Book Title: Dharm Sangraha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 310
________________ ૨૯૧ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-પ૯ માટે પણ આરંભ કરતો નથી તેને જિનબિંબાદિનું નિર્માણ પણ ન હો; કેમ કે અન્યત્ર આરંભવાળાને જ ધર્મ અર્થે આરંભમાં અધિકૃતપણું છે. અને ધર્મ માટે અત્યંત પ્રયત્ન કરીને ધન ઉપાર્જન કરવું યુક્ત તથી=પ્રતિમા પ્રતિપન્ન અત્યંત નિરવ જીવન જીવનારા શ્રાવકને ધર્મ માટે અત્યંત પ્રયત્ન કરીને ધન ઉપાર્જન કરવું યુક્ત નથી. જે કારણથી કહ્યું છે. “ધર્મ માટે જેને ધનની ઈચ્છા છે તેને અનિચ્છા શ્રેયકારી છે. કાદવના પ્રક્ષાલનથી જ કાદવને દૂરથી સ્પર્શ ન કરવો શ્રેષ્ઠ છે.” (હારિભદ્રીય અષ્ટક ૪/૬) તિ' ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. વળી જે દેહાદિ માટે આરંભ કરનારા પણ એક પાપ આચરિત છે. એથી અન્ય પણ પાપ ન આચરવું જોઈએ એ પ્રકારની મતિથી જિનભવન કરણાદિ ધાર્મિક કૃત્યમાં પણ આરંભ કરતા નથી તેને મહાન દોષ જ છે. તે પંચાશકમાં કહેવાયું છે – “અન્યત્ર આરંભવાળાને ધર્મમાં અનારંભ અનાભોગ–અજ્ઞાન છે.” કેમ અજ્ઞાન છે ? એથી કહે છે – “લોકમાં પ્રવચનની નિંદા અને અબોધિનું બીજ એ દોષો છે.” (પંચાશક ૪/૧૨) અને વાપ્યાદિ ખનનની જેમ અશુભકર્મ કરનારું જિનભવનાદિ કરણ નથી. પરંતુ સંઘના સમાગમ ધર્મદેશનાનું કરણ, વ્રતના સ્વીકાર આદિના કરણ દ્વારા શુભકર્મવાળું જ છે. કૃપાના પારવથથી સૂક્ષ્મ પણ જીવોનું રક્ષણ કરનારા ષડજીવનિકાયની વિરાધનામાં યત્વકારી એવા શ્રાવકોની અવિરાધના જ છે. જેને કહે છે – સૂત્રવિધિ સમગ્ર અધ્યવસાય વિશુદ્ધિયુક્ત યતમાનની જે વિસધના થાય તે નિર્જરા ફલવાળી છે." (પિંડનિર્યુક્તિ ૬૭૧) “સમસ્ત ગણિપિટકના સારને પામેલા નિશ્ચયનયનું અવલંબન કરનારા ઋષિઓનું પરમ રહસ્ય પારિણામિક ભાવ પ્રમાણ છે.” (ઓઘનિર્યુક્તિ ૭૬૦-૭૬૧) પ્રસંગથી સર્યું. ભાવાર્થ :૨. જિનભવન ક્ષેત્ર - શ્રાવક સાત ક્ષેત્રમાં ધન વપન કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. તેથી સાત ક્ષેત્રમાં ધનના વ્યયને વિશેષ પ્રકારનો શ્રાવકધર્મ કહેલ છે. સાત ક્ષેત્રમાંથી જિનપ્રતિમામાં ધનવ્યય કઈ રીતે શ્રાવક કરે ? જેથી ભગવાનની ભક્તિ કરીને સંયમની શક્તિનો સંચય થાય તે પૂર્વમાં બતાવ્યું. હવે જિનભવનના નિર્માણમાં ધનવ્યય કરીને શ્રાવક વિશેષ પ્રકારના ધર્મને સેવે છે તે બતાવવા અર્થે કહે છે – જે શ્રાવકો મહાવૈભવવાળા છે તેઓ ભારતમહારાજાની જેમ વિશિષ્ટ જિનાલય નિર્માણ કરીને ભગવાનની ભક્તિ કરે છે. અથવા મોટા ગિરિશિખરો આદિમાં જિનાલયો નિર્માણ કરીને ભગવાનની ભક્તિ કરે છે.

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332