગમ રૂપ શ્રુત પ્રત્યે અત્યંત ભક્તિ ધારણ કરવી જોઈએ. વળી, ભગવાનનું એક પણ વચન યોગ્ય જીવોના ભવના નાશનો હેતુ છે; કેમ કે સર્વજ્ઞનાં સર્વ વચનો