________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | બ્લોક-પ૯
૨૯૩
શક્તિનો સંચય થાય છે. તેથી માત્ર બાહ્ય હિંસાને જોઈને મુગ્ધબુદ્ધિથી જિનાલય નિર્માણમાં કે જિનપૂજામાં હિંસા છે તે પ્રકારે વિચારીને સંયમના ઉત્તમ ભાવોનું પ્રબળ કારણ ભગવાનની ભક્તિ અકર્તવ્ય છે તેમ કહેવું તે અજ્ઞાનનો વિલાસ છે. આથી જ જેઓ ભાવસાધુની જેમ અત્યંત શ્રુતથી ભાવિત થઈને સંપૂર્ણ નિરવદ્ય જીવન જીવવા યત્ન કરી રહ્યા છે તેવા શ્રાવકોને જ ધર્મ માટે ધન ઉપાર્જન કરવું યુક્ત નથી. એ પ્રકારે “હારિભદ્રી અષ્ટકમાં કહેલ છે. પરંતુ જેઓ સંસારના આરંભ-સમારંભથી ખરડાયેલા છે તેવા શ્રાવકોને તો નિરારંભ જીવનની નિષ્પત્તિનું પ્રબળ કારણ યતનાપૂર્વક ભગવાનની ભક્તિ છે.
અહીં કોઈને શંકા થાય કે શ્રાવક દેહાદિ માટે આરંભ-સમારંભ કરે છે તે એક પાપની આચરણા છે. પરંતુ ધર્મબુદ્ધિથી ચૈત્યાલયના નિર્માણરૂપ અન્ય પાપ કરવું તેને કઈ રીતે ઉચિત કહી શકાય. આ પ્રકારે વિચારીને જેઓ ભગવાનની ભક્તિ આદિમાં આરંભને કરતા નથી તેઓને મહાન દોષની પ્રાપ્તિ થાય છે; કેમ કે જેમ સંસારના આરંભો છે તેના જેવા જ લોકો માટે કૂવા ખોદાવવા વગેરે કૃત્યો છે. તેથી સંસારના આરંભ કરનારાને પણ લોકોના ઉપકાર અર્થે કૂવા ખોદાવવા વગેરે કૃત્યો કરવાં ઉચિત નથી. માટે સંસારના એક પાપ કરનારને કૂવો ખોદાવવા રૂપ બીજું પાપ કરવું ઉચિત નથી તેમ કહી શકાય. પરંતુ જિનભવનનું નિર્માણ તો કૂવા ખોદાવવા જેવું અસુંદર કૃત્ય નથી; કેમ કે જિનાલય કરવાથી ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય છે. ત્યાં દર્શન અર્થે ચતુર્વિધ સંઘનું આગમન થાય છે. સુસાધુઓની ધર્મદેશનાની પ્રાપ્તિ થાય છે. દેશના સાંભળીને ઘણા યોગ્યજીવોને સંયમની પ્રાપ્તિ આદિ થાય છે. તેથી જિનાલય નિર્માણ અનેક પ્રકારના ધર્મની વૃદ્ધિનું પ્રબળ કારણ છે માટે જે શ્રાવક સૂક્ષ્મજીવો પ્રત્યે પણ અત્યંત દયાળુ છે. તે શ્રાવક શક્તિ અનુસાર નિરર્થક આરંભના પરિવાર માટે યતના કરે અને તે રીતે જિનાલય નિર્માણ કરે ત્યારે જે હિંસાનો પરિહાર અશક્ય હોય તેવી હિંસા થાય છે. તે હિંસાકાળમાં પણ ભગવાન પ્રત્યેની ભક્તિ અને જીવોની રક્ષા માટેની ઉચિત યતના અને શાસ્ત્રવિધિ અનુસાર પ્રવૃત્તિ કરવાનો પરિણામ વિદ્યમાન હોવાને કારણે તે શ્રાવકને મહાનિર્જરાની પ્રાપ્તિ થાય છે. આથી જ “પિંડનિર્યુક્તિમાં કીધું કે અધ્યવસાયની વિશુદ્ધિથી યુક્ત સૂત્રવિધિ અનુસાર પૂર્ણ વિધિ કરનાર યતનાપરાયણ જીવથી જે વિરાધના થાય છે તે નિર્જરા ફલવાળી છે. તેથી એ પ્રાપ્ત થાય કે તીર્થંકર પ્રત્યેના બહુમાનભાવથી યુક્ત શ્રાવક શાસ્ત્રમાં બતાવેલ વિધિનું યથાર્થ જ્ઞાન કરીને શાસ્ત્રવિધિ અનુસાર ચૈત્યનિર્માણ કરે તે વખતે કોઈ જીવોને પીડા ન થાય તેના માટે શક્ય યતના કરે અને તેના માટે ઘણો પણ ધનવ્યય કરીને જીવરક્ષા માટે ઉદ્યમ કરે તે વખતે જે કોઈ જીવોની વિરાધના થાય છે તે વિરાધના અશક્ય પરિહારરૂપ છે. વસ્તુતઃ તે ચૈત્યાલયના નિર્માણની ક્રિયા ઉત્તમભાવોની વૃદ્ધિના કારણરૂપ હોવાથી નિર્જરાનું કારણ બને છે અને તેની પુષ્ટિ કરવા અર્થે “ઓઘનિર્યુક્તિ'નું વચન બતાવતાં કહે છે –
જે મહાત્માઓ આગમના વચનના સારને પામ્યા છે તેઓ સર્વ ઉચિત અનુષ્ઠાન કરતી વખતે નિશ્ચયનયનું અવલંબન લે છે; કેમ કે નિશ્ચયનય પરિણામની શુદ્ધિને પ્રધાન કરે છે, બાહ્યકૃત્યને નહિ અને તેવા મહાત્માને અનુષ્ઠાનકાળમાં વર્તતો જિનવચનાનુસાર પરિણામ જ પ્રમાણભૂત ભાસે છે. તેથી ચૈત્યાલય નિર્માણમાં વર્તતો ભગવાન પ્રત્યેનો બહુમાનભાવ જ કલ્યાણનું કારણ છે. તેથી ચેત્યાલયનિર્માણમાં અશક્ય પરિહારરૂપ