________________
૨૦૦
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૫૮
થાય છે. અને અપ્રત્યાખ્યાનીય કષાયના ક્ષયોપશમથી દેશવિરતિ થાય છે. તેથી તે ક્ષયોપશમ ઉપાય છે.
અને રક્ષણ=પ્રાપ્ત થયેલા સમ્યક્ત્વાદિનું રક્ષણ - સમ્યક્ત્વ અને વ્રતોના અનુપાલનના ઉપાયરૂપ આયતનસેવનાદિ છે. અને કહે છે
“આયતનની સેવતા, નિનિમિત્તપરઘરના પ્રવેશનો પરિહાર, ક્રીડાનો પરિહાર અને વિક્રિય વચનનો પરિહાર." ઇત્યાદિ.
ઉપાયથી રક્ષણ ઉપાયરક્ષણ એ પ્રમાણે અન્ય કહે છે. અર્થાત્ પૂર્વમાં ઉપાય અને રક્ષણ એ બે સ્વતંત્ર ગ્રહણ કર્યા, જ્યારે અન્ય કહે છે કે ઉપાયથી રક્ષણ એ ઉપાયરક્ષણ છે. ગ્રહણ ત્રિવિધ-ત્રિવિધથી ઇત્યાદિ વિકલ્પો વડે સમ્યક્ત્વ અને વ્રતોનું ગ્રહણ છે. અને કહે છે
“મિથ્યાત્વનું પ્રતિક્રમણ ત્રિવિધ-ત્રિવિધથી જાણવું.” ()
અને
-
-
“દુવિધ-ત્રિવિધથી પ્રથમ, દુવિધ-દુવિધથી બીજો થાય છે. દુવિધ-એકવિધથી ત્રીજો અને એકવિધ-ત્રિવિધથી ચોથો થાય છે.” ।।૧।। ()
ઇત્યાદિ વિકલ્પોથી વ્રતોનું ગ્રહણ જાણવું. એમ અન્વય છે. અને પ્રયત્ન : - સમ્યક્ત્વ અને વ્રતના ગ્રહણના ઉત્તરકાલમાં તેનું અનુસ્મરણાદિ પ્રયત્ન છે. સમ્યક્ત્વની પ્રતિપત્તિમાં ઉક્ત સ્વરૂપ પ્રયત્ન છે. અને અપ્રત્યાખ્યાન વિષયનું પણ યથાશક્તિ પરિહાર અને ઉદ્યમરૂપ યતના છે.
“અન્ય ઉત્થિત મને કલ્પતુ નથી." () ઇત્યાદિકા સમ્યક્ત્વની પ્રતિપત્તિની યતના છે.
“વિધિથી ત્રસના રક્ષણ માટે પરિશુદ્ધ જલનું ગ્રહણ દારૂ=લાકડું, ધાન્યાદિનું તે પ્રમાણે જ=પરિશુદ્ધ ગ્રહણ અને ગ્રહણ કરાયેલાનો પણ પરિશુદ્ધ પરિભોગ કરવો જોઈએ અને ઇત્યાદિકા અપ્રત્યાખ્યાન વિષયવાળી યતના છે.
અને વિષય : સમ્યક્ત્વ અને વ્રતગોચર જીવ-અજીવ આદિ તત્ત્વરૂપ છે. અને સ્થૂલ સંકલ્પિત પ્રાણી આદિ રૂપ છે. ત્યાર પછી=ઉપાયાદિનું કથન કર્યા પછી, ઉપાયાદિનો દ્વન્દ્વ સમાસ છે. આથી તે ઉપાય-રક્ષણ-ગ્રહણ-પ્રયત્નવિષયવાળા જાણવા. અહીં=પ્રસ્તુત ગ્રંથમાં, વિશેષથી નહીં કહેવાયેલા પણ જાણવા. કેવી રીતે જાણવા ? એથી કહે છે - કુંભારના ચક્રભ્રામક દૃષ્ટાંતથી ધીરપુરુષોએ=બુદ્ધિથી શોભતા પુરુષોએ, જાણવા એમ અન્વય છે. આ=આગળમાં કહે છે એ, કહેવાયેલું થાય છે - જે પ્રમાણે કુભારના ચક્રના એક જ દેશમાં દંડથી પ્રેરિત કરાયે છતે સર્વ પણ તેના દેશો ભ્રમિત થાય છે. એ રીતે અહીં સમ્યક્ત્વ અને વ્રતને આશ્રિત વિવિધ વક્તવ્યતા ચક્રના સમ્યક્ત્વ વ્રત અને વ્રતના અતિચારરૂપ એક દેશ પ્રરૂપિત કરાયે છતે ઉપાયાદિ તેના દેશો આક્ષિપ્ત જ થાય છે. અને તે સૂત્રથી જાણવા; કેમ કે સંક્ષેપકરણને કારણે અહીં=પ્રસ્તુત ગ્રંથમાં, તેઓનું=ઉપાયાદિનું, અનુક્તપણું છે. એ પ્રમાણે ગાથાર્થ છે.” (પંચાશકવૃત્તિ ૧/૩૪) ૫૮॥
ભાવાર્થ --
ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે સમ્યક્ત્વ, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતો અને તેના અતિચારો કહ્યા અને તે કથન ક૨વાથી તેની સાથે સંકળાયેલા ઉપાયાદિ ગ્રંથકારશ્રીએ સાક્ષાત્ બતાવ્યા નથી તોપણ અર્થથી બતાવાયા છે એ રીતે સ્વયં વિચારકે જાણી લેવું.