Book Title: Dharm Sangraha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 318
________________ ૨૯૯ ધર્મસંગ્રહ ભાગ-૩ | વિતીય અધિકાર | શ્લોક-પ૯ જિનવચન પ્રત્યેના બહુમાની જીવોએ તેનું લેખન કરાવવું જોઈએ અને વસ્ત્રાદિ ઉત્તમ સામગ્રીથી તેની ભક્તિ કરવી જોઈએ. જેથી જિનાગમ પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય. જિનાગમની ભક્તિ કરવાથી શું ફળ મળે છે ? તે બતાવતાં કહે છે – જે મનુષ્યોને જિનાગમ પ્રત્યે ભક્તિ છે. તેથી સ્વશક્તિ અનુસાર તેની વૃદ્ધિ માટે ધનવ્યય કરીને મનુષ્યભવ સફળ કરે છે તે જીવો દુર્ગતિ પ્રાપ્ત કરતા નથી. બીજા ભવમાં મૂંગાપણાને પ્રાપ્ત કરતા નથી. વળી, જડ સ્વભાવને પ્રાપ્ત કરતા નથી. અંધતાને પ્રાપ્ત કરતા નથી. બુદ્ધિહીનતાને પ્રાપ્ત કરતા નથી. તેથી શક્તિ અનુસાર જિનવચનનું એક પણ વાક્ય લખીને તેના પ્રત્યે ભક્તિની વૃદ્ધિ કરવી જોઈએ. વળી, જેઓ જિનાગમને ભણાવનારા છે તેઓની ભક્તિ કરવાથી પણ જિનાગમ પ્રત્યે ભક્તિ થાય છે. તેમાં સાક્ષી આપે છે. જેઓ જિનાગમ ભણે છે તેઓની ભક્તિ પણ પરમાર્થથી જિનાગમની ભક્તિ છે. વળી જેઓ ભણનારાને જિનાગમનું અધ્યયન કરાવે છે તેઓની ભક્તિ પણ પરમાર્થથી જિનાગમની ભક્તિ છે. તેથી જિનાગમને ભણનારા, જિનાગમને ભણાવનારા મહાત્માને વસ્ત્રાદિ ઉત્તમ સામગ્રીથી પ્રતિદિન ભક્તિ કરવી જોઈએ. આ પ્રકારે જે મનુષ્યો જિનાગમને ભણનાર કે ભણાવનારની ભક્તિ કરે છે તે અલ્પકાળમાં સર્વજ્ઞ બને છે; કેમ કે સર્વજ્ઞના વચનનું બહુમાન અર્થથી સર્વજ્ઞ પ્રત્યે બહુમાન છે. અને સર્વજ્ઞ પ્રત્યેના બહુમાનના ભાવથી બંધાયેલા ઉત્તમપુણ્યના બળથી તે મહાત્મા પણ અલ્પભવોમાં અવશ્ય સર્વજ્ઞ થશે. આ પ્રકારે જિનાગમનું મહત્ત્વ જાણીને શ્રાવકે શક્તિ અનુસાર જિનાગમની વૃદ્ધિ થાય તે પ્રકારે ધનવ્યય કરવો જોઈએ. વળી, લખાયેલાં પુસ્તકોને સંવિજ્ઞ ગીતાર્થ પાસેથી બહુમાનપૂર્વક જાણવા યત્ન કરવો જોઈએ અને ધનવ્યય કરીને લખાવેલાં પુસ્તકોનું વ્યાખ્યાન કરવા માટે યોગ્ય મહાત્માઓને પુસ્તકનું દાન કરવું જોઈએ. અને વ્યાખ્યાન કરાતા એવા જિનાગમને પ્રતિદિવસ પૂજપૂર્વક શ્રવણ કરવું જોઈએ. જેથી આગમની ભક્તિના બળથી શ્રાવકને સાધુધર્મની શીધ્ર પ્રાપ્તિ થાય. ટીકા - साधूनां च जिनवचनानुसारेण सम्यक्चारित्रमनुपालयतां दुर्लभं मनुष्यजन्मसफलीकुर्वतां, स्वयं तीर्णानां परं तारयितुमुद्यतानामातीर्थकरगणधरेभ्य आ च तद्दिनदीक्षितेभ्यः सामायिकसंयतेभ्यो यथोचितप्रतिपत्त्या स्वधनवपनम्, यथा उपयुज्यमानस्य चतुर्विधाहारभेषजवस्त्राऽऽश्रयादेर्दानम्, न हि तदस्ति यद् द्रव्यक्षेत्रकालभावापेक्षयाऽनुपकारकं नाम, तत्सर्वस्वस्यापि दानम्, साधुधर्मोद्यतस्य स्वपुत्र-पुत्र्यादेरपि समर्पणं च, किं बहुना? यथा यथा मुनयो निराबाधवृत्त्या स्वमनुष्ठानमनुतिष्ठन्ति, तथा तथा महता प्रयत्नेन सम्पादनम्, जिनप्रवचनप्रत्यनीकानां साधुधर्मनिन्दापरायणानां यथाशक्ति निवारणम्, यदाह - "तम्हा सइ सामत्थे, आणाभटुंमि नो खलु उवेहा । %નૈદિકદિ , અણુસદ્દી હો રાયવ્ય ગાથા” ૪ ..

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332