________________
૨૯૬
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૫૯ એ પ્રકારના વચનથી હરીતકીના ભક્ષણના પ્રભવ વિરેચન લક્ષણ પ્રત્યયથી સકલ પણ આયુર્વેદનું પ્રમાણ નિર્ણય કરાય છે. તે પ્રમાણે આગમ ઉપદિષ્ટ અષ્ટાંગ નિમિત્ત કેવલિકા-ચંદ્ર-સૂર્યના ગ્રહનો ચાર-ધાતુવાદ-રસ-રસાયણ આદિ વડે પણ દષ્ટ અર્થવાળાં વાક્યોના પ્રામાણ્યતા નિશ્ચયથી અદષ્ટ અર્થવાળાં વાક્યોના પ્રામાણ્યનો મંદબુદ્ધિવાળાએ નિશ્ચય કરવો જોઈએ. જિતવચન દુષમકાલના વશથી ઉચ્છિન્ન પ્રાયઃ છે એમ માનીને ભગવાન નાગાર્જુન-સ્કદિલાચાર્ય વગેરેથી પુસ્તકમાં લખાયેલું છે. તેથી જિનવચનના બહુમાની વડે તે લેખનીય છે અને વસ્ત્રાદિ વડે અભ્યર્ચનીય છે જેને કહે
તે મનુષ્યો દુર્ગતિને પ્રાપ્ત કરતા નથી, મૂકતા=મૂકપણાને પામતા નથી, જડ સ્વભાવને પામતા જ નથી, અને અંધતાને પામતા નથી અને બુદ્ધિહીનતાને પામતા નથી. જેઓ અહીં જિનના વાક્યને લખાવે છે.” [૧] અને જિનાગમના પાઠકોનું ભક્તિથી સન્માન કરવું જોઈએ. જેને કહે છે –
જે આગમ ભણે છે. ભણતાને આ=કોઈ પુરુષ, ભણાવે છે. વસ્ત્ર-ભોજન-પુસ્તકરૂપ વસ્તુથી જે પ્રતિદિન તેઓનો ઉપકાર કરે છે. તે નર અહીં=સંસારમાં, સર્વવિદ્ જ થાય છે.” ૧૫
અને લખાયેલાં પુસ્તકોનું સંવિજ્ઞ ગીતા પાસેથી બહુમાનપૂર્વક વ્યાખ્યાન કરાવવું જોઈએ. વ્યાખ્યાન માટે દાન આપવું જોઈએ. અને વ્યાખ્યાન કરાતા જિતાગમનું પ્રતિદિન પૂજાપૂર્વક શ્રવણ કરવું જોઈએ. ભાવાર્થ૩. જિનાગમ ક્ષેત્ર -
શ્રાવકોને ભગવાનના વચનરૂપ આગમ પ્રત્યે અત્યંત ભક્તિ હોય છે. તેથી પોતાની શક્તિ અનુસાર જિનાગમમાં ધનવ્યય કરીને પોતાની ભક્તિની વૃદ્ધિ કરે છે. કઈ રીતે શ્રાવકોને જિનાગમ પ્રત્યે ભક્તિ હોય છે ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
કુશાસ્ત્રજનિત સંસ્કારરૂપ વિષનો ઉચ્છેદ કરવા માટે મંત્ર તુલ્ય જિનાગમ છે. તેથી જેઓ જિનાગમને સાંભળે છે તેઓના ચિત્તમાં કુસંસ્કારો નાશ પામે છે અને ઉત્તમ સંસ્કારોનું આધાન થાય છે. અને જિનાગમ વિવેકનો હેતુ છે. કેવા પ્રકારના વિવેકનો હેતુ છે ? તે સ્પષ્ટ કરે છે. પોતાના માટે ધર્મ શું છે? અધર્મ શું છે? તેનો બોધ કરાવે છે. પોતાના માટે કૃત્ય શું છે? અકૃત્ય શું છે? તેનો બોધ કરાવે છે. પોતાના માટે ભક્ષ્ય શું છે ? અભક્ષ્ય શું છે ? તેનો બોધ કરાવે છે. પેય શું છે ? અપેય શું છે ? તેનો બોધ કરાવે છે. ગમ્ય શું છે ? અગમ્ય શું છે ? તેનો બોધ કરાવે છે. પોતાની ભૂમિકા અનુસાર કઈ પ્રવૃત્તિ સાર છે ? અને કઈ પ્રવૃત્તિ અસાર છે ? તેનો બોધ કરાવે છે. આ રીતે બોધ કરાવીને જીવને હિતમાં પ્રવૃત્તિ કરાવનાર હોવાથી જિનાગમ અંધકારમાં દીવા જેવું છે. સમુદ્રમાં દ્વીપ જેવું છે અને મરૂભૂમિમાં કલ્પવૃક્ષ જેવું છે. તેથી સંસારમાં જિનાગમ પ્રાપ્ત કરવું દુષ્કર છે. તેથી દુઃખે કરીને પ્રાપ્ત થાય તેવું જિનાગમ યોગ્ય જીવોને પ્રાપ્તિનું કારણ બને તે અર્થે જિનાગમમાં ધનવ્યય કરીને તેને સુલભ કરવા શ્રાવક યત્ન કરે છે. અને પોતાને પણ જિનાગમ